Wednesday 3 May 2017

🗞 *વર્લ્ડ પ્રેસ ફ્રીડમ દિવસ* 🗞

👩🏻‍💻👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👩🏻‍💻

👁 *૩ મે , ૨૦૧૭*
🗞 *વર્લ્ડ પ્રેસ ફ્રીડમ દિવસ* 🗞

📰➖વિશ્વ પ્રેસ દિવસને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મનાવવામાં આવે છે.

📰➖પત્રકારિત્વમાં પોતાની જાન ગુમાવનાર પત્રકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તેમજ વૈશ્વિક હીત માટે કાર્ય કરનારને આજના દિવસે બિરદાવવામાં આવે છે.

📰➖આ વર્ષના ઈન્ડેક્ષમાં ભારતનું વૈશ્વિક પત્રકારિત્વ જગતમાં 136મુ સ્થાન છે અને આજ સુધીમાં 26 ભારતીય પત્રકારોએ પોતાની જાનની આહૂતિ આપી છે.

📰➖વિશ્વ પ્રેસ દિવસને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મનાવાય છે.

📰➖અભિવ્યક્તિ સંકલિત થીમ પર દર વર્ષે 3જી મેના દિવસે વિશ્વભરમાં મનાવાય છે.

📰➖પત્રકારીતામાં સિદ્ધિ હાંસલ કરવા અને સૈદ્ધાંતિક નીતિઓ માટે તૈયાર કરાયેલ થીમ પર આ વર્ષે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસનું આયોજન છે.

📰➖જેમાં *"Critical Minds for Critical Times: Media’s role in advancing peaceful, just and inclusive societies"* ની થીમ UNO દ્વારા આ વર્ષે તૈયાર કરી છે.

📰➖પત્રકારીતાએ રાજકિય સુદ્રઢ વ્યવસ્થાનો ચોથો સ્તંભ(Forth piller) કહેવામાં આવે છે.

📰➖રાજકીય તાકાતો જ્યારે કાબુ બહાર જાય કે પોતાની નિરંકુશ મર્યાદાઓ ઓળંગે ત્યારે પત્રકારીતા એક એવુ માળખુ છેકે જે તેને રોકી શકે છે.

📰➖વિશ્વમાં લોકોને પત્રકારીતાથી અવગત કરવા અને સાર્વત્રિક જાગૃતિ લાવવા આ “વર્લ્ડ ફ્રીડમ ડે” થીમ તૈયાર કરાય છે.

📰➖ UNO દ્વારા ૧૯૯૩માં સૌ પ્રથમ આફ્રિકન પ્રેસને પ્રોત્સાહિત કરવા યોજાયેલ સેમિનાર બાદ તેને આજ પ્રર્યત મનાવવામાં આવે છે.

📰➖દર વર્ષે નવા નવા થીમ પર UNO દ્વારા પત્રકારીતામાં જવાબદેહીની ભાવના જાગૃત કરવાનું કામ કરે છે.

📰➖ 1991માં દુનિયામાં સૌપ્રથમ વખત આફ્રિકામાં 3જી મેના રોજ “ફ્રી પ્રેસ” માટેના સિદ્ધાંતો “ડીકલેરેશન ઓફ વિન્ધોએક” સાથે મુકવામાં આવ્યા હતા તેની યાદમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે.

📰➖1998થી શરૂ કરેલ થીમ પર સંવાદનો સીલસીલો આજે પણ યથાવત્ છે.

🌾🍂સમીર પટેલ 🍂🌾
📝▪જ્ઞાન કી દુનિયા ▪📝
👩🏻‍💻👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👩🏻‍💻

No comments:

Post a Comment