Friday 23 December 2016

Std 7 sciðŸ“ŪāŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 1 āŠšુંāŠŽāŠ•āŠĻા āŠ—ુāŠĢāŠ§āŠ°્āŠŪોðŸ“Ū

⚫વિજ્ઞાન અને ટેક્નોલોજી⚫
⚫ધોરણ: 7⚫
⚫સત્ર: 1⚫

📮પ્રકરણ - 1 ચુંબકના ગુણધર્મો📮

👁‍🗨ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતાં તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે ?
✔દક્ષિણ

👁‍🗨હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે ?
✔સોયાકાર

👁‍🗨દિશા જાણવા માટે કયું સાધન વપરાય‌ છે ?
✔હોકાયંત્ર

👁‍🗨ચુંબકનો ઉત્તર ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે ?
✔N

👁‍🗨ચુંબકનો દક્ષિણ ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે ?
✔ S

👁‍🗨પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ કઈ દિશા તરફ હોય છે ?
✔ ઉત્તર

👁‍🗨પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ કઈ દિશા તરફ હોય છે ?
✔ દક્ષિણ

👁‍🗨ચુંબક્ની ચુંબકીય અસર જેટલા વિસ્તારમાં જણાતી હોય તે વિસ્તારને શું કહે છે ?
✔ચુંબકીય ક્ષેત્ર

👁‍🗨ચુંબક્ની ચુંબકીય બળરેખાઓની ગીચતા સૌથી વધારે ક્યાં જોવા મળે છે ?
✔ચુંબકીય ધ્રુવો આગળ

👁‍🗨ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકીય શક્તિમાં શો ફેરફાર થાય ?
✔નાશ પામે

👁‍🗨નીચેનામાંથી ક્યારે ચુંબકનું ચુંબકત્વ નાશ પામતું નથી ?
✔બે ચુંબકના અસમાન ધ્રુવો લાંબો સમય પાસે રાખવાથી

👁‍🗨વિદ્યુત ઘંટડીમાં કયા પ્રકારનું ચુંબક વપરાય છે ?
✔ વિદ્યુત ચુંબક

👁‍🗨ચુંબકમાં રહેલા નાનામોટા સૂક્ષ્મ ચુંબકોના સમૂહને શું કહે છે ?
✔ડોમેઇન

👁‍🗨ચુંબકની આસપાસ રચાતી લોખંડના ભૂકાની વક્રરેખાઓની ચોક્કસ ભાતને શું કહે છે ?
✔ચુંબકીય બળરેખાઓ

👁‍🗨નીચેનામાંથી શામાં બધા ડોમેઇન એક જ દિશામાં ગોઠવાયેલા હોય છે ?
✔ ચુંબકમાં

◼📇◼📇◼📇◼📇◼

Std6$2sci💐*āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 4 āŠ‰āŠ·્āŠŪા*

*જીકે એન્ડ જીકે*
*એચ.કે*
📙📘📗📕
*વિજ્ઞાન અને ટેક્નોલોજી* *ધોરણ: 6* *સત્ર: 2*
*પ્રકરણ - 4 ઉષ્મા*

📚📚📚📚📚
1.ઉષ્મા એટલે પદાર્થમાં રહેલા અણુઓની કુલ... ?

✍જવાબ: ગતિશક્તિ

2.ગરમી આપવાથી ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં પદાર્થમાં શું જોવા મળે છે ?

✍જવાબ: પ્રસરણ

3.ગરમી શોષી લેતા ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં પદાર્થમાં શું જોવા મળે છે ?

✍જવાબ: સંકોચન

4.ઘન પદાર્થને ગરમ કરતા તેના કદમાં શો ફેરફાર થાય છે ?

✍જવાબ: કદ વધે છે

5.પ્રવાહી પદાર્થને ઠંડો પાડતાં તેના કદમાં શો ફેરફાર થાય છે ?

✍જવાબ: કદ ઘટે છે

6.વાયુ પદાર્થને ઠંડો પાડતાં શૂં થાય છે ?

✍જવાબ: સંકોચન થાય છે

7.ગરમી આપતાં કઈ અવસ્થામાં પદાર્થનું પ્રસરણ સૌથી વધુ થાય છે ?

✍જવાબ: વાયુ

8.શિયાળા કરતાં ઉનાળામાં વીજળીના તારના થાંભલા વચ્ચે તારનો ઝોલો વધુ નમેલો શાથી દેખાય છે ?

✍જવાબ: તારની લંબાઈ વધવાથી

9.પદાર્થનૂ તાપમાન માપવા શાનો ઉપયોગ થાય છે ?

✍જવાબ: 🎚થર્મોમિટર

10.એલ્યુમિનિયમનો સળિયો ઉષ્મા-સંચરણની કઈ રીતથી ગરમ થાય છે ?

✍જવાબ: ઉષ્માવહન

11.ધાતુઓ ઉષ્મા-સંચરણની કઈ રીતથી ગરમ થાય છે?

✍જવાબ: ઉષ્માવહન

12.લોખંડ, તાંબુ વગેરે ઉષ્મા-સંચરણની કઈ રીતથી ગરમ થાય છે ?

✍જવાબ: ઉષ્માવહન

13.કયો પદાર્થ ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે ?

✍જવાબ: લોખંડ

14.કયા પદાર્થોમાં ઉષ્માવહનની રીતથી ઉષ્મા-સંચરણની થાય છે ?

✍જવાબ: ઘન

15.કયા પદાર્થમાં ઉષ્માવહનની રીતથી ઉષ્મા-સંચરણ સૌથી વધુ થાય છે ?

✍જવાબ: તાંબું

16.કયો પદાર્થ ઉષ્માના મંદવાહક નથી ?

✍જવાબ: લોખંડ

17.કયો પદાર્થ ઉષ્માના સુવાહક નથી ?

✍જવાબ: પ્લાસ્ટિક

18.બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમાં કેવી રીતે ઉષ્મા સંચરણ થાય છે ?

✍જવાબ: ઉષ્માવહન

19.અણુઓના સંચરણથી ઉષ્માનું સંચરણ થાય તેને કેવા પ્રકારનું ઉષ્મા સંચરણ કહે છે ?

✍જવાબ: ઉષ્માનયન

20.પારો પ્રવાહી હોવા છતાં ઉષ્મા-સંચરણની કઈ રીતથી ગરમ થાય છે ?

✍જવાબ: ઉષ્માવહન

21.સૂર્ય પ્રકાશના તડકામાં સૂકવેલા કપડાં ઉષ્મા-સંચરણની કઈ રીતથી સુકાય છે ?

✍જવાબ: ઉષ્માવિકિરણ

22.પદાર્થને વધુ સમય ઠંડો કે ગરમ રાખવા માટે કેવાં પદાર્થોનો ઉપયોગ થાય છે ?

✍જવાબ: મંદવાહક પદાર્થો

23.કયા પદાર્થો ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે ?

✍જવાબ: પ્રવાહી અને વાયુ

24.તપેલીમાં દૂધ કઈ રીતે ગરમ થાય છે ?

✍જવાબ: ઉષ્માનયન

25.સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા સંચરણની કઈ રીતથી પહોંચે છે ?

🔬જવાબ: ઉષ્માનયન

✍ðŸŧ📖āŠ–āŠĻીāŠ āŠ•્āŠ·ેāŠĪ્āŠ°ે āŠĩિāŠķ્āŠĩāŠĻા āŠŠ્āŠ°āŠĨāŠŪ āŠĶેāŠķ📖✍ðŸŧ

✍🏻📖ખનીઝ ક્ષેત્રે વિશ્વના પ્રથમ દેશ📖✍🏻
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰

👁‍🗨અબરખ- ભારત

👁‍🗨 એલ્યુમિનિયમ-સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા

👁‍🗨ખનીઝ તેલ-સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા

👁‍🗨 પ્રાકૃતિક ગેસ-સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા

👁‍🗨 પ્લેટિનમ-સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા

👁‍🗨 યુરેનિયમ-સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા

👁‍🗨 મીઠું-સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા

👁‍🗨 ક્રોમિયમ-દક્ષિણ આફ્રિકા

👁‍🗨 સોનુ- દક્ષિણ આફ્રિકા

👁‍🗨 હીરો- દક્ષિણ આફ્રિકા

👁‍🗨 એસબેસ્ટોસ-કેનેડા

👁‍🗨 ઝીંક-કેનેડા

👁‍🗨 કોલસો-ચીન

👁‍🗨 ચાંદી-મેકસીકો

👁‍🗨 પારો-ઇટલી

👁‍🗨 સલ્ફર-ઇટલી

👁‍🗨 બોક્સાઇટ-ઓસ્ટ્રેલિયા

👁‍🗨 લિગનાઇટ-જર્મની
✍🏻📖🅿♈®📖✍🏻
〰Sharing is Caring〰

St6. Sci💐*āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 2 āŠĻāŠ°ી āŠ†ંāŠ–ે āŠĶેāŠ–ાāŠĪું āŠ†āŠ•ાāŠķ*

*જીકે એન્ડ જીકે*
              *એચ.કે*

💉🔬🕳🔭🔮🎚
*વિજ્ઞાન અને ટેક્નોલોજી* *ધોરણ: 6*  
*સત્ર: 2*

*પ્રકરણ - 2 નરી આંખે દેખાતું આકાશ*

📚📚📚📚📚📚
1.તારાઓનો સમૂહ કોઇ ચોક્કસ આકૃત્તિ કે ભાત ઉપસાવે છે તેને શુ કહે છે ?

✍જવાબ: તારાજૂથ

2.સપ્તર્ષિ તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે ?

✍જવાબ: ફેબ્રુઆરી થી ઓગસ્ટ

3.સપ્તર્ષિ તારાજૂથનો આકાર કોના જેવો છે ?

✍જવાબ: પાણી પીવાના ડોયા જેવો

4.સપ્તર્ષિ તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?

✍જવાબ: સાત

5.કયા તારાજૂથના તમામ તારાઓનાં નામ આપણા મહાન ઋષિ-મુનિઓના નામ પરથી પાડવામાં આવ્યા છે ?

✍જવાબ: સપ્તર્ષિ

6.વશિષ્ઠ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?

✍જવાબ: સપ્તર્ષિ

7.મરીચિ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?

✍જવાબ: સપ્તર્ષિ

8.અંગિરસ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?

✍જવાબ: સપ્તર્ષિ

9.અત્રિ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?

✍જવાબ: સપ્તર્ષિ

10.પુલસ્ત્ય નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?

✍જવાબ: સપ્તર્ષિ

11.પુલહ્ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?

✍જવાબ: સપ્તર્ષિ

12.ક્રતુ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?

✍જવાબ: સપ્તર્ષિ

13.શર્મિષ્ઠા તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે?

✍જવાબ: સપ્ટેમ્બર થી ફેબ્રુઆરી

14.શર્મિષ્ઠા તારાજૂથનો આકાર કોના જેવો છે ?

✍જવાબ: W

15.શર્મિષ્ઠા તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?

✍જવાબ: પાંચ

16.સપ્તર્ષિ અને શર્મિષ્ઠા તારાજૂથની મદદથી કયા તારાનું સ્થાન જાણી શકાય છે ?

✍જવાબ: ધ્રુવના તારા

17.ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં દેખાય છે ?

✍જવાબ: ઉત્તર

18.રાત્રે કયા તારાની મદદથી દિશા જાણી શકાય છે ?

✍જવાબ: ધ્રુવ

19.મૃગ તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે?

✍જવાબ: ડિસેમ્બર થી ફેબ્રુઆરી

20.મૃગ તારાજૂથનો આકાર કોના જેવો છે ?

✍જવાબ: મૃગ

21.મૃગ તારાજૂથ બીજા કયા નામે ઓળખાય છે ?

✍જવાબ: હરણા

22.મૃગ તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?

✍જવાબ: આઠ

23.શિકારી' તરીકે ઓળખાતા તારાનું નામ જણાવો ?

✍જવાબ: વ્યાધ

24.નીચેના પૈકી કોણ ઝબૂક-ઝબૂક થાય છે ?

✍જવાબ: તારાઓ

25.નીચેના પૈકી કોણ સ્વયં પ્રકાશિત છે ?

✍જવાબ: તારાઓ

26.નીચેના પૈકી કોનું સ્થાન નક્કી હોય છે ?

✍જવાબ: તારાઓ

27.નીચેના પૈકી કોણ ઝબૂક-ઝબૂક થતા નથી ?

✍જવાબ: ગ્રહો

28.નીચેના પૈકી કોણ પર પ્રકાશિત છે ?

✍જવાબ: ગ્રહો

29.નીચેના પૈકી કોણ બીજા તારાઓની સપેક્ષ જગ્યા બદલે છે ?

✍જવાબ: ગ્રહો

30.સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા કુલ કેટલા ગ્રહો છે ?

✍જવાબ: આઠ

31.પ્લૂટોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

✍જવાબ: વામન ગ્રહ

32.મંગળ કેવા રંગનો ગ્રહ છે ?

✅જવાબ: લાલ

💘Hk💘