Friday 23 December 2016

St6. Sci💐*āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 2 āŠĻāŠ°ી āŠ†ંāŠ–ે āŠĶેāŠ–ાāŠĪું āŠ†āŠ•ાāŠķ*

*જીકે એન્ડ જીકે*
              *એચ.કે*

💉🔬🕳🔭🔮🎚
*વિજ્ઞાન અને ટેક્નોલોજી* *ધોરણ: 6*  
*સત્ર: 2*

*પ્રકરણ - 2 નરી આંખે દેખાતું આકાશ*

📚📚📚📚📚📚
1.તારાઓનો સમૂહ કોઇ ચોક્કસ આકૃત્તિ કે ભાત ઉપસાવે છે તેને શુ કહે છે ?

✍જવાબ: તારાજૂથ

2.સપ્તર્ષિ તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે ?

✍જવાબ: ફેબ્રુઆરી થી ઓગસ્ટ

3.સપ્તર્ષિ તારાજૂથનો આકાર કોના જેવો છે ?

✍જવાબ: પાણી પીવાના ડોયા જેવો

4.સપ્તર્ષિ તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?

✍જવાબ: સાત

5.કયા તારાજૂથના તમામ તારાઓનાં નામ આપણા મહાન ઋષિ-મુનિઓના નામ પરથી પાડવામાં આવ્યા છે ?

✍જવાબ: સપ્તર્ષિ

6.વશિષ્ઠ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?

✍જવાબ: સપ્તર્ષિ

7.મરીચિ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?

✍જવાબ: સપ્તર્ષિ

8.અંગિરસ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?

✍જવાબ: સપ્તર્ષિ

9.અત્રિ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?

✍જવાબ: સપ્તર્ષિ

10.પુલસ્ત્ય નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?

✍જવાબ: સપ્તર્ષિ

11.પુલહ્ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?

✍જવાબ: સપ્તર્ષિ

12.ક્રતુ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?

✍જવાબ: સપ્તર્ષિ

13.શર્મિષ્ઠા તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે?

✍જવાબ: સપ્ટેમ્બર થી ફેબ્રુઆરી

14.શર્મિષ્ઠા તારાજૂથનો આકાર કોના જેવો છે ?

✍જવાબ: W

15.શર્મિષ્ઠા તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?

✍જવાબ: પાંચ

16.સપ્તર્ષિ અને શર્મિષ્ઠા તારાજૂથની મદદથી કયા તારાનું સ્થાન જાણી શકાય છે ?

✍જવાબ: ધ્રુવના તારા

17.ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં દેખાય છે ?

✍જવાબ: ઉત્તર

18.રાત્રે કયા તારાની મદદથી દિશા જાણી શકાય છે ?

✍જવાબ: ધ્રુવ

19.મૃગ તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે?

✍જવાબ: ડિસેમ્બર થી ફેબ્રુઆરી

20.મૃગ તારાજૂથનો આકાર કોના જેવો છે ?

✍જવાબ: મૃગ

21.મૃગ તારાજૂથ બીજા કયા નામે ઓળખાય છે ?

✍જવાબ: હરણા

22.મૃગ તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?

✍જવાબ: આઠ

23.શિકારી' તરીકે ઓળખાતા તારાનું નામ જણાવો ?

✍જવાબ: વ્યાધ

24.નીચેના પૈકી કોણ ઝબૂક-ઝબૂક થાય છે ?

✍જવાબ: તારાઓ

25.નીચેના પૈકી કોણ સ્વયં પ્રકાશિત છે ?

✍જવાબ: તારાઓ

26.નીચેના પૈકી કોનું સ્થાન નક્કી હોય છે ?

✍જવાબ: તારાઓ

27.નીચેના પૈકી કોણ ઝબૂક-ઝબૂક થતા નથી ?

✍જવાબ: ગ્રહો

28.નીચેના પૈકી કોણ પર પ્રકાશિત છે ?

✍જવાબ: ગ્રહો

29.નીચેના પૈકી કોણ બીજા તારાઓની સપેક્ષ જગ્યા બદલે છે ?

✍જવાબ: ગ્રહો

30.સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા કુલ કેટલા ગ્રહો છે ?

✍જવાબ: આઠ

31.પ્લૂટોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

✍જવાબ: વામન ગ્રહ

32.મંગળ કેવા રંગનો ગ્રહ છે ?

✅જવાબ: લાલ

💘Hk💘

No comments:

Post a Comment