Monday 8 May 2017

💐ઈશ્વર પેટલીકર💐

📨👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📨

🍫 9 મે જન્મદિન
💐ઈશ્વર પેટલીકર💐
              
📮➖ગુજરાતી  નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ (‘ઈશ્વર પેટલીકર’)નો  જન્મ ૯મી મે ૧૯૧૬ના રોજ ચરોતરના પેટલાદ તાલુકાના પેટલી ગામમાં થયો હતો.

📮➖પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પેટલી, મલાતજ અને સોજિત્રામાં લીધું હતું.

📮➖ ઈ.સ. ૧૯૩૫માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી.

📮➖વડોદરાની પુરુષ અધ્યાપનશાળામાં તાલીમ લઈ, ઈ.સ.૧૯૩૮માં ઉત્તમ પદની પદવી મેળવી.

📮➖ ઈ.સ. ૧૯૪૪ સુધી નેદરા અને સાણિયાદની શાળામાં શિક્ષણકાર્ય અને સાહિત્યસર્જનનો આરંભ કર્યો.

📮➖આણંદથી પ્રકાશિત થતા ‘પાટીદાર’ અને ‘આર્યપ્રકાશ’નું સંપાદન તથા લગ્નસહાયક કેન્દ્રનું સંચાલન. ‘લોકનાદ’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘સ્ત્રી’, ‘નિરીક્ષક’ વગેરે પત્રો-સામયિકોમાં સામાજિક અને રાજ્કીય વિષયો ઉપર નિયમિત કટારલેખક હતા .

📮➖તેમણે ‘નારાયણ’, ‘પરિવ્રાજક’  જેવા ઉપનામથી સાહિત્ય સર્જન કર્યું હતું.
                        
📮➖ગ્રામીણ સમાજ એની પૂરેપૂરી લાક્ષણિકતાઓ સાથે નિરૂપતી નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓએ એમને સાહિત્યક્ષેત્રે આગવું સ્થાન અપાવ્યું છે.

📮➖એમની પ્રથમ નવલકથા ‘જનમટીપ’ માં મહીકાંઠાના ખેડ-ઠાકરડાની પછાત કોમનાં પાત્રો અને તેમના લોકવ્યવહારની સાથે કથાનાયિકા ચંદાની ખુમારી અને છટાનું પ્રભાવક રીતે નિરૂપણ થયું છે.

📮➖એમની શ્રેષ્ઠ ગણાયેલી નવલકથા ‘ભવસાગર’ માં ગ્રામીણ સમાજની સાથે માનવીના આંતરમનની સંકુલ વાસ્તવિકતાનું કરુણ અને સ્પર્શક્ષમ આલેખન થયું છે.

📮➖ ‘પંખીનો મેળો’ અને તેના અનુસંધાનમાં લખાયેલી ‘પાતાળકૂવો’ માં ચોર-બહારવટિયાઓના આંતરબાહ્ય જીવનનું અને પોલીસોની ખટપટોનું રોમાંચક લાગે તેવું પણ મર્મસ્પર્શી ચિત્રણ છે.

👨‍❤‍👨 સમીર પટેલ 👨‍❤‍👨
📨👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📨

📨👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📨

📮➖‘કાજળની કોટડી’ માં સ્વરાજ્ય મળ્યા પછીની પોલીસતંત્રની આંટીઘૂંટીઓનું આલેખન છે.

📮➖આ ઉપરાંત ‘ધરતીનો અવતાર’, ‘કંકુ ને કન્યા’ ‘મારી હૈયાસગડી’ વગેરે નવલકથાઓમાં ગ્રામપ્રદેશનાં મનુષ્યોનાં સુખદુઃખ, આશાનિરાશા, સાંત્વનો, સમસ્યાઓ, રાગદ્વેષ, ગુણદોષ વગેરેનું એમણે પોતાના નક્કર અનુભવો તથા સમુચિત ભાષાશૈલીના બળ વડે સ્પર્શક્ષમ નિરૂપણ કર્યું છે.

📮➖ગ્રામજીવનની સજીવ અને રસિક નવલકથાઓની સાથોસાથ એમણે સાંપ્રત નગરજીવનને આલેખતી ‘તરુણા ઓથે ડુંગર’, ‘યુગના એંધાણ’, ‘ઋણાનુબંધ’, ‘લાક્ષાગૃહ’, ‘જૂજવાં રૂપ’, ‘સેતુબંધ’, ‘અભિજાત’ વગેરે નવલકથાઓ પણ આપી છે.

📮➖ આ ઉપરાંત તેમણે ‘લોહીની સગાઈ’, ‘દિલનું દર્દ’, ‘ગૃહત્યાગ’, ‘મધુરાં સ્વપ્નાં’, ‘ચતુર મુખી’ ઇત્યાદિ વાર્તાઓ હૃદયસ્પર્શી અને નોંધપાત્ર છે.

📮➖‘પારસમણિ’, ‘ચિનગારી’, ‘આકાશગંગા’, ‘કથપૂતળી’ વગેરે એમના નવલિકાસંગ્રહો છે.

📮➖‘ગ્રામચિત્રો’, ‘ધૂપસળી’, ‘ગોમતીઘાટ’ અને ‘વિદ્યાનગરના વિશ્વકર્મા’ એમનાં ચરિત્રલક્ષી પુસ્તકો છે.

📮➖ ઈ.સ. ૧૯૬૦ થી અમદાવાદમાં સ્થાયી થયા.

📮➖પત્રકારત્વની સાથે સમાજસુધારાની પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર વધુ સક્રિય રહ્યા.

📮➖ઈ.સ.૧૯૬૧માં રણજિતરામ સુવર્ણંચંદ્રક એનાયત થયો હતો.

📮➖તેમનું તા.૨૨ ઓક્ટોબર ૧૯૮૩માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું.

🏹જ્ઞાન કી દુનિયા 🏹
⚫📝સમીર પટેલ 📝⚫

💐💐શયદા પુરસ્કાર💐💐

શયદા પુરસ્કાર 
✔દર વર્ષે યુવાન ગુજરાતી ગઝલકારોને આપવામાં આવતો પુરસ્કાર છે. 
✔તેની સ્થાપના INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ અેન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવી હતી.
✔આ પુરસ્કારનું નામ ગુજરાતી ગઝલકાર હરજી લવજી દામાણી પરથી રાખવામાં આવ્યું હતું.
✔જેઓ તેમના તખલ્લુસ શયદા વડે ઓળખાતા હતા.
✔આ પુરસ્કારમાં ₹ ૧૦૦૦૦ આપવામાં આવે 

પુરસ્કારનીમાહિતી
✔શ્રેણી-સાહિત્ય
✔શરૂઆત-૧૯૯૮
✔પ્રથમ પુરસ્કાર-૧૯૯૮
✔અંતિમ પુરસ્કાર-૨૦૧૬
✔કુલ પુરસ્કાર-૧૯
✔પુરસ્કાર આપનાર-INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ
✔રોકડ પુરસ્કાર-૧૦,૦૦૦
✔વર્ણન-ગુજરાતી ગઝલકારોને અપાતો પુરસ્કાર
✔પ્રથમ વિજેતા-સંજુ વાળા
✔અંતિમ વિજેતા-ભાવિન ગોપાણી

👁‍🗨વિજેતાઓ👁‍🗨

👉૧૯૯૮-સંજુ વાળા
👉૧૯૯૯વિવેક કાણે 'સહજ'
👉૨૦૦૦મુકેશ જોશી
👉૨૦૦૧રઇશ મણિયાર
👉૨૦૦૨શોભિત દેસાઇ
👉૨૦૦૩રશિદ મીર
👉૨૦૦૪મકરંદ મુસળે
👉૨૦૦૫કિરણસિંહ ચૌહાણ
👉૨૦૦૬હિતેન આનંદપરા
👉૨૦૦૮અંકિત ત્રિવેદી
👉૨૦૦૯ગૌરાંગ ઠાકર
👉૨૦૧૦હર્ષ બ્રહ્મભટ્ટ
👉૨૦૧૧અનિલ ચાવડા
👉૨૦૧૨ચંદ્રેશ મકવાણા
👉૨૦૧૩ભરત વિંઝુડા
👉૨૦૧૪ભાવેશ ભટ
👉૨૦૧૫જિગર જોશી 'પ્રેમ'
👉૨૦૧૬ભાવિન ગોપાણી

💐 warish 💐

⚫મહત્વની ઘટનાઓ⚫

⚫મહત્વની ઘટનાઓ⚫

MAY-9
👉૧૫૦૨ – કોલંબસે,નવી દુનિયા (અમેરિકા)ની, તેની ચોથી અને અંતિમ યાત્રા માટે સ્પેન છોડ્યું.
👉૧૮૭૪ – મુંબઇ શહેરમાં,પ્રથમ ઘોડા ચાલિત બસે (ટ્રામ !) પ્રવેશ કર્યો, તે બે માર્ગો પર શરૂ કરાઇ.
👉૧૯૦૪ – વરાળ ચાલિત રેલ્વે એન્જીન 'સિટી ઓફ ટ્રુરો' (City of Truro),૧૦૦ માઇલ/કલાકની ઝડપે દોડનાર પ્રથમ વરાળ એન્જીન બન્યું.
👉૧૯૨૩- દક્ષિણ મિશિગન ખાતે વિક્રમજનક ૬ ઇંચ બરફ પડ્યો, જેના કારણે ૧ થી ૬ વાગ્યા સુધીમાં તાપમાનમાં ૬૨ થી ૩૪ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો
👉૨૦૧૦-રશિયાના સાઇબેરિયા સ્થિત કોયલા ખાણમાં થયેલા બે વિસ્ફોટોમાં ૧૨ વ્યક્તિઓનાં મોત થયાં અને ૪૧થી અધિક ઘાયલ થયા.
👉પાકિસ્તાનના સિંધ પ્રાંતની સરકારને સિંધ કોર્ટ અને સુપ્રીમ કોર્ટની જેલ સુધાર સમિતિની બેઠક પછી જેલમાં બંધ ૫ સાલથી વધુ સમય જેલમાં ગુજારી ચુકેલા કેદીઓને દર ત્રણ મહીના બાદ પત્ની સાથે એક રાત રહેવાની અનુમતિ આપવાનો ફેંસલો સુણાવ્યો.
👉ભારત દેશની વંદના શિવાને વિકાસશીલ દેશોમાં મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં સહયોગ આપવા માટે વર્ષ ૨૦૧૦ સિડની શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા.
👉એમને ચાર નવેમ્બરના દિવસે સિડની ઓપેરા હાઉસ ખાતે આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે.

🙏🙏🙏

🏆કુમાર સુવર્ણ ચંદ્રક 🏆

🏆કુમાર સુવર્ણ ચંદ્રક 🏆

✔કુમાર સુવર્ણ ચંદ્રક અથવા કુમાર ચંદ્રક કુમાર ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ૧૯૪૪થી આપવામાં આવતો સાહિત્યનો પુરસ્કાર છે. 
✔આ પુરસ્કાર દર વર્ષે કુમાર માસિકમાં યોગદાન માટે ગુજરાતી સાહિત્યકારને કુમાર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. 
✔૧૯૫૦ના વર્ષમાં ચંદ્રવદન મહેતાએ કુમાર ચંદ્રકનો અસ્વિકાર કર્યો હતો.

⚫ ઇતિહાસ ⚫

✔પુરસ્કારની સ્થાપના કુમારના લેખક યશવંત પંડ્યા દ્વારા ૧૯૪૪માં કરવામાં આવી હતી
✔શરૂઆતમાં ગુજરાતી લેખકો બળવંતરાય ઠાકોર, વિષ્ણુપ્રસાદ આર. ત્રિવેદી અને સુંદરમ્ પુરસ્કાર પસંદગીની સમિતિમાં હતા.
✔પછીથી રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ તેમાં જોડાયા.
✔૧૯૮૩ થી ૨૦૦૨ સુધી આ પુરસ્કાર કોઇને આપવામાં આવ્યો નહોતો પરંતુ
✔૨૦૦૩થી ફરી શરૂ કરવામાં આવ્યો હતો. તે પહેલાં કુમાર ચંદ્રક તરીકે ઓળખાતો હતો, પરંતુ ૨૦૦૩થી તેને કુમાર સુવર્ણ ચંદ્રક નામ આપવામાં આવ્યું..

⚫ વિજેતાઓ ⚫

૧૯૪૪ હરિપ્રસાદ દેસાઇ
૧૯૪૫ પુષ્કર ચંદારવકર
૧૯૪૬ યશોધર મહેતા
૧૯૪૭ રાજેન્દ્ર શાહ
૧૯૪૮ બાલમુકુંદ દવ
૧૯૪૯ નિરંજન ભગત
૧૯૫૦ વાસુદેવ ભટ્ટ
૧૯૫૧ બકુલ ત્રિપાઠી
૧૯૫૨ શિવકુમાર જોશી
૧૯૫૩ અશોક હર્ષ
૧૯૫૪ શિવપ્રસાદ ત્રિવેદી
૧૯૫૫ ઉમાકાંત શાહ
૧૯૫૬ ચંદ્રવદન અ. બુચ
૧૯૫૭ જયંત પાઠક
૧૯૫૮ હેમંત દેસાઇ
૧૯૫૯ ઉશનસ
૧૯૬૦ નવનીત પારેખ
૧૯૬૧ સુનીલ કોઠારી
૧૯૬૨ લાભશંકર ઠાકર
૧૯૬૩ પ્રિયકાંત મણિયાર
૧૯૬૪ ચંદ્રકાંત શેઠ
૧૯૬૫ રઘુવીર ચૌધરી
૧૯૬૬ ફાધર વાલેસ
૧૯૬૭ હરિકૃષ્ણ પાઠક
૧૯૬૮ ગુલાબદાસ બ્રોકર
૧૯૬૯ ભાનુપ્રસાદ પંડ્યા
૧૯૭૦ રમેશ પારેખ
૧૯૭૧ ધીરુ પરિખ
૧૯૭૨ મધુસુદન પારેખ
૧૯૭૩ કનુભાઈ જાની
૧૯૭૪ મધુસૂદન ઢાંક
૧૯૭૫ હરિપ્રસાદ શાસ્ત્રી
૧૯૭૬ વિનોદ ભટ
૧૯૭૭ ભગવતીકુમાર શર્મા
૧૯૭૮ અશ્વિન આર. દેસાઇ
૧૯૭૯ શંકરદેવ વિદ્યાલંકાર
૧૯૮૦ બહુશ્રુત પંડિત
૧૯૮૧ હસમુખ બારાડી
૧૯૮૨ પ્રફુલ્લ રાવલ
૧૯૮૩ ચંદ્રશંકર ભટ્ટ 'શશિશિવમ'
૨૦૦૩ રજનીકુમાર પંડ્યા
૨૦૦૪ રામચંદ્ર પટેલ
૨૦૦૫ બહાદુરભાઇ વાંક
૨૦૦૬ પ્રીતિ સેનગુપ્તા
૨૦૦૭ શ્રુસુત પટેલ
૨૦૦૮ ભગીરથ બ્રહ્મભટટ
૨૦૦૯ પરંતપ પાઠક
૨૦૧૦ રાજેશ વ્યાસ 'મિસ્કિન'
૨૦૧૧ પ્રવીણ દરજ
૨૦૧૨ રાધેશ્યામ શર્મા
૨૦૧૩ યોસેફ મેકવાન
૨૦૧૪ હર્ષ બ્રહ્મભટ્ટ
૨૦૧૫ હર્ષદ ત્રિવેદી

🙏 Warish 🙏

🏆નરસિંહ મહેતા એવોર્ડ🏆

🏆નરસિંહ મહેતા એવોર્ડ🏆

✔નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે.
✔આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે. 
✔આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે.
✔ આ સન્માનમાં મહાનુભાવને ૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની પ્રતિમાનું સ્મૃતિચિન્હ આપવામાં આવે છે.

✔નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો

૧૯૯૯ - રાજેન્દ્ર શાહ
૨૦૦૦ - મકરંદ દવ
૨૦૦૧ - નિરંજન ભગત
૨૦૦૨ - અમૃત ઘાયલ
૨૦૦૩ - જયંત પાઠક
૨૦૦૪ - રમેશ પારેખ
૨૦૦૫ - ચંદ્રકાન્ત શેઠ
૨૦૦૬ - રાજેન્દ્ર શુક્લ
૨૦૦૭ - સુરેશ દલાલ
૨૦૦૮ - ચિનુ મોદી
૨૦૦૯ - ભગવતીકુમાર શર્મા
૨૦૧૦ - અનિલ જોશી
૨૦૧૧ - ભાનુપ્રસાદ પંડ્યા
૨૦૧૨ - માધવ રામાનુજ
૨૦૧૩ - નલિન રાવળ તથા હરિકૃષ્ણ પાઠક
૨૦૧૪ - હરીશ મિનાશર
૨૦૧૫ - મનોહર ત્રિવેદી
૨૦૧૬ - જલન માતરી

🙏 Warish 🙏

👁‍🗨રણજિતરામ સુવર્ણચંદ્રક👁‍🗨

👁‍🗨રણજિતરામ સુવર્ણચંદ્રક👁‍🗨

✔રણજિતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્યક્ષેત્રે દર વર્ષે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે.
✔આ પુરસ્કાર ૧૯મી સદીના પ્રખર સાહિત્યકાર રણજિતરામ મહેતાની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે.
✔હાલમાં રણજિતરામ સુવર્ણચંદ્રકના નિર્ણય માટે ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિમાંથી એક નિર્ણાયક સમિતિ નીમવામાં આવી છે અને
✔એની મદદથી આ રણજિતરામ સુવર્ણચંદ્રક અંગેનો નિર્ણય ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિ કરે છે.

👁‍🗨 યાદી 👁‍🗨

✔ઇ. સ. ૧૯૨૮ થી આ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર મહાનુભાવોની યાદી નીચે મુજબ છે:

૧૯૨૮ - ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯ - ગીજુભાઈ બધેકા
૧૯૩૦ - રવિશંકર રાવળ
૧૯૩૧ - વિજયરાય વૈદ્ય
૧૯૩૨ - રમણલાલ દેસાઈ
૧૯૩૩ - રત્નમણીરાવ જોટે
૧૯૩૪ - સુન્દરમ
૧૯૩૫ - વિશ્વનાથ
૧૯૩૬ - ચંદ્રવદન મેહતા
૧૯૩૭ - ચુનીલાલ શાહ
૧૯૩૮ - કનુ દેસાઈ
૧૯૩૯ - ઉમાશંકર જોષી
૧૯૪૦ - ધન્સુખલાલ મેહતા
૧૯૪૧ - જ્યોતીન્દ્ર દવે
૧૯૪૨ - રસિકલાલ પરીખ
૧૯૪૩ - પંડિત ઓમકારનાથજી
૧૯૪૪ - વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
૧૯૪૫ - ગુણવંતરાય આચાર્ય
૧૯૪૬ - ડોલરરાય માંકડ
૧૯૪૭ - હરિનારાયણ આચાર્ય
૧૯૪૮ - બચુભાઈ રાવત
૧૯૪૯ - સોમાલાલ શાહ
૧૯૫૦ - પન્નાલાલ પટેલ
૧૯૫૧ - જયશંકર સુંદરી
૧૯૫૨ - કે. કા. શાસ્ત્રી
૧૯૫૩ - ડૉ. ભોગીલાલ સાંડેસરા
૧૯૫૪ - ચંદુલાલ પટેલ
૧૯૫૫ - અંનતરાય રાવળ
૧૯૫૬ - રાજેન્દ્ર શાહ
૧૯૫૭ - ચુનીલાલ મડિયા
૧૯૫૮ - ડૉ.કૃષ્ણલાલ શ્રીધરાણી
૧૯૫૯ - જયંતિ દલાલ
૧૯૬૦ - ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી
૧૯૬૧ - ઈશ્વર પેટલીકર
૧૯૬૨ - રામસિંહજી રાઠોડ
૧૯૬૩ - હરિવલ્લભ ભાયાણી
૧૯૬૪ - મનુભાઈ પંચોળી
૧૯૬૫ - બાપાલાલ વૈધ
૧૯૬૬ - ડૉ.હસમુખ સાંકળિયા
૧૯૬૭ - ઝીણાભાઈ દેસાઈ
૧૯૬૮ - ડૉ.મંજુલાલ મજમુદાર
૧૯૬૯ - નિરંજન ભગત
૧૯૭૦ - શિવકુમાર જોષી
૧૯૭૧ - ડૉ.સુરેશ જોષી
૧૯૭૨ - નટવરલાલ પંડ્યા
૧૯૭૩ - પ્રબોધ પંડિત
૧૯૭૪ - હીરાબેન પાઠક
૧૯૭૫ - રઘુવીર ચૌધરી
૧૯૭૬ - જયંત પાઠક
૧૯૭૭ - જસવંત ઠાકર
૧૯૭૮ - ફાધર વાલેસ
૧૯૭૯ - મકરંદ દવે
૧૯૮૦ - લાભશંકર ઠાકર
૧૯૮૧ - ધીરુબેન પટેલ
૧૯૮૨ - હરીન્દ્ર દવે
૧૯૮૩ - સુરેશ દલાલ
૧૯૮૪ - ભગવતીકુમાર શર્મા
૧૯૮૫ - ચંદ્રકાંત શેઠ
૧૯૮૬ - રમેશ પારેખ
૧૯૮૭ - સિતાંષુ યશશ્ચન્દ
૧૯૮૮ - બકુલ ત્રિપાઠી
૧૯૮૯ - વિનોદ ભટ
૧૯૯૦ - નગીનદાસ પારેખ
૧૯૯૧ - રમણલાલ મેહતા
૧૯૯૨ - યશવંત શુકલ
૧૯૯૩ - અમૃત ઘાયલ
૧૯૯૪ - ધીરુભાઈ ઠાકર
૧૯૯૫ - ભોળાભાઈ પટેલ
૧૯૯૬ - રમણલાલ સોની
૧૯૯૭ - ગુણવંત શાહ
૧૯૯૮ - ગુલાબદાસ બ્રોકર
૧૯૯૯ - મધુ રાય
૨૦૦૦ - ચી. ના. પટેલ
૨૦૦૧ - નારાયણભાઇ દેસાઇ
૨૦૦૨ - ચંદ્રકાંત ટોપીવાળા
૨૦૦૩ - મધુસુદન પારેખ
૨૦૦૪ - રાધેશ્યામ શર્મા
૨૦૦૫ - વર્ષા અડાલજા
૨૦૦૬ - રાજેન્દ્ર શુક્લ
૨૦૦૭ - મોહમ્મદ માંકડ
૨૦૦૮ - ધીરુભાઈ પરીખ
૨૦૦૯ - ચીમનભાઇ ત્રિવેદી
૨૦૧૦ - મધુસૂદન ઢાંકી
૨૦૧૧ - ઘીરેન્દ્ર મહેતા
૨૦૧૨ - સુનિલ કોઠારી
૨૦૧૩ - નલિન રાવળ
૨૦૧૪ - પ્ર​વીણ દરજી
૨૦૧૫ - કુમારપાળ દેસાઇ

🙏 Warish 🙏

📱 ગુગલ 📱

👆👆👆👆👆👆👆👆

📱 ગુગલ 📱

✔ગૂગલ એ અમેરિકાની એક બહુરાષ્ટ્રીય કંપની છે.
✔જે મુખ્યત્વે ઇન્ટરનેટ સર્ચ ,ઈમેલ, ઓનલાઈન જાહેરાત જેવી સેવાઓ આપે છે.
✔ કંપનીની સ્થાપના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પીએચડીના વિદ્યાર્થી લેરી પેજ અને સર્જી બ્રિન દ્વારા કરવામાં આવી હતી.
✔ ૪ સપ્ટેમ્બર ૧૯૯૮માં કંપનીનું રૂપ આપવામાં આવ્યું. કંપનીનું વડું મથક અમેરિકાના કેલીફોર્નીયામાં માઉન્ટેનવ્યૂ ખાતે આવેલું છે.
✔ગૂગલ દુનિયાભરમા ફેલાયેલ ડેટા સેન્ટરમામાં ૧૦ લાખથી વધુ સર્વર દ્રારા ચલાવવામાં આવે છે.
✔ કંપનીની મૂળભૂત સેવા વેબ સર્ચ ઍન્જિન છે તથા કમ્પ્યુટર સોફ્ટવેર ગુગલ ક્રોમ, પિકાસા તેમજ ઈન્સ્ટન્ટ મેસેજ માટે ગુગલ ટોકની સુવિધા પણ આપે છે.
✔ નેક્સસ ફોન તેમજ આજકાલના સ્માર્ટ ફોનમાં વપરાતી ઑપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ પણ ખૂબ લોકપ્રિય...

📜 ઈતિહાસ 📜

✔ગૂગલની શરુઆત ૧૯૯૬માં એક સંસોધન કાર્ય દરમિયાન લેરી પેજ અને સર્જીબ્રિને કરી હતી.
✔એ સમયે લેરી અને સર્જી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થી તરીકે સંશોધન કાર્ય કરતા હતા.
✔ ત્યારે કોઈ પણ વેબ સાઈટનું અલગ અલગ મૂલ્યાંકન કરી શકે એવું ઍલ્ગરિધમ બનાવ્યું જેનું નામ પેજ રેન્ક આપ્યું.
✔તે સમયે ૧૯૯૬માં આઈડીડી ઇન્ફર્મેશન સર્વિસના રોબીન લીએ એક “રેન્કડેસ્ક “ નામનું નાનકડું સર્ચ ઍન્જિન બનાવ્યું.
✔ જે આ સિસ્ટમ પર જ કામ કરતુ હતું. રેન્કડેસ્કને લીએ પેટન્ટ કરાવીને “બાયડું” નામની ચીનમાં કંપની બનાવી..

📜 મુખ્ય સેવા 📜

⚫ સર્ચ ⚫

✔સર્ચ એ ગૂગલની સૌથી મોટી અને લોકપ્રિય સેવા છે.
✔ દુનિયામાં ઈન્ટરનેટ પર થતા સર્ચમાંથી ૬૫ %થી વધારે સર્ચ ગૂગલ પર થાય છે.
✔ ૧૦૦ બિલિયનથી વધારે સર્ચ દર મહીને ગૂગલ પર થાય છે. જેમાં અલગ અલગ પ્રકારે થતા સર્ચ ફોટો, બ્લોગ, સમાચાર સ્વરૂપે હોય છે.

⚫ ઈમેલ ⚫

✔જીમેલ નામની જાણીતી ઈમેલ સેવાની સરુઆત ૧ એપ્રિલ ૨૦૦૪માં કરવામાં આવી હતી. ત્યારે ૧ ગીગા બાઇટ સંગ્રહની સુવિધા સાથે શરૂઆત થયા બાદ અત્યારે ૧૦ ગીગા બાઇટથી વધારે સંગ્રહ કરવાની સગવડ આપે છે.
✔ જૂન ૨૦૧૨માં મળેલા સતાવાર આકડા મુજબ ગૂગલના ૪૨૫ મિલિયન સક્રિય વપરાશકર્તા નોંધાયેલા છે.

⚫ યુ ટ્યૂબ ⚫

✔ ૨૦૦૯માં ખરેદેલી સાઈટ વપરાશકર્તાને વિડીઓ અપલોડ કરવાની સુવિધા આપે છે.
✔ દુનિયાની સૌથી મોટી વીડિઓ સંગ્રહકર્તા સાઈટ છે.
✔યુ ટ્યૂબ પર દર સેકન્ડે ૧ કલાકનો વિડીઓ વપરાશકર્તા અપલોડ કરે છે.
✔ ૪ બિલિયનથી વધારે વીડિઓ દરરોજ જોવામાં આવે છે.

⚫ એડસેન્સ ⚫

✔ એડસેન્સએ ગૂગલની જાહેરાત માટેનો પ્રકલ્પ છે.
✔ જેમાં લખાણ, ફોટો અને વીડિઓ રૂપે સાઈટ /બ્લોગ ને અનુરૂપ જાહેરાત આવે છે.
✔ સાઈટના મુલાકાતીના લોકેશન કે છેલ્લે કરેલા વ્યવહારને અનુરૂપ જાહેરાત દર્શાવે છે.
✔જેના પર પે પર ક્લિક કે પે પર વ્યૂના હિસાબે કમાણી કરી શકાય છ.
✔આ સુવિધાની શરુઆત ૨૦૦૩માં કરવામાં આવી હતી.

✔વ્યવસાયિક બ્લોગરમાં એડસેન્ થી કમાણી એ મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે.
✔ ગૂગલની આવકનો ઘણોખરો ભાગ એડસેન્સમાંથી આવે છે.

⚫ મેપ્સ ⚫

✔ગૂગલ મેપ્સ જે પહેલા ગૂગલ લોકલથી ઓળખાતી સેવા છે.
✔આ સુવિધામાં ઉપગ્રહ દ્વરા લેવામાં આવેલા ચિત્રો દ્વારા બે સ્થળો વચ્ચેનું અંતર અને રસ્તા જાણવા માટેની સુવિધા છે.
✔ હાલના સ્માર્ટ ફોનમાં ગૂગલ મેપ્સની ઍપ્લિકેશનનો ઘણો વપરાશ થાય છે.

⚫ સમાચાર ⚫

✔ગુગલ સમાચાર ઍ ગૂગલની સમાચાર સેવા છે.
✔ જે તે દેશ અને દુનિયા ના તમામ હાલના સમાચાર ગૂગલ સમાચાર મા ઑનલાઇન વાંચી શકાય છે.

⚫ પુસ્તકો ⚫

✔ગૂગલ પુસ્તક સેવા ઍ ઑનલાઇન પુસ્તકો નુ ભંડોળ છે.
✔વપરાસકર્તા ઑનલાઇન પુસ્તકો વાંચી શકે છે.
✔ ઘણા બધા પુસ્તકો મફતમા ડાઉનલોડ કરી શકે છે.
✔ ઘણા બધા પુસ્તકો ઑનલાઇન ખરીદી પણ શકે છે.

⚫ ગૂગલ પ્લસ ⚫

✔ગૂગલ પ્લસ ઍ ગુગલની સોસિયલ નેટવર્કીંગ વેબસાઈટ છે.
✔જેમા ઉપયોગકર્તા તેમના પરિવારજનો અને મિત્રો સાથે જોડાય શકે છે.
✔ ઉપયોગકર્તા ગુગલ પ્લસ દ્વારા ફોટાઓ, લખાણ, વીડિયો વગેરે શેર કેરી શકે છે.
✔ગૂગલ પ્લસ ઍ તદ્દન નવી અને ખુબજ લોકપ્રિય વેબસાઇટ છે.

⚫ ગૂગલ પ્લે ⚫

✔ગૂગલ પ્લે ઍ ગુગલની ખાસ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ઑપરેટિંગ સિસ્ટમ માટેના સૉફ્ટવેર અને ગેમ્સ માટે ની વેબસાઇટ છે.
✔ જેમા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન માટે ઘણા બધા સૉફ્ટવેર, ગેમ્સ, ફિલ્મો, પુસ્તકો ઉપલબ્ધ છે.
✔વાપરસકર્તા તેમના સ્માર્ટ ફોન પરથી સીધુ જ ડાઉનલોડ કેરી શકે છે.

⚫ અનુવાદ ⚫

✔ગૂગલ અનુવાદ જે (ગુગલ ટ્રાન્સલેટ) તરીકે ઓળખાય છે.
✔તેમા લગભગ ૮૧ જેટલી ભાષાઓ છે.
✔જેનો અનુવાદ તમે બીજી ભાષા સાથે કરી શકો છે. દા.ત. ગુજરાતી ભાષા નો અનુવાદ અંગ્રેજી માં...

🙏 🙏🙏🙏🙏

📨 પન્નાલાલ પટેલ 📨

📝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📝

📮7 મે જન્મદિન 📮
📨 પન્નાલાલ પટેલ 📨
                  
⚫➖માત્ર ચાર ચોપડી ભણેલાને ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ સર્જન માટેનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર પન્નાલાલ પટેલનો જન્મ તા. ૭/૫/૧૯૧૨ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના માંડલી ગામમાં થયો હતો.

⚫➖ પિતાનું નામ નાનાલાલ અને  માતાનું નામ હીરાબા હતું.

⚫➖અભ્યાસ ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી કર્યો.

⚫➖ઈ.સ. ૧૯૩૬માં બાળપણમાં બાલ ગોઠીયા તરીકે ઉમાશંકરનો પરિચય થયો.

⚫➖તેમની અને સુંદરમની પ્રેરણાથી લખવાની શરૂઆત કરી.

⚫➖કૌટુબિંક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી કરી.

⚫➖ ત્યારપછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી કરી.

⚫➖ એ સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં ઑઈલમેન અને પછી મીટર – રીડીંગ કરનારની નોકરી સ્વીકારી.

⚫➖ચારપાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક તરીકે કામગીરી કરી.

⚫➖ત્યારપછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથેસાથે લેખનપ્રવૃત્તિ પણ ચાલુ રાખી.

⚫➖ ઈ.સ. ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ થયું.

📝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📝