Monday 8 May 2017

💐ઈશ્વર પેટલીકર💐

📨👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📨

🍫 9 મે જન્મદિન
💐ઈશ્વર પેટલીકર💐
              
📮➖ગુજરાતી  નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ (‘ઈશ્વર પેટલીકર’)નો  જન્મ ૯મી મે ૧૯૧૬ના રોજ ચરોતરના પેટલાદ તાલુકાના પેટલી ગામમાં થયો હતો.

📮➖પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પેટલી, મલાતજ અને સોજિત્રામાં લીધું હતું.

📮➖ ઈ.સ. ૧૯૩૫માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી.

📮➖વડોદરાની પુરુષ અધ્યાપનશાળામાં તાલીમ લઈ, ઈ.સ.૧૯૩૮માં ઉત્તમ પદની પદવી મેળવી.

📮➖ ઈ.સ. ૧૯૪૪ સુધી નેદરા અને સાણિયાદની શાળામાં શિક્ષણકાર્ય અને સાહિત્યસર્જનનો આરંભ કર્યો.

📮➖આણંદથી પ્રકાશિત થતા ‘પાટીદાર’ અને ‘આર્યપ્રકાશ’નું સંપાદન તથા લગ્નસહાયક કેન્દ્રનું સંચાલન. ‘લોકનાદ’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘સ્ત્રી’, ‘નિરીક્ષક’ વગેરે પત્રો-સામયિકોમાં સામાજિક અને રાજ્કીય વિષયો ઉપર નિયમિત કટારલેખક હતા .

📮➖તેમણે ‘નારાયણ’, ‘પરિવ્રાજક’  જેવા ઉપનામથી સાહિત્ય સર્જન કર્યું હતું.
                        
📮➖ગ્રામીણ સમાજ એની પૂરેપૂરી લાક્ષણિકતાઓ સાથે નિરૂપતી નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓએ એમને સાહિત્યક્ષેત્રે આગવું સ્થાન અપાવ્યું છે.

📮➖એમની પ્રથમ નવલકથા ‘જનમટીપ’ માં મહીકાંઠાના ખેડ-ઠાકરડાની પછાત કોમનાં પાત્રો અને તેમના લોકવ્યવહારની સાથે કથાનાયિકા ચંદાની ખુમારી અને છટાનું પ્રભાવક રીતે નિરૂપણ થયું છે.

📮➖એમની શ્રેષ્ઠ ગણાયેલી નવલકથા ‘ભવસાગર’ માં ગ્રામીણ સમાજની સાથે માનવીના આંતરમનની સંકુલ વાસ્તવિકતાનું કરુણ અને સ્પર્શક્ષમ આલેખન થયું છે.

📮➖ ‘પંખીનો મેળો’ અને તેના અનુસંધાનમાં લખાયેલી ‘પાતાળકૂવો’ માં ચોર-બહારવટિયાઓના આંતરબાહ્ય જીવનનું અને પોલીસોની ખટપટોનું રોમાંચક લાગે તેવું પણ મર્મસ્પર્શી ચિત્રણ છે.

👨‍❤‍👨 સમીર પટેલ 👨‍❤‍👨
📨👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📨

📨👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📨

📮➖‘કાજળની કોટડી’ માં સ્વરાજ્ય મળ્યા પછીની પોલીસતંત્રની આંટીઘૂંટીઓનું આલેખન છે.

📮➖આ ઉપરાંત ‘ધરતીનો અવતાર’, ‘કંકુ ને કન્યા’ ‘મારી હૈયાસગડી’ વગેરે નવલકથાઓમાં ગ્રામપ્રદેશનાં મનુષ્યોનાં સુખદુઃખ, આશાનિરાશા, સાંત્વનો, સમસ્યાઓ, રાગદ્વેષ, ગુણદોષ વગેરેનું એમણે પોતાના નક્કર અનુભવો તથા સમુચિત ભાષાશૈલીના બળ વડે સ્પર્શક્ષમ નિરૂપણ કર્યું છે.

📮➖ગ્રામજીવનની સજીવ અને રસિક નવલકથાઓની સાથોસાથ એમણે સાંપ્રત નગરજીવનને આલેખતી ‘તરુણા ઓથે ડુંગર’, ‘યુગના એંધાણ’, ‘ઋણાનુબંધ’, ‘લાક્ષાગૃહ’, ‘જૂજવાં રૂપ’, ‘સેતુબંધ’, ‘અભિજાત’ વગેરે નવલકથાઓ પણ આપી છે.

📮➖ આ ઉપરાંત તેમણે ‘લોહીની સગાઈ’, ‘દિલનું દર્દ’, ‘ગૃહત્યાગ’, ‘મધુરાં સ્વપ્નાં’, ‘ચતુર મુખી’ ઇત્યાદિ વાર્તાઓ હૃદયસ્પર્શી અને નોંધપાત્ર છે.

📮➖‘પારસમણિ’, ‘ચિનગારી’, ‘આકાશગંગા’, ‘કથપૂતળી’ વગેરે એમના નવલિકાસંગ્રહો છે.

📮➖‘ગ્રામચિત્રો’, ‘ધૂપસળી’, ‘ગોમતીઘાટ’ અને ‘વિદ્યાનગરના વિશ્વકર્મા’ એમનાં ચરિત્રલક્ષી પુસ્તકો છે.

📮➖ ઈ.સ. ૧૯૬૦ થી અમદાવાદમાં સ્થાયી થયા.

📮➖પત્રકારત્વની સાથે સમાજસુધારાની પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર વધુ સક્રિય રહ્યા.

📮➖ઈ.સ.૧૯૬૧માં રણજિતરામ સુવર્ણંચંદ્રક એનાયત થયો હતો.

📮➖તેમનું તા.૨૨ ઓક્ટોબર ૧૯૮૩માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું.

🏹જ્ઞાન કી દુનિયા 🏹
⚫📝સમીર પટેલ 📝⚫

No comments:

Post a Comment