Monday 8 May 2017

📨 પન્નાલાલ પટેલ 📨

📝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📝

📮7 મે જન્મદિન 📮
📨 પન્નાલાલ પટેલ 📨
                  
⚫➖માત્ર ચાર ચોપડી ભણેલાને ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ સર્જન માટેનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર પન્નાલાલ પટેલનો જન્મ તા. ૭/૫/૧૯૧૨ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના માંડલી ગામમાં થયો હતો.

⚫➖ પિતાનું નામ નાનાલાલ અને  માતાનું નામ હીરાબા હતું.

⚫➖અભ્યાસ ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી કર્યો.

⚫➖ઈ.સ. ૧૯૩૬માં બાળપણમાં બાલ ગોઠીયા તરીકે ઉમાશંકરનો પરિચય થયો.

⚫➖તેમની અને સુંદરમની પ્રેરણાથી લખવાની શરૂઆત કરી.

⚫➖કૌટુબિંક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી કરી.

⚫➖ ત્યારપછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી કરી.

⚫➖ એ સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં ઑઈલમેન અને પછી મીટર – રીડીંગ કરનારની નોકરી સ્વીકારી.

⚫➖ચારપાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક તરીકે કામગીરી કરી.

⚫➖ત્યારપછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથેસાથે લેખનપ્રવૃત્તિ પણ ચાલુ રાખી.

⚫➖ ઈ.સ. ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ થયું.

📝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📝

No comments:

Post a Comment