Sunday 9 April 2017

🛍āŠ›āŠĪ્āŠ°āŠŠāŠĪિ āŠķિāŠĩાāŠœી🛍

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

🛍છત્રપતિ શિવાજી🛍

🛡〰ભારતના આઝાદીના પ્રથમ મરજીવા અને લોકશાહીના સફળ રાજ્યકર્તા છત્રપતિ શિવાજીનો જન્મ તા. ૧૦/૪/૧૬૨૭ના રોજ પૂનાથી દક્ષીણે શિવનેરી દુર્ગમાં મરાઠા ઉમરાવ શાહજી ભોસલે અને જીજાબાઇના ઘેર થયો હતો.

🛡〰દાદા કોડદેવે તેમનો ઉછેર કર્યો હતો.

🛡〰 દક્ષિણની ગરીબ ખડતલ પણ પીસાતી અને ઉપરાઉપરી લૂંટફાટથી ત્રાસેલી પ્રજાને તેમણે હૂફ અને રક્ષણ આપ્યું.

🛡〰પછીના સમયમાં એક રાજા તરીકે નહી પણ પિતા તરીકે તેમણે પોતાની પ્રજા પર વાત્સલ્યપૂર્ણ વ્યવહાર કર્યો. તેઓ સાહસિક લડવૈયા  હતા.

🛡〰પ્રજાને શાંતિ અને સમૃદ્ધિ આપ્યા. માતા  જીજાબાઇ અને સંત રામદાસે તેમના જીવનમાં  ઘણું આદરપૂર્વક સ્થાન આપ્યું.

🛡〰શિવાજી એ રાજ્યના ઉત્તમ વહીવટ માટે અષ્ટપ્રધાનમંડળની રચના કરી હતી.

🛡〰છઠ્ઠી જુન ૧૬૭૪ના રોજ રાયગઢમાં એમનો રાજ્યાભિષેક થયો અને સેનાપતિ શિવાજી ‘ છત્રપતિ’ બન્યા.

🛡〰 સ્વામી રામદાસ તેમના માર્ગદર્શક ગુરૂ હતા. સંત તુકારામનો તેમના પર ખૂબ પ્રભાવ પડ્યો હતો. તેઓ ચારિત્ર્યવાન રાજવી હતા.

🛡〰 તેમણે સિંહગઢ , તોરણા,રાજગઢ,કોડાણાના કિલ્લા જીતી મોગલ સેનાપતિની ઊંઘ હરામ કરી નાખી હતી.

🛡〰 એમણે આપેલી હિંમત, નૈતિક તાકાત, ભક્તિ અને સર્મપણ ભાવના આજે પણ યાદ રાખવા જેવા છે.

🛡〰પ્રજાની પાસેથી આકરું ત્રાસદાયક મહેસુલ ઉઘરાવતા અમલદારોને જોઈ તેમણે જમીન જાગીર બક્ષીસ આપવાનું બંધ કર્યું.

🛡〰રોકડ નાણું જ પગાર તરીકે આપતા. ખેડૂતોની સ્થિતિ એમના અમલમાં સારી અને સુધારી હતી.

🛡〰એક ઉત્તમ સેનાપતિ, રાષ્ટ્રભક્ત, સફળ વહીવટકર્તા અને માનવતાવાદી મહાપુરૂષ તરીકે છત્રપતિ શિવાજી સદાય યાદ રહેશે.

🛡〰તેમનું જીવન સાદું,સંયમી અને પરોપકારી બન્યું હતું. તેઓ ૫૩ વર્ષ જીવન જીવી ચોથી એપ્રિલ ૧૬૮૦માં અવસાન થયું.

📮સમીર પટેલ 📮
🏵🌻 જ્ઞાન કી દુનિયા 🌻🏵