Sunday, 8 January 2017

💐14મો પ્રવાસી ભારતીય દિવસ💐

💐14મો પ્રવાસી ભારતીય દિવસ💐


🌺વર્તમાનમાં લગભગ 3.12 કરોડ ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં વસેલા છે, ભારતના પ્રથમ ‘પ્રવાસી ભારતીય દિવસ’નું આયોજન જાન્યુઆરી 2003 માં દિલ્હી ખાતે થયું હતું. અત્યાર સુધી કૂલ 13 પ્રવાસી ભારતીય દિવસ ઉજવાઇ ગયા છે

🌺13મા પ્રવાસી ભારતીય દિવસનું આયોજન મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા તે વાતને 100 વર્ષ પૂર્ણ થતાં તેની યાદગીરી સ્વરૂપે જાન્યુઆરી 2015માં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો

🌺સામાન્ય રીતે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન દિલ્હીની બહાર એવા રાજ્યોની સાથે ભાગીદારી કરી  કરવામાં આવે છે જ્યાં પ્રવાસી ભારતીઓની સંખ્યા વધારે હોય

🌺આ સંમેલનના લીધે ખાસ કોઈ પરિણામ મેળવી શકાયું નથી આથી, આ એક પુનરાવર્તિત સંમેલન બની ગયું હતું

🌺આથી વિદેશમંત્રાલય દ્વારા આ સંમેલનને નવું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, હવે પછીથી પ્રવાસી ભારતીય દિવસ 2 વર્ષમાં 1 વાર ઉજવવામાં આવશે

🌺14મો પ્રવાસી ભારતીય દિવસ સમારોહ કર્ણાટકના બેંગલુરુ ખાતે 7 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી સુધી યોજાશે

🌺7 જાન્યુઆરી ના રોજ ‘યુવા પ્રવાસી ભારતીય દિવસ’નું ઉદઘાટન કેન્દ્રિય રમત ગમત મંત્રી વિજય ગોયલ અને વિદેશ રાજ્ય મંત્રી જનરલ વી.કે.સિંહ દ્વારા કરવામાં આવશે, સુરીનામના 36 વર્ષના ઉપ-રાષ્ટ્રપતિ ‘માઈકલ અશ્વિન અધીન’ સમારંભના વિશેષ અતિથિ બનશે

🌺યુવા પ્રવાસી ભારતીય કાર્યક્રમમાં યુવા પ્રવાસી ભારતીયોને ભારતની સંસ્કૃતિ અને વિરાસતની સાથે-સાથે સમકાલીન ભારત એમ બંને વિશે જાગરૂકતા વધારવા અને ભારતીય જડો સાથે તેમને જોડવા માટેના પ્રયત્ન કરવામાં આવશે

🌺ઉદઘાટન સત્ર ‘ભારતના પરીવર્તનમાં પ્રવાસી ભારતીય યુવાઓની ભૂમિકા’ વિષય પરથી કરવામાં આવશે

🌺‘ભારતને ઓળખો’ કાર્યક્રમ અંતર્ગત યુવા પ્રવાસી ભારતીય દિવસે કૂલ 160 યુવાઓ ભાગીદારી કરશે

🌺8 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસના સંમ્મેલનનું ઉદઘાટન ભારતના વડાપ્રધાનશ્રી કરશે, પોર્ટુગલના પ્રધાનમંત્રીશ્રી ડૉ.એનટોનીયો કોસ્ટા ઉદઘાટન કાર્યક્રમના મુખ્ય અતિથિ બનશે.