Sunday 2 April 2017

🎾🎾‘ચાઈનામેન બોલર’🎾🎾

🎾🎾‘ચાઈનામેન બોલર’🎾🎾

🍋કુલદિપ ભારત તરફથી ટેસ્ટ રમનારો સૌપ્રથમ ‘ચાઈનામેન બોલર’

🍋૧૯33ની ટેસ્ટ્થી ‘ચાઈનામેન’ શ્બ્દ ક્રિકેટ્માં પ્રવેશ્યો.

🍋ચાઈનામેન બોલિંગ એટલે શું?

🍋ડાબા હાથના કાંડાથી બોલને ઓફ સ્પિન કરવાની ટેકનિક.

👑કૃષ્ણકુમારસિંહ ગોહીલ👑

👑કૃષ્ણકુમારસિંહ ગોહીલ👑

🍃જન્મની વિગત
૧૯ મે , ૧૯૧૨
ભાવનગર , ગુજરાત

💐મૃત્યુની વિગત
૨ એપ્રિલ , ૧૯૬૫
ભાવનગર , ગુજરાત

🎯રહેઠાણ નિલમબાગ પેલેસ , ભાવનગર

⛳ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી
કૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે , ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા.

⛳🏹સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું.

⛳ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા

🖌ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને

🗳ભાવનગર રાજ્યની "ધારાસભા" ની રચના વગેરે આગળ ધપાવ્યા.

✏પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા.
✏છતાં તેઓ હંમેશા "ભારતની સ્વતંત્રતા" માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા.

💎ઇ.સ. ૧૯૪૮માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું.ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો જે આજે જાહેર જીવનમાં જોવા મળતો નથી.

📌📌 એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા.

🖍ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. ૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયુ.

📍📍ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, આ અંગેનું વિધેયક મંગળવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૧૨માં સર્વાનુમતે પસાર થયું હતું. જેને લીધે ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ પણ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અધિનિયમ તરીકે ઓળખાય છે.

📝✏ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.

🎉🐄🐄🐄🐄બ્રાઝિલમાં કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને'ભાવનગર’ નામે વસાહત :

બ્રાઝિલ દેશમાં મોટી જાગીર અને વિશાળ ફાર્મ ધરાવતા સેલ્સો ગ્રાસિયા નામના ધનિક પશુપાલક સીડ પશુની ઓલાદ સુધારવા માટે કૃષ્ણકુમારસિંહજી પાસેથી ગીરની જાતવંત બે ગાયો અને વધારામાં એક ધણખૂંટ આ ત્રણેય પશુઓને લઈ પોતાના દેશ બ્રાઝિલમાં ગયો. ગીર ગાયની ઓલાદ એટલી બધી માફક આવી ગઈ કે, ક્રમે ક્રમે ગીરની ગાયો બ્રાઝિલના પશુ પ્રદર્શનમાં ઈનામો મેળવતી થઈ. આખા બ્રાઝિલ દેશમાં ભાવનગર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ ગૂંજવા લાગ્યું 'ભાવનગર’નામે એક વસાહત,કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ગીર ગાયની સ્મૃતિમાં ચલણી સિક્કાઓ બહાર પડ્યા

🙏🏻✍🏻 યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)  👑🙏🏻

💥💥RBI - બેંક્નો સ્થપનાદિવસ- ૧ એપ્રિલ ૧૯3૫💥💥

💥💥RBI -
આજે ભારતીય રિઝર્વ બેંક્નો સ્થપનાદિવસ- ૧ એપ્રિલ ૧૯3૫💥💥

🍋ભારતીય રિઝર્વ બેન્ક ભારતની કેન્દ્રીય બેન્ક છે. તે ભારતની તમામ બેન્કોની સંચાલક છે.

🍋રિઝર્વ બેન્ક ભારતની અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરે છે.

🍋તેની સ્થાપના ૧ એપ્રિલ ૧૯3૫ના દિવસે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯3૪ મુજબ થઇ હતી.

🍋બાબા સાહેબ આંબેડકરે ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમના સિદ્ધાંતોના આધારે જ ભારતીય રિઝર્વ બેન્કનું માળખું તૈયારકરાયું હતું.

🍋પ્રથમ RBI Governor         – ઓસ્બોર્ન સ્મિથ

🍋પ્રથમ ભારતીય RBI Governor -સી.ડી.દેશમુખ

🍋હાલના વર્તમાન RBI Governor – ઉર્જિત પટેલ.

🌺💐ફિલ્ડમાર્શલ સામ માણેકશા💐🌺

⏰👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⏰

👁‍🗨૩ એપ્રિલ 👁‍🗨
🌺💐ફિલ્ડમાર્શલ સામ માણેકશા💐🌺
                                     
🌻🔜ભારતીય સૈન્યના ભૂમિદળના ભૂતપૂર્વ વડા જનરલ સામ હોરમસજી ફામની જમશેદજી માણેકશાનો જન્મ તા. ૩/૪/૧૯૧૪ના રોજ અમૃતસરમાં થયો હતો.

🌻🔜પિતાનું નામ હોરમસજી હતું.

🌻🔜તેમણે અમૃતસરની કોલેજમાં શિક્ષણ લીધું હતું.

🌻🔜પિતાની જેમ તેમને ડોક્ટર થવું હતું પરંતુ દહેરાદૂનમાં ઉપડેલી ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં નામ નોધાવ્યું. તેમાં પસંદગી થઇ અને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ.

🌻🔜ઈ.સ. ૧૯૩૪મ કમિશન્ડઓફિસર બન્યા બાદ કેપ્ટન બન્યા.

🌻🔜ઈ.સ. ૧૯૪૨માં જાપાને મ્યાનમાર (બ્રહ્મદેશ) પર આક્રમણ કર્યું ત્યારે તેમણે અસાધારણશૌર્યનો પરિચય કરાવી ઘાયલ થવાનું પસંદ કર્યું.

🌻🔜 આ સમયે અંગ્રેજી સેનાપતિએ તેમના બચવાની આશા છોડી દીધી હતી.

🌻🔜તેમનું મરણોત્તર બહુમાન કરવાને બદલે હયાતીમાં જ બહુમાન કરવાની ભાવનાથી પ્રેરાઈને ૧૭મી ડિવિઝનના કમાન્ડર મેજર જનરલ હોવાને યુદ્ધભૂમિ પર પોતાનો મિલિટરીક્રોસ માણેકશાના પોશાક પર લગાડી દીધો અને લશ્કરી ઐતિહાસિકની એક અન્ય ઘટનાને આકાર લીધો.

🌻🔜 ૨૨ ફેબુઆરી ૧૯૪૨ના રોજ યુદ્ધભૂમિ પર  મિલિટરી ક્રોસ મેળવવાનું વિરલ તેમણે પ્રાપ્ત થયું હતું.

🌻🔜માણેકશા વતનમાં પાછા આવ્યા ત્યારે અહી ઐતિહાસિક પરિવર્તન થઇ રહ્યું હતું.

🌻🔜દેશમાં ભાગલાના અને અંગ્રેજોની વિદાયના ભણકારા વાગી રહ્યા હતા.

🌻🔜 ભારત સ્વતંત્ર થતાં જ પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. તેનો જવાબ  આપવા માટે ફરી એક વખત માણેકશાને તક મળી.

🌻🔜તેમને ઈ.સ. ૧૯૬૨માં ચીની આક્રમણ વેળા નેફા મોરચે નોંધપાત્ર કામગીરી બાદ વિવાદ ઉભો થયો.

🌻🔜સંરક્ષણપ્રધાન કૃષ્ણમેનન દ્વારા ત્રણ સભ્યોનું તપાસપંચ તેમની સામે નીમવામાં આવ્યું.

🌻🔜અલબત્ત પંચે તેમણે નિર્દોષ ઠેરવ્યા અને ઘટના બાદ તેમનો અસાધારણ હિંમત, યુદ્ધનિપુણતા  અને વ્યવ્સ્થાશાક્તિની કદર રૂપે તેમણે લેફ્ટનન્ટ જનરલનો હોદ્દો એનાયત થયો.

🌻🔜ત્યારપછી તેઓ ઈ.સ. ૧૯૬૪માં જનરલ ઓફિસર કમાન્ડીંગ તરીકે લશ્કરના પશ્ચિમવિભાગના અને ઈ.સ. ૧૯૬૫માં લશ્કરમાં પૂર્વ વિભાગના વડા બન્યા.

🌻🔜ઈ.સ. ૧૯૬૯ સુધીમાં તેઓ સેનાધિપતિ બન્યાં.

🌻🔜આ સૌમાં તેમની ઈ.સ. ૧૯૭૧ની શિરમોર કારકિર્દી ભારે યશસ્વી નીવડી બાંગ્લાદેશના સર્જન પૂર્વ ડીસેમ્બર ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાનની લશ્કર સાથે ૧૨ દિવસનું યુદ્ધ ખેલીને તેમણે ભારતને વિજયી બનાવ્યું.

🌻🔜ગુજરાતી ઉપરાંત પંજાબી,પુશ્તો,ગોર્ખાલી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ ઉપર એમને અચ્છો કાબૂ હતો.

🌻🔜તેમને ઈ.સ. ૧૯૬૭માં’ પદ્મભૂષણ ‘ નો ખિતાબ , ઈ.સ. ૧૯૭૨માં ‘ પદ્મભૂષણ’નો અને ઈ.સ. ૧૯૭૦માં અમેરિકન એવોર્ડ એ ઈ.સ. ૧૯૭૯માં ‘ શક્તીપદ ઓવ નેપાળ’ એવોર્ડ મળ્યો હતો. 
🌻🔜તેમનું અવસાન તા. ૨૭/૬/૨૦૦૮નારોજ થયું હતું.

😊🎯સમીર પટેલ
🔊🌿જ્ઞાન કી દુનિયા 🌿🔊