🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ* 🏅
 
🎯 *ધોરણ-10* 
🎯 *વિષય-ગુજરાતી* 
✍🏻 *'ભૂલી ગયા પછી' એકાંકીના લેખક કોણ છે ?*
A.રતિલાલ બોરીસાગર
B.ચંદ્રકાંત પંડ્યા
 *C.રઘુવીર ચૌધરી* ✔
D.અરવિંદ પંડ્યા
✍🏻 *રઘુવીર ચૌધરીનું પૂરું નામ જણાવો.*
A.રઘુવીર નટવરસિંહ ચૌધરી
 *B.રઘુવીર દલસિંહ ચૌધરી* ✔
C.રઘુવીર પ્રણયસિંહ ચૌધરી
D.રઘુવીર પ્રતાપસિંહ ચૌધરી
✍🏻 *નીચેનામાંથી અયોગ્ય જોડણી શોધો.*
A.નૈસર્ગિક
B.યુનિફોર્મ
C.પ્રફુલ્લિત
 *D.શીબીર*✔
🎯 *સાચી જોડણી:-શિબિર*
✍🏻 *સાહસ* નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
A.અસાહસ
 *B.દુ:સાહસ* ✔
C.આરામ
D.નિસાહસ
✍🏻 *'ભૂલી ગયા પછી' એકાંકી અંશ રઘુવીર ચૌધરીની કઈ એકાંકી માંથી લેવામાં આવ્યો છે ?*
A.ડિમલાઈટ
B.તિલક
C.ઝૂલતા મિનારા
 *D.ત્રીજો પુરુષ*✔
✍🏻 *વાઈરલ ઈન્ફેક્શન* નિબંધના લેખક કોણ છે ?
 *A.ગુણવંત ભૂષણલાલ શાહ*✔ 
B.રઘુવીર દલસિંહ ચૌધરી
C.સુરેશ હરિપ્રસાદ જોષી
D.આત્માર્પિત અપૂર્વજી
✍🏻 *શ્રીમદ્ રાજચંદ્રને કેટલા વર્ષની ઉંમરે શતાવધાની શક્તિ સિદ્ધ થયેલી હતી ?*
A.15
B.17
 *C.19* ✔
D.21
🎯 *સતાવધાની શક્તિ :-* એક સાથે સો વસ્તુઓ યાદ રાખવાની શક્તિ.
✍🏻 *શ્રીમદ્દ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત ક્યાં થઈ હતી ?*
A.અમદાવાદ
 *B.મુંબઈ* ✔
C.કોલકત્તા
D.દિલ્હી
✍🏻 *આત્માર્પિત અપૂર્વજીએ તેમની કૃતિ વિરલ વિભૂતિમાં કોનું જીવનચરિત્ર આલેખ્યું છે ?*
A.મહાત્મા ગાંધીજી
 *B.શ્રીમદ્દ રાજચંદ્ર* ✔
C.રવિશંકર મહારાજ
D.સરદાર પટેલ
✍🏻સમાસ ઓળખાવો.
*પક્ષીપ્રેમ*
A.અવ્યવીભાવ
B.ઉપપદ
C.દ્ધંદ્ધ
 *D.તત્પુરુષ*✔
✍🏻નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો.
 *પત્રચેષ્ઠા,ભજનાનંદ,જીવનશૈલી* 
A.તત્પુરુષ
B.દ્ધન્દ્ધ
 *C.મધ્યમપદલોપી* ✔
D.ઉપપદ
✍🏻નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો.
*હ્રદય છલકાઈ જવું*
 *A.આનંદિત થઈ ઊઠવું* ✔
B.દુ:ખ થવું
✍🏻 *'ગોકુળ-મથુરા-દ્રારકા', 'સોમતીર્થ' અને 'લાગણી' કોની નવલકથાઓ છે ?*
A.ગુણવંત શાહ
 *B.રઘુવીર ચૌધરી* ✔
C.આત્માર્પિત અપૂર્વજી
D.સુરેશ જોષી
✍🏻 *નીચેનામાંથી કઈ એક જોડણી અયોગ્ય છે ?*
A.પ્રીતિ
B.વરિયાળી
C.અઠવાડિયું
 *D.ખાસીયત*✔
🎯 *સાચી જોડણી:-ખાસિયત*
✍🏻 *'જાત ભણીની જાત્રા' અને 'બિલ્લો ટિલ્લો ટચ' કયા સાહિત્યકારની આત્મકથા છે ?*
A.વિનોદ જોશી
 *B.ગુણવંત શાહ* ✔
C.રમેશ પારેખ
D.પન્નાલાલ પટેલ
✍🏻 *વિનોદ જોશીનું પૂરું નામ જણાવો.*
A.વિનોદ હરિદાસ જોશી
B.વિનોદ ગોવિંદદાસ જોશી
C.વિનોદ રમણલાલ જોશી
 *D.વિનોદ હરગોવિંદદાસ જોશી*✔
✍🏻 *વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન .............. છે.*
A.ભાવનગર
B.ચોટીલા
 *C.બોટાદ* ✔
D.અમદાવાદ
✍🏻 *નીચેનાપૈકી કયો એક કાવ્યસંગ્રહ વિનોદ જોશીનો નથી ?*
A.ઝાલર વાગે જૂઠડી
B.શિખંડી
C.તુણ્ડિલતુણ્ડિકા
 *D.ઉપરોક્ત ત્રણેય તેમના છે.*✔
✍🏻 *'હું એવો ગુજરાતી' કાવ્યના કવિ કોણ છે ?*
A.રાવજી પટેલ
B.ઉમાશંકર જોશી
C.ગુણવંત શાહ
 *D.વિનોદ જોશી*✔
✍🏻 *નીચેનામાંથી 'આયુધ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?*
A.સુધા
B.વિષ
 *C.શસ્ત્ર* ✔
D.પિંડ
✍🏻 *હું એવો ગુજરાતી કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે ?*
A.શેત્રુંજી
B.કાળુભાર
C.તાપી
 *D.નર્મદા*✔
✍🏻 *વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ અયોગ્ય છે ?*
A.આશિષ × અભિશાપ
 *B.સુધા × અમૃત* ✔
C.સ્મિત × રુદન
D.ધવલ × શ્યામ
 🎯 *સુધા × વિષ*
🙏🏻 *Share With Your Friends* 🙏🏻
