Tuesday 2 October 2018

ðŸŽŊ *āŠ§ોāŠ°āŠĢ - 10*

🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ*  🏅

🎯 *ધોરણ - 10*
🎯 *વિષય:- ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય*

✍🏻 *'દીકરી' ગઝલનાં રચાયિતા કોણ છે ?*

A.ગની દહીંવાલા
B.અમૃત ઘાયલ
*C.અશોક ચાવડા* ✔
D.રાજેન્દ્ર શાહ

✍🏻 *અશોક ચાવડા 'બેદિલ' નું પૂરું નામ જણાવો.*

A.અશોક મણિશંકર ચાવડા
*B.અશોક પીતાંબર ચાવડા* ✔
C.અશોક રવિશંકર ચાવડા
D.અશોક શાન્તિલાલ ચાવડા

✍🏻 *વિરૂદ્ધાર્થી શબ્દોની કઈ એક જોડ અયોગ્ય છે ?*

A.શરમ × બેશરમ
*B.સમજ × ગેરસમજ*
C.ભીનું × સુકું
D.સ્વર્ગ × નર્ક

🎯 *સમજ × નાસમજ*

✍🏻 *ફડક* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.સાડીનો પાલવ
B.વિસ્તાર
*C.ચિંતા* ✔
D.પલકારો

✍🏻 *ફલક* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.ટૂકડો
*B.વિસ્તાર* ✔
C.ચિંતા
D.પલકારો

✍🏻 *ગુણવંત ભૂષણલાલ શાહનું વતન જણાવો.*

*A.સુરત જિલ્લાનું રાંદેર* ✔
B.કરછ જિલ્લાનું ખંભરા
C.અમરેલી જિલ્લાનું સાવરકુંડલા
D.ભરૂચ જિલ્લાનું મિયામાતર

✍🏻 *'કાર્ડિયોગ્રામ','રણ તો લીલાંછમ','વગડાને તરસ ટહૂકાની' અને 'વિચારોનાં વૃંદાવનમાં' નામના નિબંધસંગ્રહો કોના છે ?*

A.રતિલાલ બોરીસાગર
B.વિનોદ જોશી
*C.ગુણવંત શાહ* ✔
D.અશોક ચાવડા

✍🏻 *રતિલાલ મોહનલાલ બોરીસાગરનું જન્મસ્થળ જણાવો.*

A.અમરેલી
*B.સાવરકુંડલા* ✔
C.ધારી
D.બગસરા

✍🏻 *'સંભવામિ યુગેયુગે' હાષ્યનવલના કર્તા કોણ છે ?*

A.જ્યોતિન્દ્ર દવે
*B.રતિલાલ બોરીસાગર* ✔
C.હરીન્દ્ર દવે
D.ગુણવંત શાહ

✍🏻 *'ડાળખીથી સાવ છૂટા' કવિતાસંગ્રહ  કયા સાહિત્યકારનો છે ?*

*A.અશોક ચાવડા* ✔
B.હરીન્દ્ર દવે
C.રમેશ પારેખ
D.ગુણવંત શાહ

✍🏻 *'પગલાં તળાવમાં' અને 'પગરવ તળાવમાં' નામની ગઝલસંગ્રહના રચાયિતા કોણ છે ?*

A.ગની દહીંવાલા
B.અમૃત ઘાયલ
*C.અશોક ચાવડા* ✔
D.રાજેન્દ્ર શાહ

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.દીકરી
B.ફરિયાદ
C.પુરસ્કૃત
*D.પ્રતિક*✔

🎯 *પ્રતીક*

✍🏻 ' *હાથ દેવો*' રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો.

A.મદદ આપવી
B.સહારો આપવો
C.હૂંફ આપવી
*D.ઉપરોક્ત ત્રણેય*✔

✍🏻 *નીચેનામાંથી કયું એક જોડકું અયોગ્ય છે ?*

*A.અભિનવ - અદાકારી* ✔
B.અલિ - ભમરો
C.ઉદર - પેટ
D.અફળ - નિષ્ફળ

🎯  *અભિનવ:- તદ્દન નવું*
*અભિનય:- અદાકારી*

✍🏻 *નીચેનામાંથી કયો એક શબ્દ  સમાસ મધ્યમપદલોપી સમાસનો નથી ?*

A.કન્યાકેળવણી
B.મિલમજૂર
C.પત્રચેષ્ઠા
*D.ઉપરોક્ત ત્રણેય મધ્યમપદલોપી સમાસ છે.*✔

✍🏻નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો.
*પમરેશ્વર,વૃદ્ધાવસ્થા,બાળવય*

A.દ્વન્દ્ધ
B.તત્પુરુષ
*C.કર્મધારય* ✔
D.અવ્યવીભાવ

✍🏻 *'ગાંધીના ચશ્મા' નામની કૃતિ કોની છે ?*

A.હરીન્દ્ર દવે
*B.ગુણવંત શાહ* ✔
C.અશોક ચાવડા
D.રતિલાલ બોરીસાગર

✍🏻 *'મરક મરક','આનંદલોક','એન્જોયગ્રાફી' અને 'તિલક કરતાં ત્રેસઠ થયાં' વગેરે હાષ્યલેખોનાં કર્તા કોણ છે ?*

A.જ્યોતિન્દ્ર દવે
B.વિનોદ જોશી
*C.રતિલાલ બોરીસાગર* ✔
D.ગુણવંત શાહ

✍🏻 *'કારગત' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*

A.કારતક
B.ત્રાસ
*C.સફળ* ✔
D.વ્યર્થ

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.યુનિવર્સિટી
B.દિલગીરી
C.મિનિટ
*D.વિજળી*✔

🎯 *વીજળી*

✍🏻 *'સૂગ હોવી'* રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો.

A.અક્કલ હોવી
B.ગુસ્સો ચડવો
C.જાણકારી હોવી
*D.ચીતરી ચડવી*✔

✍🏻 *'મરો ત્યાં સુધી જીવો'માંથી નીચેનાપૈકી કયું એક પ્રકરણ લેવામાં આવ્યું છે ?*

*A.વાઈરલ ઈન્ફેક્શન(ગુણવંત શાહ)* ✔
B.છત્રી(રતિલાલ બોરીસાગર)
C.દીકરી(અશોક ચાવડા)
D.માધવને દીઠો છે ક્યાંય ?(હરીન્દ્રદવે)

✍🏻 *શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.*

  પવનની લહેર

A.વંટોળ
*B.લેરખી* ✔
C.લહેજત
D.સરવત

✍🏻 *'સોંઘારત* ' શબ્દનું શિષ્ટરૂપ આપો.

A.આભૂષણ
B.શાહુકાર
*C.સસ્તું* ✔
D.હવામાન

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.રિસેસ
*B.યાદગિરી* ✔
C.એસોસિએશન
D.રોજનીશી

🎯 *યાદગીરી*

✍🏻 *સાચી જોડણી શોધો.*

A.ટીકીટ
B.ટિકીટ
C.ટીકિટ
*D.ટિકિટ*✔

🙏🏻 *Share With Your Friends* 🙏🏻

No comments:

Post a Comment