Tuesday 2 October 2018

🏅 *āŠŠાāŠ ્āŠŊāŠŠુāŠļ્āŠĪāŠ• āŠŠāŠ° āŠ†āŠ§ાāŠ°િāŠĪ āŠ•્āŠĩિāŠ* 🏅

🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ*  🏅

🎯 *ધોરણ-10*
🎯 *વિષય:-ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ*

✍🏻 *હરીન્દ્ર દવેનું પૂરું નામ જણાવો.*

*A.હરીન્દ્ર જયંતીલાલ દવે* ✔
B.હરીન્દ્ર મહેન્દ્રલાલ દવે
C.હરીન્દ્ર નગીનલાલ દવે
D.હરીન્દ્ર જયશંકર દવે

✍🏻 *હરીન્દ્ર દવે વ્યવસાયે ................. હતા.*

A.શિક્ષક
*B.પત્રકાર* ✔
C.ક્લાર્ક
D.ડોક્ટર

✍🏻 *'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ?*

A.ગુણવંત શાહ
*B.હરીન્દ્ર દવે* ✔
C.સુરેશ જોશી
D.અશોક ચાવડા

✍🏻 *હરીન્દ્ર દવે વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.'આસવ','મૌન','સૂર્યોપનિષદ',અને 'હયાતી' તેમના કાવ્યસંગ્રહો છે.

B.'અગનપંખી','પળના પ્રતિબિંબ','માધવ ક્યાંય નથી','મુખવટો',અને'અનાગત' તેમની નોંધપાત્ર નવલકથાઓ છે.

C.તેમને ઈ.સ.1982માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ઈ.સ.1978માં 'હયાતી' કૃતિ માટે દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *'સાન્નિધ્ય'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.વિકટ
B.આચરણ
C.વ્યર્થ
*D.સમીપતા*✔

✍🏻 *'વાર'* તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

A.દિવસ
*B.વિલંબ* ✔
C.મક્કમ
D.પ્રયત્ન

✍🏻 *'ભૃંગ'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.ભ્રમર
B.અલિ
C.ભમરો
*D.ઉપરોક્ત ત્રણેય*✔

✍🏻નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો.
  *પ્રયોગશાળા,સ્વર્ગવાસ,ૠણમુક્ત,દેશપ્રેમ*

A.દ્વન્દ્ધ
*B.તત્પુરુષ* ✔
C.કર્મધારય
D.અવ્યવીભાવ

✍🏻 *'પોલિટેકનિક' નામનો વાર્તાસંગ્રહ અને 'રખડુનો કાગળ' નામે નિબંધસંગ્રહના કર્તા કોણ છે ?*

*A.મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર* ✔
B.મોહનલાલ ભાઈદાસ પટેલ
C.રાજેન્દ્ર કેશવલાલ શાહ
D.સુરેશ હરિપ્રસાદ જોશી

✍🏻 *નીચેનીપંક્તિના રચાયિતા કોણ છે ?*

' મુઠ્ઠી ચણા કે ધાણી,ઝરણાનું મીઠું પાણી,
ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી !

A.રાજેન્દ્ર શાહ
*B.રાજેન્દ્ર શુક્લ* ✔
C.હરીન્દ્ર દવે
D.કલાપી

✍🏻સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે;
સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
  ઉપરોક્ત પંક્તિનો છંદ ઓળખાવો.

*A.અનુષ્ટુપ* ✔
B.સવૈયા
C.દોહરો
D.મંદાક્રાન્તા

✍🏻 *'શિકારીને' કાવ્યના કવિ કોણ છે ?*

*A.સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ* ✔
B.રાજેન્દ્ર કેશવલાલ શાહ
C.સુરેશ હરિપ્રસાદ જોશી
D.દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

✍🏻 *ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનું જન્મ સ્થળ જણાવો*

A.કાલોલ
*B.ધરમપુર* ✔
C.સુરત
D.ઠાસરા

✍🏻 *શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.*

  એક થઈ જવું તે

A.એકતા
B.આદિમ
*C.સાયૂજ્ય* ✔
D.પ્રત્યક્ષ

✍🏻 *'અંજલિ'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.પ્રાર્થના
B.પ્રેમ
*C.ખોબો* ✔
D.કનક

✍🏻 *નીચેનાપૈકી કયો એક શબ્દ બંધબેસતો નથી ?*

*A.ઓથ* ✔
B.છાક
C.કેફ
D.નશો

✍🏻 *ચંદ્રકાંત પંડ્યા વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.તેમણે શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી.

B.'બાનો ભીખુ ભા.1-2', 'સુદામે દીઠી દ્રારામતી'(યુરોપ પ્રવાસ), 'ઘડીક સંગ શ્યામ રંગનો'(આફ્રિકાનો પ્રવાસ)' અને 'વસાહતીઓનું વતન'(અમેરિકા પ્રવાસ) તેમના નોંધપાત્ર પુસ્તકો છે.

C.તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટી.ડી.ની પદવી મેળવી હતી.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *ચોપડાની ઈન્દ્રજાળ(ચંદ્રકાંત પંડ્યા) કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.*

A.હાષ્ય નિબંધ
*B.આત્મકથાખંડ* ✔
C.નવલકથા
D.નાટક

✍🏻 *'ડાંગવનો અને..' નિબંધના લેખક કોણ છે ?*

A.ચંદ્રકાંત પંડ્યા
*B.મહેન્દ્રસિંહ પરમાર*✔
C.સુરેશ જોશી
D ચંદ્રકાંત શેઠ

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.અભિવ્યક્તિ
*B.આદીવાસી* ✔
C.માહિતી
D.અનુકૂળ

🎯 *સાચી જોડણી:-આદિવાસી*

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.ગુરુકૂળ
B.પરિચારિકા
*C.રિદ્ધિસિદ્રી* ✔
D.શિક્ષણાધિકારી

🎯 *સાચી જોડણી:-રિદ્ધિસિદ્ધિ*

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.મ્યુનિસિપાલિટી
B.વિભૂષિત
C.ટીકીટીકી
*D.સ્થિતી*✔

🎯સાચી જોડણી:- *સ્થિતિ*

✍🏻 *'ઓથ* ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો

A.આરામ
*B.સહારા* ✔
C.સંહાર
D.નજીક

✍🏻 *વિરૂદ્ધાર્થી શબ્દોની કઈ એક જોડ અયોગ્ય છે ?*

*A.શાહુકાર × હોંશિયાર* ✔
B.લેણદાર × દેણદાર
C.પ્રામાણિક × અપ્રામાણિક
D.અજ્ઞાની × જ્ઞાની

🎯 *શાહુકાર × ગરીબ*

✍🏻 *રૂઢિપ્રયોગનો કયો એક અર્થ અયોગ્ય છે ?*

A.અરેરાટી અનુભવવી :- ત્રાસી જવું
B.નવે નેજા પડવાં :- ખૂબ તકલીફ પડવી
C.સત્તર પંચા પંચાણું :- અજ્ઞાન પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત
*D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.*✔

✍🏻 *'આર્થિક સંકડામણ હોવી' રૂઢિપ્રયોગનો કયો એક અર્થ અયોગ્ય છે ?*

*A.ખૂબ જ દુ:ખી હોવું* ✔
B.પેટે પાંટા બાંધવા
C.આર્થિક તકલીફ હોવી
D.ગરીબ સ્થિતિ હોવી

✍🏻 *કર્તરિ અને કર્મણિ પ્રયોગની કઈ એક જોડ અયોગ્ય છે ?*

A.મુન્નો દવા પીશે :- મુન્નાથી દવા પીવાશે
*B.બા માથું ઓળે છે :- બાથી માથું ઓળવાશે* ✔.
C.પોલીસે ચોરને પકડ્યો :- પોલીસથી ચોર પકડાયો.
D.રમેશે ચાની આદત છોડી :- રમેશથી ચાની આદત છૂટી.

🎯 *બા માથું ઓળે છે :- બાથી માથું ઓળાય છે.*

🙏🏻 *Share With Your Friends* 🙏🏻

No comments:

Post a Comment