Tuesday 2 October 2018

🎯 *વિષય- ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ

🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ* 🏅

🎯 *ધોરણ-10*

🎯 *વિષય- ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ*

✍🏻 *જયંત પાઠકનું પૂરું નામ જણાવો.*

A.જયંતલાલ રતિલાલ પાઠક
*B.જયંતલાલ હિંમતલાલ પાઠક* ✔
C.જયંતલાલ ચમનલાલ પાઠક
D.જયંતલાલ મગનલાલ પાઠક

✍🏻  ' *ગૃહપ્રવેશ*' *વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?*

*A.સુરેશ જોષી* ✔
B.રાજેન્દ્ર શાહ
C.જયંત પાઠક
D.મોહનલાલ પાઠક

✍🏻 *સુરેશ હરિપ્રસાદ જોષીનું જન્મસ્થળ જણાવો.*

A.આહવા
B.બારડોલી
*C.વાલોડ* ✔
D.ધરમપુર

✍🏻 *'વતનથી વિદાય થતાં'* *નામની સોનેટના રચાયિતા કોણ છે ?*

A.બ.ક.ઠાકોર
*B.જયંત પાઠક* ✔
C.સ્નેહરશ્મિ
D.રાજેન્દ્ર શાહ

✍🏻 *જયંતલાલ હિંમતલાલ પાઠકનું જન્મસ્થળ જણાવો.*

A.ઉમરેઠ(આણંદ)
B.ઠાસરા(ખેડા)
*C.ગોઠ(પંચમહાલ)* ✔
D.સાવલી(વડોદરા)

✍🏻 *'ક્ષણોમાં જીવું છું' નામનો કવિતાસંગ્રહ કોનો છે ?*

A.રાજેન્દ્ર શાહ
*B.જયંત પાઠક* ✔
C.બ.ક.ઠાકોર
D.મોહનલાલ પટેલ

✍🏻 *'જન્મોત્સવ' વાર્તાના લેખક સુરેશ જોષી વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.'જનાન્તિકે','ઈદમસર્વમ','ઈતિ મે મતિ' તેમના નોંધપાત્ર નિબંધસંગ્રહો છે.

B.'કિંચિત્','ચિંતયામિ મનસા','અને 'અષ્ટમોધ્યાય' જેવા નોંધપાત્ર વિવેચનગ્રંથો છે.

C.તેમણે ઈ.સ.1971માં રણજિતરામ સુવર્ણચંદ્રક' તથા ઈ.સ.1983માં 'ચિન્તયામિ મનસા' કૃતિને દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.એન્જિનિયરિંગ
B.વીજળી
C.મુહૂર્ત
*D.કુતુહલ*✔

🎯સાચી જોડણી:- *કુતૂહલ*

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.મજબૂરી
B.ભિખારી
*C.સૃષ્ટી* ✔
D.અભિવ્યક્તિ

🎯 *સાચી જોડણી:-સૃષ્ટિ*

✍🏻 *અલંકાર ઓળખાવો.*

સૂર્યદેવ! તમારા કિરણોએ તો શું ધોળુ કર્યું? અંધકારનું મુખતો કાળુ થઈ ગયું છે!

A.અનન્વય
B.શ્લેષ
C.યમક
*D.વ્યાજસ્તુતિ*✔

✍🏻 *અલંકાર ઓળખાવો.*

આ તપેલી તપેલી છે,ત્યાં તું તપેલી ક્યાં આવી?

A.અનન્વ
B.શ્લેષ
*C.યમક* ✔
D.વ્યાજસ્તુતિ

🎯 *યમક* :- સરખા લાગતા શબ્દ કે શબ્દખંડના પુનરાવર્તનને કારણે નિષ્પન્ન થતી ચમત્કૃતિ.

🎯 *શ્લેષ* :- એક જ શબ્દના એકથી વધુ અર્થને કારણે આખી પંક્તિ-ઉક્તિના એકથી વધુ અર્થને કારણે નિષ્પન્ન થતી ચમત્કૃતિ.

✍🏻 *અલંકાર ઓળખાવો.*

જવાની તો જવાની છે,થોડી રોકવાની છે?

A.અનન્વય
B.શ્લેષ
*C.યમક* ✔
D.વ્યાજસ્તુતિ

✍🏻 *મોહનલાલ ભાઈદાસ પટેલનું વતન ............. છે.*

*A.પાટણ* ✔
B.અમદાવાદ
C.પાલનપુર
D.માંડવી

✍🏻 *'પ્રત્યાલંબન', અને 'ઝાકળમાં સૂરજ ઊગે' નામની લઘુકથાઓના સંગ્રહ કોના છે ?*

A.સુરેશ જોષી
*B.મોહનલાલ પટેલ* ✔
C.રાજેન્દ્ર શુક્લ
D.જયંત પાઠક

✍🏻 *'બોલીએ ના કાંઈ' ગીતના રચાયિતા કોણ છે ?*

A.રાજેન્દ્ર શુક્લ
*B.રાજેન્દ્ર શાહ* ✔
C.સુરેશ જોષી
D.જયંત પાઠક

✍🏻 *રાજેન્દ્ર કેશવલાલ શાહ વિષે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.'ધ્વનિ','આંદોલન','શાંત કોલાહલ','મધ્યમા','અને વિષાદનો સાદ', વગેરે તેમના કાવ્યસંગ્રહો છે.

B.'મોરપીંછ' અને 'આંબે આવ્યા મોર' જેવા તેમના બાળકાવ્યના સંગ્રહો છે.

C.તેમને 'ધ્વનિ' કાવ્યસંગ્રહ માટે ઈ.સ. 2001માં 'જ્ઞાનપીઠ' પુરસ્કાર મળ્યો હતો તથા ઈ.સ.1963માં 'શાંત કોલાહલ' કૃતિ માટે દિલ્હી નો સાહિત્ય અકાદમીપુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *'અવર' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*

A.વેરાન
B.નજીક
*C.બીજું* ✔
D.પવન

✍🏻 *'કૂપ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*

A.પાંદડું
B.પીડા
*C.કૂવો* ✔
D.સમૂહ

✍🏻 *નીચેનામાંથી કયો એક શબ્દ બંધબેસતો નથી ?*

A.તુમૂલ
B.દારૂણ
*C.તલકીબ* ✔
D.ભયાનક

✍🏻 *શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.*

  *દુ:ખના લીધે ઊંહકારા કરવા તે*

A.કસવું
B.આદિમ
*C.કણસવું* ✔
D.તુમૂલ

✍🏻 *'વનાંચલ' સ્મરણકથાનાં લેખક કોણ છે ?*

*A.જયંત પાઠક* ✔
B.સુરેશ જોષી
C.બ.ક.ઠાકોર
D.રાજેન્દ્ર શાહ

✍🏻 *જયંતલાલ હિંમતલાલ પાઠક વિષે નીચેનપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.'મર્મર','સંકેત','વિસ્મય','મૃગય', અને 'અનુનય' વગેરે તેમના નોંધપાત્ર કવિતાસંગ્રહો છે.

B.'આધુનિક કવિતા પ્રવાહ,'ભાવયિત્રી',અને 'કિમપિ દ્રવ્યમ' એમના વિવેચન ગ્રંથો છે.

C.તેમને ઈ.સ.1976માં 'રણજિતરામ સુવર્ણચંદ્રક' અને ઈ.સ.1980માં 'અનુનય' કવિતાસંગ્રહને દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *'ગતિભંગ' લઘુકથાના લેખક કોણ છે ?*

A.મહેન્દ્રસિંહ પરમાર
*B.મોહનલાલ પટેલ* ✔
C.ચંદ્રકાન્ત બક્ષી
D.જયંતી દલાલ

✍🏻 *'ગુડ મોર્નિંગ અમેરિકા' નામનો પ્રવાસગ્રંથ કોનો છે ?*

*A.મોહનલાલ ભાઈદાસ પટેલ* ✔
B.રાજેન્દ્ર કેશવલાલ શાહ
C.સુરેશ હરિપ્રસાદ જોશી
D.જયંતલાલ હિંમતલાલ પાઠક

✍🏻 *મોહનલાલ ભાઈદાસ પટેલ વિષે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.મોહનલાલ ભાઈદાસ પટેલનું વતન ઉત્તરગુજરાતનું પાટણ છે.

B.'બંધન','ડેડ એન્ડ','હાસ્યમર્મર',અને 'લાંછન' તેમની નવલકથાઓ છે.

C.'મોપાંસાની શ્રેષ્ઠ વાર્તાઓ' એમનું અનુવાદનું પુસ્તક છે.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *નીચેનામાંથી કઈ એક જોડ અયોગ્ય છે ?*

A.પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાએ :- ઉપરવાસ

B.નદીની કાંકરાવાળી જાડી રેતી :- વેકુર

C.ઢોરને બાંધવાની જગા :- કોઢાર

D.ગાયોનો સમૂહ :- ગોધણ

*E.ઉપરોક્ત તમામ જોડ યોગ્ય છે.*✔

✍🏻 *'ભીડવું'* તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

A.ગુસ્સો કરવો
B.ઝઘડો કરવો
*C.બંધ કરવું* ✔
D.તડપવું

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.પરિસ્થિતિ
B.ઘડિયાળ
C.કિમપિ
*D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.*✔

🙏🏻 *Share With Your Friends* 🙏🏻

1 comment: