Friday 9 June 2017

કિરણ બેદી

👉🏿 *૯ જુન*

🍫🍫 *જન્મ* 🍫🍫

      

🍫૧૯૪૭ ➖ કિરણ બેદી: ભારતીય પોલીસ અધિકારી, અન્ના હજારેની ચળવળમાં સાથીદાર

🍫૧૯૭૭ ➖ અમિષા પટેલ, ભારતીય અભિનેત્રી

🍫૧૯૮૧ ➖સેલિના જેટલી, ભારતીય અભિનેત્રી

🍫૧૯૮૫ ➖ સોનમ કપૂર, ભારતીય અભિનેત્રી.

💐💐 *અવસાન* 💐💐

💐૧૯૦૦➖કવિ કલાપી

💐૨૦૧૧➖મકબૂલ ફિદા હુસેન ભારત ના પ્રખ્યાત ચિત્રકાર

📑 *જ્ઞાન કી દુનિયા* 📑

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

🍫👩‍🎓 *જન્મ* 👩‍🎓🍫

👩‍🎓➖ડો. કિરણ બેદીનો જન્મ જૂન ૯, ૧૯૪૯ના દિને પંજાબ રાજ્યના અમૃતસર શહેરમાં થયો.

👩‍🎓➖તેઓ શ્રીમતી પ્રેમલતા તથા શ્રી પ્રકાશલાલ પેશાવરિયાની ચાર પુત્રીઓ પૈકી બીજા ક્રમે જન્મ્યા હતા.

👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👇🏽

*ભમ્મરિયો કૂવો*

*ભમ્મરિયો કૂવો*

         
➖મહેમદાવાદથી ખેડા રોડ તરફ દોઢ કિ.મી. દૂર ભમ્મરિયો કૂવો આવેલો છે.

➖ગુજરાતની પ્રખ્યાત ઐતિહાસિક ઇમારતોમાં આગવું સ્થાન ધરાવે છે.

➖આ કૂવો લગભગ ૩૬ ફૂટ વ્યાસનો છે.

➖એની ખ્યાતિનું મુખ્ય કારણ એ છે કે કૂવાની ચારેતરભ જમીનની નીચે ઓરડાં બાંધેલા છે. ઓરડામાં બે માળ છે.

➖  *ઊતરવા માટે ચાર ખૂણે ચાર સીડીઓ છે અને એ સીડીઓ ગોળ ફરતી હોવાથી આ કૂવાનું નામ “ભમ્મરિયો કૂવો” પડ્યો હશે, એવું માનવામાં આવે છે.*

➖ ખરી રીતે જોઈએ તો એ ભૂગર્ભ મહેલ છે.

➖એમાં પહેલે માળે ચાર અને બીજા માળે આઠ ઓરડા છે.

➖આ ઓરડામાં પ્રકાશ કૂવામાં થઈને આવે છે.

➖ઓરડામાં કૂવાની બાજુએ બારણાં છે અને એ બારણાંની આગળ ઝરૃખા કરેલા છે.

➖એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવા માટે પણ બારણાં મૂકેલાં છે. કૂવો ગોળ છે, પણ ઓરડાઓ લંબચોરસ છે.

⛱➖જે ઉનાળાની ગરમીથી બચવા માટે અને આરામથી રહી શકાય એ માટે બંધાવેલો હતો. “ભમ્મરિયો કૂવા” જગપ્રખ્યાત ઐતિહાસિક ઇમારત છે. શહેર સિદ્ધ થયું છે.

➖ *આ ભમ્મરિયો કૂવો મહેમૂદ બેગડાએ નહીં પણ મહેમૂદ શાહ (ત્રીજા)એ બંધાવ્યો હતો.*

➖ ભમ્મરિયો કૂવો આહુખાનાનો એક ભાગ છે.

➖ *આહુખાના એટલે હરણીયબાગ એ છ માઈલ સુધી વિસ્તરેલો હતો.*


➖ આ આહુખાનામાં હોજ, હવાડા, કૂવા અને આનંદ પ્રમોદના સાધનો હતા.

➖➖➖➖➖➖➖➖➖➖

👉🏿 *શું છે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન?*

👉🏿 *શું છે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન?*

📑➖સામાજિક સમસ્યાઓનું સમાધાન શોધવા માટે સરકારે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનનું આયોજન કર્યું છે. આ હેઠળ સરકાર દ્વારા કુલ 598 સમસ્યાઓ ધ્યાનમાં લેવામાં આવી છે. સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમાં ભાગ લેનારા પ્રતિસ્પર્ધીઓ દેશની આ સમસ્યાઓના સમાધાન માટે ટેક્નોલોજીની યુક્તિ રજૂ કરશે

📑 *જ્ઞાન કી દુનિયા* 📑

_*જનતા શા માટે રાષ્ટ્રપતિ નથી ચૂંટણી શકતી.?*_

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛

_*જનતા શા માટે રાષ્ટ્રપતિ નથી ચૂંટણી શકતી.?*_

🏛➖જનતાનાં બદલે જનતાનાં પસંદ કરાયેલા પ્રતિનિધિ રાષ્ટ્રપતિને પસંદ કરે છે.

🏛➖ *વર્ષ 1848માં લુઇ નેપોલિયનનાં લોકોએ સીધા મતથી રાજ્યનાં પ્રમુખ તરીકે ચૂંટાયો હતો.*

🏛➖ જો કે લુઇ નેપોલિયને ફ્રેન્ચ ગણરાજ્યને ઉખાડીને ફેંક્યું અને દાવો કર્યો કે તેને જનતાએ સીધો ચૂંટ્યો છે. તે જ હવે ફ્રાન્સનો રાજા છે.

🏛➖આ ઘટનાને ધ્યાને રાખીને ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે કરવામાં આવે છે.

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛

_*ધારાસભ્યોનાં મતની તાકાત*_

🏛➖રાજ્યોનાં ધારાસભ્યોનાં મતની ગણત્રી માટે તે રાજ્યોની વસ્તી જોવામાં આવતી હોય છે.

🏛➖ સાથે જ તે રાજ્યનાં વિધાનસભા સભ્યોની સંખ્યાને પણ જોવામાં આવે છે.

🏛➖મતનું પ્રમાણમાપ કાઢવા માટે રાજ્યની કુલ વસ્તીમાંથી પસંદગી પામેલાધારાસભ્યોની સંખ્યા દ્વારા ભાગવામાં આવે છે.

🏛➖ ત્યાર બાદ જે પોઇન્ટ આવે છે, તેને ફરીથી 1000થી ભાગવામાં આવે છે.

🏛➖ત્યાર બાદ જે પોઇન્ટ આવે છે તે રાજ્યનાં દરેક ધારાસભ્યનાં મતનું વેઇટેજ બને છે.

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛

*સાંસદનાં મતની તાકાત*

🏛➖સાંસદોનાં મતોનાં મૂલ્ય કરવાની પદ્ધતી થોડી અલગ હોય છે.

🏛➖સૌથી પહેલા આખા દેશનાં તમામ ધારાસભ્યોનાં મુલ્યોનો સરવાળો કરવામાં આવે છે.

🏛➖જો લોકસભા અને રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદોની કુલ સંખ્યા સાથે ભાગવામાં આવે છે.

🏛➖પછી જે આંકડો મળે છે તેનાથી રાજ્યનાં એક સાંસદનાં મત્તનું મુલ્ય મળી આવે છે.

🏛➖ જો આ પ્રકારે ભાગવાથી બાકી રહેતા 0.5થી વધારે બચે છે તો વેઇટેજમાં એકનો વધારો થઇ જાય છે.

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛

*મતની ગણત્રી*

🏛➖રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારની જીત માત્ર સૌથી વધારે મત્ત પ્રાપ્ત કરવાથી નથી થતી,

🏛➖સાથે જ તેને સાંસદો અને ધારાસભ્યોનાં મત્ત માટે કુલ મુલ્યનાં અડધાથી વધારે ભાગ પ્રાપ્ત કરવો પડે છે.

🏛➖સરળ શબ્દોમાં કહીએ તો ચૂંટણી પહેલા નક્કી થઇ જાય છે કે જીતનારા ઉમેદવારને કેટલા વોટ અથવા વેઇટેજ પ્રાપ્ત કરવું પડશે.

🏛➖ દાખલા તરીકે 10 હજાર વોટ છે, તો ઉમેદવારને (10,000/2)+1ની જરૂર હશે. જે 5001 મત બરાબર છે.

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛

*🈯🌐 મહી નદી 🌐🈯

*🈯🌐 મહી નદી 🌐🈯*
〰〰〰〰〰〰〰

🍭મહી નદી પશ્ચિમ ભારત માં આવેલી એક નદી છે.

🍭 તે મધ્યપ્રદેશ માંથી નીકળી ને રાજસ્થાન ના વાગડ વિસ્તાર માં થઇને ગુજરાત માં દાખલ થાય છે

🍭અને અરબી સમુદ્રમાં ભળી જાય છે.

🍭તે નર્મદા અને તાપી નદીઓની જેમ પશ્ચિમ દિશામાં વહેતી એક નદી છે.

🍭મહી નદીનું ચોક્કસ ઉદ્ભવ સ્થાન મિન્ડા ગામ છે,

🍭 જે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે.

🍭મહી નદીના કાંઠે સંખ્યાબંધ ધાર્મિક સ્થળો આવેલા છે.

🍭તે તેના વિશાળ પટના કારણે મહી સાગર તરીકે પણ જાણીતી છે.

🍭 ગુજરાતમાં મહી સાગર જિલ્લો મહી નદીના નામ પરથી બનાવવામાં આવેલો છે.

*🛳બાંસવારા બંધ*

🍭મહી નદી પર રાજસ્થાનમાં બાંસવારા નજીક બંધ આવેલો છે.

🍭 ગુજરાતને મોટાભાગે આ બંધ માંથી પાણી મળે છે.

🍭 આ બંધને ૧૬ દરવાજા આવેલા છે.

🍭 બંધના સરોવરમાં ઘડિયાલ, મગર અને કાચબાઓની જીવસૃષ્ટિ રહેલી છે.

*🛳કડાણા બંધ*

🍭કડાણા બંધ ૧૯૭૯ ની સાલ માં સિંચાઇ અને જળવિદ્યુતના હેતુ સર બાંધવામાં આવ્યો હતો.

   *Ⓜer ghanshyam*

*🌍📮જ્ઞાન કી દુનિયા📮🌍*

👳🏼 *મહારાણા પ્રતાપ* 👳🏼

🎙👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎙

📈 *૭ જૂન* 📉
👳🏼 *મહારાણા પ્રતાપ* 👳🏼
                           
💭➖ભારતની મોગલ સલ્તનત સામે રણશિંગું ફૂંકનાર ચિત્તોડના રાજવી મહારાણા  પ્રતાપનો જન્મ તા. ૭/૬/૧૫૩૯નાં રોજ થયો હતો.

💭➖મહારાણા ઉદયસિંહના સૌથી મોટા પુત્ર હતા.

💭➖ મેવાડના રાજા તરીકે ઓચિંતા તેમનો રાજ્યાભિષેક થયો હતો.

💭➖મેવાડનો અડધો ભાગ મુગલ સમ્રાટ અકબરના કબજામાં હતો. તે જ્યાં સુધી નહિ મળે ત્યાં સુધી રાજભવનમાં પગ નહિ મુકવાની તથા રાજાનો તાજ અને પહેરવેશ ન પહેરવાના સોગંધ લીધા હતા.

💭➖મહારાણા પ્રતાપ પ્રતિજ્ઞા લીધી કે હું ઝૂંપડીમાં રહી જમીન પર સૂઈ અને માટીનાં વાસણોમાં જમીશ , જ્યાં સુધી સ્વતંત્રતા નહિ મળે ત્યાં સુધી સંઘર્ષ કરીશ.

💭➖તેઓ અરવલ્લીના જંગલોમાં ગયા તે પછી મોગલ સમ્રાટે તેમને સમજાવ્યા ઘણા પ્રયત્નો કર્યા પણ તેમના નિર્ણયમાં અડગ રહ્યા હતા. પરિણામે હલ્દીઘાટી મેદાનમાં અકબરની વિશાળ સેના સાથે યુદ્ધ થયું.

💭➖ઘમાસાણ યુધ્ધમાં મહારાણા પ્રતાપ ઘવાયા. તેમાં તેમનો ઘોડો ‘ ચેતક’ ઘાયલ થયો અને અવસાન થયું.

💭➖તેમનો ભાઈ શક્તિસિંહ મહારાણા પ્રતાપને સુરક્ષિત જગ્યાએ લઇ ગયા. ત્યારપછી જીવનના ખૂબ જ કપરા દિવસોમાંથી પસાર થવું પડ્યું.

💭➖બાળકો અને પત્નીને ખાવાનું પણ ન આપી શકે એ સ્થિતિમાં મૂકાઈ ગયા.

💭➖ છેવટે ૨૫ હજાર સૈનિકોને ૧૨ વર્ષ સુધી ચાલે તેટલું ધન મહારાણા પ્રતાપના ચરણે  તેમનો પુરાનો સચિવ ભામાશાહ નામના એક શ્રીમંતે ધરી દીધું.

💭➖ત્યારપછી ફરી સેના એકત્ર કરી અને અકબર સાથે પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો.

💭➖અંતે ૩૨ કિલ્લો જીતી મેવાડને સ્વતંત્રતા મળી.પરંતુ  મહારાણા પ્રતાપ ગંભીર રીતે ઘાયલ થતાં તેમનું અવસાન થયું.

💭➖ચિત્તોડગઢ ન જીતાયું જેનો અફસોસ તેઓ અવસાન પામ્યા ત્યાં સુધી તેમને રહ્યો હતો.

💭➖ દુશ્મનો પણ જેની વીરતા,સત્ય, ટેકીલાપણું, પ્રતિષ્ઠાની કોઈપણે ભોગે જાળવણી અને સર્વ રાજપૂત રાજાઓના માટે પ્રેરક વ્યક્તિત્વ હતું.

📡🎓 *જ્ઞાન કી દુનિયા* 🎓📡

👇🏾 *Tracer Bullet Knowledge*👇🏾

👇🏾 *Tracer Bullet Knowledge*👇🏾

🔹શેરડીના સાંઠાના નાનાં ટુકડાને શુ કહે છે?: *કાતળી*

🔹બુટ તૈયાર કરવા માટેનું તેના માપનું અને આકારનું સાધન: *ઓઠું*

🔹બૂટની અંદર નાખવાનું આવતા નરમ છુટું પડ: *સગથળી*

🔹ઊંડા પાણી વાળી જગ્યા: *ધૂનો*

🔹યજ્ઞમા હોમવાનું દ્રવ્ય: *હવી*

🔹લાકડી છડી લઇને પહેરો ભરનાર: *જેષ્ટિકાદાર*

🔹નિશાન પર બાણ તાકાવની ક્રિયા: *શરસંધાન*

🔹નાકથી બોલતો વર્ણ: *અનુનાસિક*

🔹ઓજાર ને ધાર કઢાવનો વાપરતો પથ્થર: *છીપર*

🔹લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર: *પીઢ*

🔹ઝગડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ: *લવાદ*

🔹સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં: *તગાવી*

🔹ઉત્પન્ન માંથી સરકાર ને આપવાનો ભાગ: *લેવી*

🔹ભારત બહાર સંસ્થાઓ લઈ જવાતા મજૂરોનું કરારપત્ર: *ગિરમીટ*

🔹ઉપકાર પાર અપકાર કરનાર: *કૃતઘ્ન, નિમક*

🔹ઘેર ઘેર ભીખ માગવી તે: *મધુકારી*

🔹કમરથી ઉપરના ભાગનું ચિત્ર: *અરુણચિત્ર*

🔹બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો: *ભોગળ*

🔹જાદુ ટોણા કરનાર: *એન્દ્રજાલિક*

🔹 જમીન અંદર ગયેલો દરિયાનો ફાંટો: *અખાત*

🔹બે જમીનો જોડનાર જમીનની સાંકડી પેટ્ટી: *સંયોગીભૂમિ*

🔹દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો: *ભૂશિર*

🔹પ્રેમની અગામનની રાહ જોઈ શૃંગાર સજેલી સ્ત્રી: *વાસરશચ્યા*

🔹સંકેત પ્રમાણે પ્રેમી ને મળવા જતી સ્ત્રી : *અભિસારિકા*

🔹એકપણ સંતાન ન મારી ગયું હોય તેવી સ્ત્રી: *અખોવન*

🔹એક જ વાર ફળનારી સ્ત્રી : *કાકવંધ્યા*

👳🏼 *ભાઈલાલભાઈ પટેલ* 👳🏼

🛡👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🛡

💥 *૦૬ જૂન* 💥
👳🏼 *ભાઈલાલભાઈ પટેલ* 👳🏼
                           📡➖વલ્લભવિદ્યાનગરમાં વિદ્યાસંકુલ ઊભું કરનાર એક નિષ્ઠાવાન લોકસેવક, પ્રમાણિક રાજકારણી અને કુશળ ઈજનેર ભાઈલાલભાઈ પટેલનો જન્મ તા. ૬/૬/૧૮૮૮ના રોજ ખેડા જીલ્લાના સોજીત્રા ગામમાં થયો હતો.

📡➖પિતાનું નામ દ્યાભાઈ હતું.

📡➖આર્થિક મુશ્કેલીઓમાં મેટ્રીકની પરીક્ષા પાસ કરી વડોદરા કોલેજમાં તેમણે પ્રવેશ મેળવ્યો. અને ત્યાંથીજ એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યો.

📡➖શરૂઆતમાં વડોદરા રાજ્યમાં અને ત્યારપછી બ્રિટીશ સરકારની નોકરી કરી.

📡➖નોકરી દરમિયાન પણ તેમની કારકિર્દી ઝળહળતી  હતી.

📡➖નિવૃત્તિ થઇ અમદાવાદ મ્યુનિસિપાલીટી માં ત્રણેક વર્ષ સુધી સેવાઓ આપી. 

📡➖આ દરમિયાન  કેટલાક પાયાના પ્રશ્નો હલ કર્યા એટલું જ નહિ પણ મ્યુનિસિપાલિટીના તંત્રમાંથી તુમારશાહી દૂર કરી શહેરના વિકાસમાં અંતરાયરૂપ એવા બાદશાહના સમયમાં પાકા કોટ- દરવાજા જેમના તેમ રાખી  દીવાલો તોડવાનો મહત્વની નિર્ણય લીધો.

📡➖તેનાં અઢળક રોડાંનો ઉપયોગ કરીને નવા રસ્તા બાંધવામાં કર્યો. પરંતુ વાસ્તવમાં ભાઈકાકાની વિરાટ શક્તિ માટે આ ક્ષેત્ર ઘણું નાનું હતું.

📡➖એમની વિશાલ દ્રષ્ટિ કોઈક મોટું સ્વપ્ન સેવીને તેને સિદ્ધ કરવાની દિશામાં હતી.

📡➖ તેઓ પ્રખર બુદ્ધિશાળી અને કુશળ ઈજનેર હતા.

📡➖તેમના જીવનનું સૌથી મહત્વનું કાર્ય એ આણંદ પાસે ‘ વલ્લભવિદ્યાનગર’ ની સ્થાપનાનું હતું. અને આ અભિગમને સાકાર કરવા તેમણે પ્રયત્નો કર્યા.

📡➖આ પ્રયત્નો  થકી ૧૩ ફેબ્રુઆરી ૧૯૪૯ના રોજ આણંદ ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલજી વિદ્યાનગરનો પાયો નંખાયો.

📡➖સ્વયંસંપૂર્ણતાના સિધ્ધાંત પર ગ્રામ જનતાના હિત માટે રચાયેલી આ ગ્રામ વિદ્યાપીઠ છે.

📡➖ગાંધીજીના આશીર્વાદ અને સરદાર પટેલના સબળ ટેકાથી ગુજરાતની પ્રથમ ઈજનેરી કોલેજનું નિર્માણ થયું.

📡➖ભાઈલાલભાઈ પ્રજામાં ‘ ભાઈકાકા’ના નામે લોકપ્રિય હતા. વલ્લભવિદ્યાનગરના ઉપકુલપતિ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. એકલે હાથે આવું વિરાટ કાર્ય હાથ ધરનાર ભાઈકાકાનું શિક્ષણ સંસ્કાર ક્ષેત્ર એક આગવું પ્રદાન છે.

📡➖તેમણે ઈ.સ.૧૯૫૫માં સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. અને તેના પ્રથમ કુલપતિ તરીકે સેવા પણ આપી હતી.

📡➖આ ઉપરાંત ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા તરીકે ઈ.સ. ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી સેવા આપી હતી.

📡➖તેમનું ૩૧ માર્ચ ૧૯૭૦ના રોજ અવસાન થયું.

📉 *સમીર પટેલ* 📈
💭🍨 *જ્ઞાન કી દુનિયા* 🍨💭