Friday 9 June 2017

👳🏼 *મહારાણા પ્રતાપ* 👳🏼

🎙👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎙

📈 *૭ જૂન* 📉
👳🏼 *મહારાણા પ્રતાપ* 👳🏼
                           
💭➖ભારતની મોગલ સલ્તનત સામે રણશિંગું ફૂંકનાર ચિત્તોડના રાજવી મહારાણા  પ્રતાપનો જન્મ તા. ૭/૬/૧૫૩૯નાં રોજ થયો હતો.

💭➖મહારાણા ઉદયસિંહના સૌથી મોટા પુત્ર હતા.

💭➖ મેવાડના રાજા તરીકે ઓચિંતા તેમનો રાજ્યાભિષેક થયો હતો.

💭➖મેવાડનો અડધો ભાગ મુગલ સમ્રાટ અકબરના કબજામાં હતો. તે જ્યાં સુધી નહિ મળે ત્યાં સુધી રાજભવનમાં પગ નહિ મુકવાની તથા રાજાનો તાજ અને પહેરવેશ ન પહેરવાના સોગંધ લીધા હતા.

💭➖મહારાણા પ્રતાપ પ્રતિજ્ઞા લીધી કે હું ઝૂંપડીમાં રહી જમીન પર સૂઈ અને માટીનાં વાસણોમાં જમીશ , જ્યાં સુધી સ્વતંત્રતા નહિ મળે ત્યાં સુધી સંઘર્ષ કરીશ.

💭➖તેઓ અરવલ્લીના જંગલોમાં ગયા તે પછી મોગલ સમ્રાટે તેમને સમજાવ્યા ઘણા પ્રયત્નો કર્યા પણ તેમના નિર્ણયમાં અડગ રહ્યા હતા. પરિણામે હલ્દીઘાટી મેદાનમાં અકબરની વિશાળ સેના સાથે યુદ્ધ થયું.

💭➖ઘમાસાણ યુધ્ધમાં મહારાણા પ્રતાપ ઘવાયા. તેમાં તેમનો ઘોડો ‘ ચેતક’ ઘાયલ થયો અને અવસાન થયું.

💭➖તેમનો ભાઈ શક્તિસિંહ મહારાણા પ્રતાપને સુરક્ષિત જગ્યાએ લઇ ગયા. ત્યારપછી જીવનના ખૂબ જ કપરા દિવસોમાંથી પસાર થવું પડ્યું.

💭➖બાળકો અને પત્નીને ખાવાનું પણ ન આપી શકે એ સ્થિતિમાં મૂકાઈ ગયા.

💭➖ છેવટે ૨૫ હજાર સૈનિકોને ૧૨ વર્ષ સુધી ચાલે તેટલું ધન મહારાણા પ્રતાપના ચરણે  તેમનો પુરાનો સચિવ ભામાશાહ નામના એક શ્રીમંતે ધરી દીધું.

💭➖ત્યારપછી ફરી સેના એકત્ર કરી અને અકબર સાથે પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો.

💭➖અંતે ૩૨ કિલ્લો જીતી મેવાડને સ્વતંત્રતા મળી.પરંતુ  મહારાણા પ્રતાપ ગંભીર રીતે ઘાયલ થતાં તેમનું અવસાન થયું.

💭➖ચિત્તોડગઢ ન જીતાયું જેનો અફસોસ તેઓ અવસાન પામ્યા ત્યાં સુધી તેમને રહ્યો હતો.

💭➖ દુશ્મનો પણ જેની વીરતા,સત્ય, ટેકીલાપણું, પ્રતિષ્ઠાની કોઈપણે ભોગે જાળવણી અને સર્વ રાજપૂત રાજાઓના માટે પ્રેરક વ્યક્તિત્વ હતું.

📡🎓 *જ્ઞાન કી દુનિયા* 🎓📡

No comments:

Post a Comment