*🈯🌐 મહી નદી 🌐🈯*
〰〰〰〰〰〰〰
🍭મહી નદી પશ્ચિમ ભારત માં આવેલી એક નદી છે.
🍭 તે મધ્યપ્રદેશ માંથી નીકળી ને રાજસ્થાન ના વાગડ વિસ્તાર માં થઇને ગુજરાત માં દાખલ થાય છે
🍭અને અરબી સમુદ્રમાં ભળી જાય છે.
🍭તે નર્મદા અને તાપી નદીઓની જેમ પશ્ચિમ દિશામાં વહેતી એક નદી છે.
🍭મહી નદીનું ચોક્કસ ઉદ્ભવ સ્થાન મિન્ડા ગામ છે,
🍭 જે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે.
🍭મહી નદીના કાંઠે સંખ્યાબંધ ધાર્મિક સ્થળો આવેલા છે.
🍭તે તેના વિશાળ પટના કારણે મહી સાગર તરીકે પણ જાણીતી છે.
🍭 ગુજરાતમાં મહી સાગર જિલ્લો મહી નદીના નામ પરથી બનાવવામાં આવેલો છે.
*🛳બાંસવારા બંધ*
🍭મહી નદી પર રાજસ્થાનમાં બાંસવારા નજીક બંધ આવેલો છે.
🍭 ગુજરાતને મોટાભાગે આ બંધ માંથી પાણી મળે છે.
🍭 આ બંધને ૧૬ દરવાજા આવેલા છે.
🍭 બંધના સરોવરમાં ઘડિયાલ, મગર અને કાચબાઓની જીવસૃષ્ટિ રહેલી છે.
*🛳કડાણા બંધ*
🍭કડાણા બંધ ૧૯૭૯ ની સાલ માં સિંચાઇ અને જળવિદ્યુતના હેતુ સર બાંધવામાં આવ્યો હતો.
*Ⓜer ghanshyam*
*🌍📮જ્ઞાન કી દુનિયા📮🌍*
No comments:
Post a Comment