Friday 9 June 2017

*ભમ્મરિયો કૂવો*

*ભમ્મરિયો કૂવો*

         
➖મહેમદાવાદથી ખેડા રોડ તરફ દોઢ કિ.મી. દૂર ભમ્મરિયો કૂવો આવેલો છે.

➖ગુજરાતની પ્રખ્યાત ઐતિહાસિક ઇમારતોમાં આગવું સ્થાન ધરાવે છે.

➖આ કૂવો લગભગ ૩૬ ફૂટ વ્યાસનો છે.

➖એની ખ્યાતિનું મુખ્ય કારણ એ છે કે કૂવાની ચારેતરભ જમીનની નીચે ઓરડાં બાંધેલા છે. ઓરડામાં બે માળ છે.

➖  *ઊતરવા માટે ચાર ખૂણે ચાર સીડીઓ છે અને એ સીડીઓ ગોળ ફરતી હોવાથી આ કૂવાનું નામ “ભમ્મરિયો કૂવો” પડ્યો હશે, એવું માનવામાં આવે છે.*

➖ ખરી રીતે જોઈએ તો એ ભૂગર્ભ મહેલ છે.

➖એમાં પહેલે માળે ચાર અને બીજા માળે આઠ ઓરડા છે.

➖આ ઓરડામાં પ્રકાશ કૂવામાં થઈને આવે છે.

➖ઓરડામાં કૂવાની બાજુએ બારણાં છે અને એ બારણાંની આગળ ઝરૃખા કરેલા છે.

➖એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવા માટે પણ બારણાં મૂકેલાં છે. કૂવો ગોળ છે, પણ ઓરડાઓ લંબચોરસ છે.

⛱➖જે ઉનાળાની ગરમીથી બચવા માટે અને આરામથી રહી શકાય એ માટે બંધાવેલો હતો. “ભમ્મરિયો કૂવા” જગપ્રખ્યાત ઐતિહાસિક ઇમારત છે. શહેર સિદ્ધ થયું છે.

➖ *આ ભમ્મરિયો કૂવો મહેમૂદ બેગડાએ નહીં પણ મહેમૂદ શાહ (ત્રીજા)એ બંધાવ્યો હતો.*

➖ ભમ્મરિયો કૂવો આહુખાનાનો એક ભાગ છે.

➖ *આહુખાના એટલે હરણીયબાગ એ છ માઈલ સુધી વિસ્તરેલો હતો.*


➖ આ આહુખાનામાં હોજ, હવાડા, કૂવા અને આનંદ પ્રમોદના સાધનો હતા.

➖➖➖➖➖➖➖➖➖➖

No comments:

Post a Comment