Friday 9 June 2017

👳🏼 *ભાઈલાલભાઈ પટેલ* 👳🏼

🛡👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🛡

💥 *૦૬ જૂન* 💥
👳🏼 *ભાઈલાલભાઈ પટેલ* 👳🏼
                           📡➖વલ્લભવિદ્યાનગરમાં વિદ્યાસંકુલ ઊભું કરનાર એક નિષ્ઠાવાન લોકસેવક, પ્રમાણિક રાજકારણી અને કુશળ ઈજનેર ભાઈલાલભાઈ પટેલનો જન્મ તા. ૬/૬/૧૮૮૮ના રોજ ખેડા જીલ્લાના સોજીત્રા ગામમાં થયો હતો.

📡➖પિતાનું નામ દ્યાભાઈ હતું.

📡➖આર્થિક મુશ્કેલીઓમાં મેટ્રીકની પરીક્ષા પાસ કરી વડોદરા કોલેજમાં તેમણે પ્રવેશ મેળવ્યો. અને ત્યાંથીજ એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યો.

📡➖શરૂઆતમાં વડોદરા રાજ્યમાં અને ત્યારપછી બ્રિટીશ સરકારની નોકરી કરી.

📡➖નોકરી દરમિયાન પણ તેમની કારકિર્દી ઝળહળતી  હતી.

📡➖નિવૃત્તિ થઇ અમદાવાદ મ્યુનિસિપાલીટી માં ત્રણેક વર્ષ સુધી સેવાઓ આપી. 

📡➖આ દરમિયાન  કેટલાક પાયાના પ્રશ્નો હલ કર્યા એટલું જ નહિ પણ મ્યુનિસિપાલિટીના તંત્રમાંથી તુમારશાહી દૂર કરી શહેરના વિકાસમાં અંતરાયરૂપ એવા બાદશાહના સમયમાં પાકા કોટ- દરવાજા જેમના તેમ રાખી  દીવાલો તોડવાનો મહત્વની નિર્ણય લીધો.

📡➖તેનાં અઢળક રોડાંનો ઉપયોગ કરીને નવા રસ્તા બાંધવામાં કર્યો. પરંતુ વાસ્તવમાં ભાઈકાકાની વિરાટ શક્તિ માટે આ ક્ષેત્ર ઘણું નાનું હતું.

📡➖એમની વિશાલ દ્રષ્ટિ કોઈક મોટું સ્વપ્ન સેવીને તેને સિદ્ધ કરવાની દિશામાં હતી.

📡➖ તેઓ પ્રખર બુદ્ધિશાળી અને કુશળ ઈજનેર હતા.

📡➖તેમના જીવનનું સૌથી મહત્વનું કાર્ય એ આણંદ પાસે ‘ વલ્લભવિદ્યાનગર’ ની સ્થાપનાનું હતું. અને આ અભિગમને સાકાર કરવા તેમણે પ્રયત્નો કર્યા.

📡➖આ પ્રયત્નો  થકી ૧૩ ફેબ્રુઆરી ૧૯૪૯ના રોજ આણંદ ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલજી વિદ્યાનગરનો પાયો નંખાયો.

📡➖સ્વયંસંપૂર્ણતાના સિધ્ધાંત પર ગ્રામ જનતાના હિત માટે રચાયેલી આ ગ્રામ વિદ્યાપીઠ છે.

📡➖ગાંધીજીના આશીર્વાદ અને સરદાર પટેલના સબળ ટેકાથી ગુજરાતની પ્રથમ ઈજનેરી કોલેજનું નિર્માણ થયું.

📡➖ભાઈલાલભાઈ પ્રજામાં ‘ ભાઈકાકા’ના નામે લોકપ્રિય હતા. વલ્લભવિદ્યાનગરના ઉપકુલપતિ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. એકલે હાથે આવું વિરાટ કાર્ય હાથ ધરનાર ભાઈકાકાનું શિક્ષણ સંસ્કાર ક્ષેત્ર એક આગવું પ્રદાન છે.

📡➖તેમણે ઈ.સ.૧૯૫૫માં સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. અને તેના પ્રથમ કુલપતિ તરીકે સેવા પણ આપી હતી.

📡➖આ ઉપરાંત ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા તરીકે ઈ.સ. ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી સેવા આપી હતી.

📡➖તેમનું ૩૧ માર્ચ ૧૯૭૦ના રોજ અવસાન થયું.

📉 *સમીર પટેલ* 📈
💭🍨 *જ્ઞાન કી દુનિયા* 🍨💭

No comments:

Post a Comment