Sunday 28 May 2017

*વિનાયક દામોદર સાવરકર*

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

*વિનાયક દામોદર સાવરકર*

   🍫 *જન્મ* 🍫

*૨૮મી* *મે* 1883

🗞➖ ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. જેથી તેઓ *'વીર સાવરકર'* ના નામથી જાણીતા થયા. 

🗞➖હિન્દુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિન્દુત્વ) ને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે.

🗞➖ સ્વતંત્રતા સેનાની હોવાની સાથે-સાથે તેઓ મહાન ક્રાંતિકારી, વિચારક, સિદ્ધહસ્ત લેખક, કવિ, પ્રખર વક્તા તથા દરદર્શી રાજનેતા પણ હતા.

🗞➖તેઓ એક એવા ઈતિહાસકાર પણ હતા કે જેમણે હિન્દુ રાષ્ટ્રના વિજયના ઈતિહાસને પ્રમાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો.

🗞➖ તેમણે 1867ના પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલરૂપી ઈતિહાસ ‘ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડિપેન્ડન્સ’ નામની બુકમાં લખ્યો જેનાથી બ્રિટિશ શાસકોમાં ખળભળાટ મચી ગયો.

🗞➖‘ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડેપેન્ડન્સ’ મૂળ મરાઠી ભાષામાં 1908ની સાલમાં તેમણે લખી જેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ ઈન્ડિયા હાઉસમાં રહીને છ જેટલા વિદ્યાર્થીઓએ કર્યો. એ સમયે ભારતમાં મુદ્રણકાર્ય શક્ય ન હતું.

🗞➖ તેમના આ પુસ્તકનું મુદ્રણ કાર્ય ઈંગ્લેન્ડ અને જર્મનીમાં પણ ન થઈ શક્યું.

🗞➖અંતમાં આ પુસ્તક 1909ની સાલમાં હોલેન્ડમાં મુદ્રિત થયું. સમયાંતરે આ પુસ્તકનો અનુવાદ ઉર્દુ, હિન્દી, પંજાબી અને તામિલ ભાષામાં પણ થયો.

🗞➖આ પુસ્તક પર બ્રિટિશ શાસકો દ્વારા પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ દરમિયાન ડૉ. ક્યુતિન્હોએ આ પુસ્તકને એક ધાર્મિક ગ્રંથની જેમ સાચવીને રાખેલો.

🗞➖ આ પ્રતિબંધને 1946ના મે મહિનામાં મુંબઈ સરકાર દ્વારા હટાવાયો હતો...

📚➖ *જ્ઞાન કી દુનિયા* ➖📚

No comments:

Post a Comment