Monday, 20 March 2017

🐣20 માર્ચ વિશ્વ_ચકલી_દિવસ 🐥

🐣20 માર્ચ વિશ્વ_ચકલી_દિવસ 🐥
(સંપૂર્ણ માહિતી PDFમા)

👌🏻🐥ઘરેલૂ ગોરૈયા (ચકલી)
વર્ષ ૨૦૧૩ની ૧૫ ઓગષ્ટે ગોરૈયા ચકલીને દિલ્હીનું રાજય પક્ષી ઘોષિત કરીને બચાવવા માટે અભિયાન ચલાવાયુ હતુ.

👌🏻🐥20 માર્ચ 2010 દિવસ થી વિશ્વભરની ‘ચકલીઓ’ ને અર્પણ કરાયો હતો ! આ 20 માર્ચ ને સહુ પ્રથમ વખત ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ તરીકે ઉજવવામાં આવી.

👉🏻જે નેચર ફૉરેવર સોસાયટી ઑફ ઇન્ડિયા સાથે ઇકો-સિસ એકશન ફાઉન્ડેશન (ફ્રાંસ) અને કેટલાયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના સહયોગથી શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય પહેલ છે.

👌🏻🐥ચકલીનું વૈજ્ઞાનિક નામ ‘પૈસર ડોમેસ્ટિકસ’ છે. અંગ્રેજીમાં તેને ‘સ્પેરો’ કહે છે. ભારતની જુદી જુદી ભાષાઓમાં તેને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે, ગુજરાતમાં ચકલી, મરાઠી-ચિમાની, પંજાબી-ચિરી, તમિલનાડૂ અને કેરળમાં કુરૂવી, ઓડિસામાં પરઘતિયા, તેલુગૂમાં પિછુકા, કન્નડમાં ગુબ્બાચી.

👌🏻👉🏻🐥🐥ભારતીય 👦🏻સંરક્ષણવાદી મોહમ્મહ દિલાવર દ્વારા નેચર ફાર એવર સોસાયટીની શરૂઆત થઇ હતી.

🤘🏻👏🏻👏🏻તેમણે નાસિક ખાતેના પોતાના ઘરમાં રહેલી ચકલીને મદદ કરવા સાથે કાર્ય શરૂ કર્યુ હતુ. તેમને તેમના કાર્ય બદલ ટાઇમ દ્વારા વર્ષ ૨૦૦૮માં ‘પર્યાવરણ હિરો’ નામ અપાયુ હતુ. આ સોસાયટી વર્ષ ૨૦૦૫થી શહેરી આવાસોમાં ચકલી અને અન્ય સામાન્ય વનસ્પતિ તથા જીવોના સંરક્ષણ માટે કાર્યરત છે.

👦🏻👧🏻બાળક સમજણુ થાય અટલે પેલી વાર્તા તો,
🐥“એક હતો ચકો અને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. ચકલીએ તો એની ખીચડી રાંધી. ચૂલે ખીચડી મૂકી ચકીબાઈ પાણી ભરવા ગઈ……….”

અને

પેલ્લુ જોડકણુ પણ..
“ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ આવશો કે નહિ”

અરે હા,

‘ચકલી ઉડે ફર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ …’ આ રમતની શરુઆત જ ‘ચકલી’થી થાય.

✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

No comments:

Post a Comment