Sunday 30 April 2017

🎹ગુજરાત રાજ્યનો સ્થાપના દિન🎹

🎹ગુજરાત રાજ્યનો સ્થાપના દિન🎹

     🍄➖આજે ગુજરાતનો ૫૭મો સ્થાપના દિન  

🍄➖પહેલી મે ૧૯૬૦ના  રોજ મુંબઈ રાજ્યમાંથી વિભાજન કરીને અલગ ગુજરાત રાજ્યની રચના થઇ. તે પહેલાં ગુજરાત પ્રદેશ ઉપર અનેક શાસકોનું પ્રભુત્વ રહ્યું હતું.

🍄➖ગુજરાત રાજ્યનો શુભારંભ મૂકસેવક રવિશંકર મહારાજના શુભહસ્તે થયો હતો. અને ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શ્રી જીવરાજ મહેતા અને રાજ્યના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગની પસંદગી થઇ.

🍄➖ગુજરાતને પોતાની આગવી સંસ્કૃતિનો અનોખો ઈતિહાસ છે. અંગ્રેજોનાં ગુલામીના શાસન દરમિયાન મોટાભાગના પ્રદેશમાં ગાયકવાડી શાસન હોવાથી ગુજરાતની પ્રજાનું ખમીર ટકી રહ્યું હતું. અને આપણા પ્રદેશમાં પ્રમાણમાં ગુલામીની ખાસ અસર પડી નહોતી.

🍄➖હજારો વર્ષ પૂર્વ મથુરાની રાજધાની છોડીને ભગવાન કૃષ્ણે ગુજરાતની સાગરકાંઠે આવેલ દ્વારકાને પોતાની રાજધાની બનાવી હતી. અને વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિના અવશેષો ધોળાવીરા અને લોથલમાંથી મળી આવ્યા છે. એ બતાવે છે કે જેમ દુનિયામાં ભારતનું સ્થાન અનન્ય છે તેમ ભારતમાં ગુજરાતનું સ્થાન પણ અનન્ય છે. મહાકવિ નરસિંહ મહેતા, વીર નર્મદથી લઈને ગોવર્ધનરામ ત્રિપાઠી અને કનૈયાલાલ મુનશી જેવા સારસ્વતો તેમ જ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ , પૂજ્ય રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક તેમજ મહાજનોની ભવ્ય પરંપરાને કારણે ગુજરાત તેના ભવ્ય સાંસ્કૃતિક વારસામાં ઉત્તર ગુજરાત, મધ્ય,અને દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્ર અને કચ્છની આગવી પરંપરાઓ છતાં ગુજરાત એક બનીને આજે વિશ્વના દેશો સાથે હરીફાઈ કરી રહ્યું છે.

🍄➖દુલા ભાયા કાગ અને ઝવેરચંદ મેઘાણી જેવા સંસ્કૃતિના પ્રેરક સંસ્કારોએ આપણને ભવ્ય વારસાની ભેટ આપી છે.

🍄➖ગુજરાતની અસ્મિતાને વધુ દૈદીપ્યમાન બનાવવા શુઈ સંકલ્પબદ્ધ રહેવું જોઈએ.

🍄➖જય જય  ગરવી ગુજરાત

🍁➖➖➖dv➖➖➖➖🍁

No comments:

Post a Comment