Sunday 25 December 2016

Ss6$2 *_આપત્તિ અને વ્યવસ્થાપન_*

*_જીકે એન્ડ જીકે_*
        *_💘એચ.કે_*💘

*_સામાજિક વિજ્ઞાન_*   

ધોરણ: 6   સત્ર: 2
પ્રકરણ - 10

*_આપત્તિ અને વ્યવસ્થાપન_*

📚📚📚📚📚
1.વાવાઝોડા વખતે હવાની દિશાનો અણસાર મેળવી કઈ દિશામાં જવું ?

✍જવાબ: લંબ દિશામાં

2.કઈ કુદરતી આપત્તિ આવે ત્યારે ગભરાયા વિના ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું ?

✍જવાબ: ભૂકંપ

3.પૂર વખતે ઘરના વીજપ્રવાહનું શું કરવું ?

✍જવાબ: બંધ કરવો

4.નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને શું કહે છે ?

✍જવાબ: પૂર

5.વરસાદ પડ્યો ન હોય કે નહિવત્ વરસાદ પડ્યો હોય તેવી પરિસ્થિતિને શું કહેવાય ?

✍જવાબ: દુષ્કાળ

6.જંગલોમાં કોઈ કારણસર આગ લાગે તેને શું કહેવાય ?

✍જવાબ: દાવાનળ

7.નીચેનામાંથી કુદરતી આપત્તિ કઈ છે ?

✍જવાબ: જ્વાળામુખી વિસ્ફોટ

8.નીચેનામાંથી માનવસર્જિત આપત્તિ કઈ છે ?

✍જવાબ: આગ

9.નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ નથી?

✍જવાબ: ઔદ્યોગિક અકસ્માત

10.નીચેનામાંથી કઈ માનવસર્જિત આપત્તિ નથી?

✍જવાબ: ત્સુનામી

11.સમુદ્રના તળિયે ભૂકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી મોટા અને ઊંચા સમુદ્રમોજાં ઉત્પન્ન થાય તેને શું કહેવાય ?

✍જવાબ: ત્સુનામી

12.વેરભાવ કે અન્ય કારણોસર માનવ વસવાટના સ્થળોએ લોકો વચ્ચે થતી મારામારીની અને મિલકતોને નુકસાનની ઘટનાને શું કહેવાય ?

✍જવાબ: હુલ્લડ

13.આમાંથી આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિ કઈ છે ?

✍જવાબ: દુકાળ

14.આમાંથી આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિ કઈ છે ?

✍જવાબ: જંગલની આગ

15.હવાનું હલકું દબાણ સર્જાવાથી ભારે દબાણવાળા વિસ્તારમાંથી વેગથી પવન ફૂંકાય છે. આ તોફાની પવનો ભારે વરસાદ સાથે વાય ત્યારે સર્જાતી પરિસ્થિતિને શું કહે છે ?

✍જવાબ: વાવાઝોડું

16.વરસાદ ન પડે કે ખૂબ ઓછો પડે તેવી સ્થિતિને શું કહે છે ?

✍જવાબ: સૂકો દુકાળ

17.ખૂબ વધુ વરસાદ પડે તેવી સ્થિતિને શું કહે છે ?

✍જવાબ: લીલો દુકાળ

18.જમીનના અંદરના ખડકો ખૂબ શક્તિશાળી કંપન અનુભવે ત્યારે પૃથ્વીની ઉપરની સપાટી પર કંપન અનુભવાય આ ઘટનાને શું કહે છે ?

✍જવાબ: ભૂકંપ

19.પૃથ્વીની સપાટી પર આવેલા કોઈ છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાં રહેલા લાવા, ગરમ વાયુઓ, રાખ, માટી વગેરે ધડાકા સાથે કે ધીમે ધીમે જમીનની બહાર આવે તેને શું કહે છે ?

✍જવાબ: જ્વાળામુખી

20.કયા કારણથી ઓદ્યૌગિક અકસ્માત સર્જાતો નથી ?

✍જવાબ: પૂરતી સુરક્ષા વ્યવસ્થાથી

21.નીચેનામાંથી કયા કારણથી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે છે ?

✍જવાબ: આપેલા ત્રણેય

22.'આપત્તિમાં મૃત્યું થાય.' તેને કેવી અસર કહેવાય ?

✍જવાબ: શારીરિક અસર

23.'આપત્તિમાં માણસ ડઘાઈ જાય, સૂનમૂન થઈ જાય.' તેને કેવી અસર કહેવાય ?

✍જવાબ: માનસિક અસર

24.'આપત્તિમાં વ્યક્તિના ધંધા રોજગારને નુકશાન થાય.' તેને કેવી અસર કહેવાય ?

✍જવાબ: આર્થિક અસર

25.'આપત્તિમાં સ્વજનોથી અલગ થવું પડે.' તેને કેવી અસર કહેવાય ?

✍જવાબ: સામાજિક અસર

 

No comments:

Post a Comment