Tuesday 16 May 2017

📮 *રાજકોટ* 📮

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

  📮 *રાજકોટ* 📮

✔ *ગુજરાત રાજ્ય માં આવેલું શહેર*

👉🏿રાજકોટએ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય માં આવેલું શહેર છે તથા રાજકોટ જિલ્લાનું પાટનગર છે.

👉🏿 આ ઉપરાંત રાજકોટ તાલુકાનું મુખ્ય મથક પણ છે.

👉🏿આ શહેર આજી નદી નાં કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા.

👉🏿રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર તેમજ પાટનગર માનવામાં આવે છે.

👉🏿રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮બી થી ગુજરાત નાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે...

📜 *ઇતિહાસ* 📜

👉🏿રાજકોટ શહેર આજે તેનો સાંસ્કૃતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક, વિકસીત અને સમૃદ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયું છે.

👉🏿 આ શહેરનાં ઇતિહાસની શરૂઆત *ઈ.સ. ૧૬૧૨*માં ઠાકોર સાહેબશ્રી વિભાજી અજોજી જાડેજાથી થઈ હતી.

👉🏿 ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં.

👉🏿 *ઈ.સ. ૧૭૨૦*માં રાજકોટ ઉપર તે સમયનાં જૂનાગઢ નવાબના સુબેદાર માસુમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું.

👉🏿જેથી માસુમ ખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલે કે

👉🏿 *ઈ.સ.૧૭૩૨* માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરીવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મુળનામ રાજકોટ રાખ્યું.

👉🏿આમ રાજકોટનાં ઇતિહાસમાં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું..

👁 *જોવાલાયક સ્થળો*👁

👉🏿રેસકોર્સ મેદાન 

👉🏿જ્યુબિલી બાગ

👉🏿આજી ડેમ 

👉🏿ઈશ્વરીયા પાર્ક

👉🏿ન્યારી ડેમ

👉🏿વોટસન મ્યુઝીયમ (જ્યુબિલી બાગ)

👉🏿લાલપરી તળાવ

👉🏿પ્રદ્યુમન પાર્ક

👉🏿અવધ ક્લબ

👉🏿ખીરસરા પેલેસ

👉🏿ઢીંગલી સંગ્રહાલય.

📜 *વારિશ* 📜

No comments:

Post a Comment