Friday 7 April 2017

🌺રામનારાયણ પાઠક🌺

🛍👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🛍

➖૮ એપ્રિલ
🌺રામનારાયણ પાઠક🌺
                       
🎀〰ગાંધીયુગના સાહિત્યગુરૂ તરીકે ઓળખાતા રામનારાયણ પાઠકનો જન્મ તા. ૮/૪/૧૮૮૭નાં રોજ ગાણોલ (તા. ધોળકા) બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

🎀〰પિતાનું નામ વિશ્વનાથ પાઠક અને માતાનું નામ આદીતબાઈ હતું.

🎀〰તેમના પિતા  શિક્ષકની નોકરી કરતા હોવાથી તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ ગામોમાં મેળવ્યું.

🎀〰ઉચ્ચશિક્ષણ મુંબઈની વિલ્સન કોલેજમાંથી તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વિષયો સાથે ઈ.સ.૧૯૦૮માં બી.એ થયા.

🎀〰વિદ્યાકીય ક્ષેત્રમાં કામ કરવાની ભાવના છતાં સરકારી નોકરી ન કરવાના સંકલ્પને કારણે મુંબઈમાં ઈ.સ.૧૯૧૧માં એલએલ.બી.ના અભ્યાસ પછી અમદાવાદ આવી વકીલાત શરૂ કરી; પણ ક્ષયરોગનું નિદાન થતાં ઈ.સ.૧૯૧૨માં સાદરામાં સ્થિર થયા.

🎀〰 પ્રર્યાપ્ત આર્થિક જોગવાઈ થયેથી વકીલાત છોડી શેષ જીવન શિક્ષણ અને સાહિત્યની સેવામાં ગાળવાનો નિર્ણય કરેલો, પણ ઈ.સ.૧૯૧૯ના અંતમાં એમણે માંદગી નિમિત્તે વકીલાત આટોપી લીધી. ઈ.સ.૧૯૨૦માં ઇન્દુલાલ યાજ્ઞિકના નિમંત્રણથી ગુજરાત ગુજરાત કેળવણી મંડળમાં જોડાઈ જે. એલ. ન્યુ ઇંગ્લિશ સ્કૂલનું આચાર્યપદ સંભાળ્યું, પરંતુ ગાંધીજીના અસહકાર આંદોલનમાં મંડાણ થતાં, શાળા છોડી ઈ.સ.૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા.

🎀〰 ઈ.સ. ૧૯૨૮ સુધી વિવિધ વિદ્યાશાખાઓના તેજસ્વી વિદ્વાનોના સંપર્કમાં પ્રમાણશાસ્ત્ર અને ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કામ કર્યું.

🎀〰ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક તરીકે તેમ જ ‘પ્રસ્થાન’ માસિકના તંત્રી (૧૯૨૫-૧૯૩૭) તરીકે તેઓ ગુજરાતની નવી સાહિત્કારપેઢીના એવા માર્ગદર્શક બન્યાં કે ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે ઓળખાયા.

🍂 સમીર પટેલ 🍃
🏵🛡 જ્ઞાન કી દુનિયા 🛡🏵
🌿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🌿

🌿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌿

🎀〰રામનારાયણ પાઠકે મુખ્યત્વે વાર્તાકાર, કવિ, વિવેચક અને નિબંધકાર સંશોધક  અને સંપાદક તેમ જ અનુવાદક તરીકે માનમાં મેળવી.

🎀〰 દ્વિરેફના ઉપનામથી વાર્તાઓ, શેષ ઉપનામથી કાવ્યો અને ‘ સ્વૈરવિહારી’ ઉપનામથી નિબંધો લખ્યા છે.

🎀〰એમના હળવા નિબંધોમાં સૂક્ષ્મ વિનોદવૃત્તિ અને અખા જેવી ઉગ્ર ક્ટાક્ષવૃત્તિના દર્શન થાય છે.

🎀〰 એમની સરળ વિશાળ, પાસડીક અને તલસ્પર્શી અહોલી વિવેચનાએ એમને ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય વિવેચકોમાં સ્થાન પામ્યું છે.

🎀〰 તેમણે ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’, ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’  ‘કાવ્યની શક્તિ’ , ‘સાહિત્યવિમર્શ’ , ‘આલોચના’ , ‘નર્મદાશંકર કવિ’ ને સમાવતો ‘નર્મદઃ અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા’, ‘સાહિત્યાલોક’ , ‘નભોવિહાર’ અને ‘આકલન’ વગેરે ગ્રંથો લખ્યા છે.

🎀〰‘નભોવિહાર’માં મધ્યકાળનો સર્જકલક્ષી અને અર્વાચીનકાળનો સ્વરૂપલક્ષી પરિચય છે તે આકાશવાણી-વાર્તાલાપની સરળતા ને લોકગમ્યતા છતાં ઘણાં નોંધપાત્ર નિરીક્ષણોને પણ ગૂંથી લે છે.
🎀〰‘પૂર્વાલાપ’ તેમનું સંપાદન પુસ્તક છે.
🎀〰‘નળાખ્યાન’, ‘સરસ્વતીચંદ્ર’, ‘રાઈનો પર્વત’, ‘આપણો ધર્મ’, ‘વિશ્વગીતા’ વગેરે વિશેના સર્વાંગી અભ્યાસ રજૂ કરતા નિબંધો એમની મૌલિક વિવેચનદ્રષ્ટિથી ખાસ લક્ષ ખેંચે છે.

🎀〰 ‘કાવ્યપરિશીલન’માં એમના કેટલાક વિદ્યાર્થીભોગ્ય આસ્વાદો પણ ગ્રંથસ્થ થયા છે.

🌿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🌿

🌿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌿

🎀〰૧૯૨૧માં ‘જાત્રાળુ’ ઉપનામથી લખેલા ‘રાણકદેવી’ થી એમની કાવ્યયાત્રાનો થયેલો આરંભ છેક ૧૯૫૫માં લખાયેલા ‘સાલમુબારક’ સુધી ચાલુ રહ્યો.

🎀〰પહેલા કાવ્યના ‘જાત્રાળુ’ અને પછીથી એક વખત પ્રયોજાયેલા ‘ભૂલારામ’ સિવાય એમણે કાવ્યો પરત્વે ‘શેષ’ ઉપનામ રાખ્યું અને પહેલા કાવ્યસંગ્રહને ‘શેષના કાવ્યો’  નામ આપ્યું.

🎀〰પહેલી આવૃત્તિમાં માત્ર સડસઠ અને બીજી આવૃત્તિમાં તોતેર જેટલાં કાવ્યો તથા થોડાંક પ્રકીર્ણ મુક્તકો આદિને સમાવતો આ સંગ્રહ  છે.

🎀〰‘શેષનાં કાવ્યો’ની સત્તર રચનાઓ અને અન્ય ચાલીસ કાવ્યોને સમાવતો મરણોત્તર સંગ્રહ ‘વિશેષ કાવ્યો’  ‘શેષ’ની સર્વ લાક્ષણિકતાઓની જાળવણી અને ‘તુકારામનું સ્વર્ગારોહણ’ જેવાં ખંડકાવ્યોના નૂતન પ્રયોગને કારણે ધ્યાનાર્હ બને છે.

🎀〰કવિતાની જેમ વાર્તામાં પણ પ્રયોગશીલતા દાખવનાર આ સર્જકનું વાર્તાક્ષેત્રે ઐતિહાસિક પ્રદાન છે.

🎀〰ઈ.સ.૧૯૨૩ થી ‘દ્વિરેફ’ના ઉપનામે લખાયેલી અને ત્રણ સંગ્રહોની કુલ ચાલીસ વાર્તાઓ આપનાર તેમણે  ‘દ્વિરેફની વાતો’-ભા. ૧,૨ અને ૩  આપ્યા છે.

🎀〰એમણે ‘સ્વૈરવિહાર’ના ઉપનામથી લખવા માંડેલું, તેના બે સંગ્રહો ‘સ્વૈરવિહાર’-ભા. ૧  અને ‘સ્વૈરવિહાર’-ભા. ૨ નિબંધસંગ્રહ આપ્યા છે.

🎀〰 તેમણે ‘ બૃહત પિંગળ’ મહાગ્રંથ એમની સંશોધન શક્તિનો કીર્તિકળશબની રહ્યો. તેમને નર્મદ સુવર્ણચંદ્રક તથા દિલ્લી સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક એનાયત થયા.

🎀〰બહુશ્રુતતા , વિદ્વતા , વિદ્ગ્ધતા અઅને સહદયતા એમની તેજસ્વી બહુમુખી પ્રતિભાના મુખ્ય લક્ષણો છે.

🎀〰એમનામાં સાક્ષરપેઢી અને ગાંધીયુગના સંસ્કારોનો શુભ સમન્વય થયો હતો.

🎀〰આવા બહુમુખી પ્રતિભા ધરાવનાર પાઠકનું મુબઈમાં હદયરોગના હુમલાથી તા.૨૧/૮/૧૯૫૫ના રોજ અવસાન થયું હતું.💐

🛍🌻જ્ઞાન કી દુનિયા 🌻🛍

No comments:

Post a Comment