Thursday 15 June 2017

💥 *વિશ્વ રક્તદાન દિવસ* 💥

🎓👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎓

🦋 *૧૪ જૂન* 🦋
💥 *વિશ્વ રક્તદાન દિવસ* 💥

📜➖વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે.

📜➖આ દિવસ દર વર્ષે જૂન ૧૪ ના રોજ ઉજવવામાં આવે છે.

📜➖આની શરૂઆત સને ૨૦૦૭ ના વર્ષથી કરવામાં આવેલ છે.

📜➖જે એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system) ના શોધક,જે માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું, કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner)નો જન્મ દિવસ (૧૪મી જૂન, ૧૮૬૮) હોવાથી તેમની યાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલ કરી વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા આ દિન મનાવી પ્રયાસ આદર્યો છે.

📜➖વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાનો એક મહત્વનો હેતુ, રક્તાધાન (blood transfusion) માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો પણ છે.

🀄🎙 *જ્ઞાન કી દુનિયા* 🎙🀄

💥 *ABO સિસ્ટમ પ્રમાણે બ્લડ ગ્રૂપ*

📮 *A* : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A એન્ટિજન આવેલા હોય અને B પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રૂપ A છે એમ કહેવાય.

📮 *B* : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર B એન્ટિજન આવેલા હોય અને B પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ ગ્રૂપ B છે એમ કહેવાય.

📮 *AB* : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અને B બન્ને એન્ટિજન આવેલા હોય અને બન્ને પ્રકારના એન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ ગ્રૂપ AB છે એમ કહેવાય.

📮 *O* : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અથવા B કોઈ પણ પ્રકારના એન્ટિજન આવેલા ન હોય અને બન્ને પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય તો એ વ્યક્તિનું બ્લડ ગ્રૂપ O છે એમ કહેવાય.

💥 *પોઝિટિવ અને નેગેટિવ*

📮 Rh (Rhesus) ફેક્ટર તરીકે ઓળખાતા એન્ટિજન અને એન્ટિબોડીઝની હાજરી કે ગેરહાજરી પરથી આ બે ગ્રૂપ જુદાં પડે છે.

📮 *પોઝિટિવ* : જે વ્યક્તિમાં ઉપરોક્ત એન્ટિજન ઉપરાંત લાલ રક્તકણોની સપાટી પર Rh એન્ટિજન પણ હાજર હોય એ બ્લડ Rh પોઝિટિવ ગણાય છે.

📮 *નેગેટિવ* : જે વ્યક્તિમાં લાલ રક્તકણોની સપાટી પર Rh એન્ટિજન હાજર ન હોય એને Rh નેગેટિવ બ્લડ કહેવાય છે. આ બ્લડના પ્લાઝમામાં Rh એન્ટિબોડીઝ નેચરલી નથી હોતા, પરંતુ જો આ બ્લડની સાથે Rh પોઝિટિવ બ્લડ ભેળવવામાં આવે તો એ Rh એન્ટિબોડીઝ પેદા કરી શકે છે.

💥 *બ્લડ મેચિંગ કઈ રીતે થાય?*

📮 A ગ્રૂપ ધરાવનારી વ્યક્તિ A ગ્રૂપ તેમ જ AB ગ્રૂપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે. આ વ્યક્તિને A તેમ જ O ગ્રૂપનું બ્લડ આપી શકાય.

📮 B ગ્રૂપ ધરાવનારી વ્યક્તિ B અને AB ગ્રૂપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે. આ વ્યક્તિને B તેમ જ O ગ્રૂપનું બ્લડ આપી શકાય.

📮 AB ગ્રૂપ ધરાવનારી વ્યક્તિનું લોહી AB ગ્રૂપ ધરાવતી વ્યક્તિને આપી શકાય. આ વ્યક્તિને A, B, AB, અને O એમ દરેક પ્રકારનું બ્લડ આપી શકાય છે. આ ગ્રૂપની વ્યક્તિ દરેક પ્રકારના ગ્રૂપનું લોહી લઈ શકે એમ હોવાથી એને યુનિવર્સલ રિસીવર બ્લડ ગ્રૂપ કહેવાય છે.

📮 O ગ્રૂપ ધરાવનારી વ્યક્તિઓ A, B, AB, અને O એમ દરેક પ્રકારના બ્લડ ગ્રૂપ સાથે મેચ થાય છે, પરંતુ તેમને જ્યારે લોહીની જરૂર પડે તો માત્ર અને માત્ર O ગ્રૂપ જ મેચ થાય છે. આ ગ્રૂપનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રૂપ ધરાવનારાઓને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ-ગ્રૂપ કહેવાય છે.

⭐💭 *જ્ઞાન કી દુનિયા* 💭⭐

No comments:

Post a Comment