Monday 24 April 2017

◾ડૉ.પંકજ જોશી◾

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

◽૨૫ એપ્રિલ જન્મદિન ◽
◾ડૉ.પંકજ જોશી◾
                      
📨➖સુપ્રસિદ્ધ ખગોળવિદ, ‘ ફાયર બોલ’ થીયરીથી હવે વિશ્વમાં જાણીતા થયેલા પંકજ જોશીનો જન્મ તા. ૨૫/૪/૧૯૫૪ના રોજ શિહોરમાં થયો હતો.

📨➖વિજ્ઞાનની એક શાખામાં જગપ્રસિદ્ધ થયેલા વિજ્ઞાની પંકજ જોશી ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે.

📨➖તેમણે એમ.એસ.સી.સુધીનો અભ્યાસ ભાવનગરમાં કરીને પી.એચ.ડી.ની ડીગ્રી મુંબઈ યુનિવર્સિટીમાંથી લીધી.

📨➖ તેમણે ડૉ. જયંત નારલીકર જીવ વિજ્ઞાની પાસે પી.એચ.ડી કર્યું હતું.

📨➖ગણિતશાસ્ત્રસ્ત્રમાં એમ.એસ.સી.ની ડીગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી તેઓ મુંબઈની તાતા ઇન્સ્ટીટયુટ ઓફ ફંટામેન્ટલ  રિસર્ચમાં સંશોધન કામ કરી.

📨➖ઈ.સ. ૧૯૮૧મ બે વર્ષ માટે અમેરિકાની પીટર્સબર્ગ યુનિવર્સિટીમાં વિશેષ અભ્યાસ માટે ગયેલા.

📨➖ઈ.સ. ૧૯૮૩માંતેઓ તાતા ઇન્સ્ટીટયુટ ઓફ ફંટામેન્ટલરીસર્ચના ખગોળશાસ્ત્ર વિભાગમાં જોડાયા. અને તે જ સંસ્થામાં પ્રોફેસર તરીકે સંશોધન કાર્ય કરી રહ્યા છે.

📨➖ તેમના માર્ગદર્શન હેઠળ સાત સંશોધકોએ પી.એચ.ડી. કર્ય હતું. તેમનું સંશોધન તારાઓના મૃત્યુની આસપાસ ઘૂમતું રહ્યું છે.

📨➖તારાઓમાં મૃત્યુ વિશેની તેમની ‘ ફાયર બોલ’ થિયરી આખા જગતમાં સ્વીકારી છે.

📨➖સૂર્ય કરતાં ૧૦ કે ૨૦ ગણા મોટા તારાઓનો અંત આવે ત્યારે શું સ્થિતિ સર્જાય તે વિષય પર તેમનું સંશોધન કર્યું છે અને એક પુસ્તક પણ લખ્યું છે : *ગ્રેવીટેશનલ કોલેપ્સ એન્ડ સ્પેટટાઈમ સિગ્યુલાઈટીરીઝ*’ .

📨➖ ડૉ. હેકિંગનું પુસ્તક પણ છપાયું છે, એ  વાંચીને ડૉ. જોશીએ તેમના સંશોધનની શરૂઆત કરી હતી.

📨➖ ડૉ. હેકીન્ગનું પુસ્તક સંશોધન એમ કહે છે કે તારાનાં મોત બાદ બ્લેક હોલ જ સર્જાય. મતલબ કે દરેક તારો મર્યા બાદ બ્લેક હોલ જ બંને.

📨➖ નાના તારાઓ મૃત્યુ બાદ વ્હાઈટ ડવાર્ક  બને છે, પણ બીજા તારાઓનું શું ? અમારું સંશોધન એક ખે છે કે નાના તારાઓ બ્લેક હોલ બને એ વાટ સાચી પણ સૂર્ય કરતાં ૧૦ કે ૨૦ ગણા તારાઓ સંકોચાઈને વિસ્ફોટ પામે છે.

📨➖તારાઓના ગુરૂત્વાકર્ષણ ભંગાણ તથા વિલય વિશેનું પંકજ જોશીનું સંશોધન આંતરાષ્ટ્રીય પ્રસિદ્ધિ તથા સ્વીકૃતિ પામ્યું છે.

📨➖તેમનું આ વિષય પરનું અંગ્રેજી પુસ્તક ‘ *ગ્લોબલ આસ્પેકટ ઇન ગ્રેવીટેશન એન્ડ કોસ્મોલોજી* ‘ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસની ભૌતિકવિજ્ઞાનની પ્રતિષ્ઠિત સંશોધન પ્રગટ કર્યું.

📨➖ખગોળવિજ્ઞાન તથા વિશ્વની ઉત્પત્તિ વિષે તેમના એકસોથી વધુ સંશોધનપત્રો વિખ્યાત આંતરરાષ્ટ્રીય સામયિકોમાં પ્રકાશિત થયા છે.

📨➖ તેઓ અવારનવાર વિજ્ઞાન પર લેખો લખે છે, અને લોકભોગ્ય વ્યાખ્યાનો પણ આપે છે.

📨➖ ભારત તેમ જ વિશ્વના ઘણાં દેશોની યુનિવર્સિટીઓમાં તેઓ મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કામ કરી ચૂક્યા છે.

📨➖ઘણાં આંતરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય પરિસંવાદોમાં તેમણે પુરસ્કૃત કર્યા છે. તેમણે વિજ્ઞાનના થોડા પુસ્તકો ગુજરાતીમાં પણ લખ્યા છે.

👨‍🎓સમીર પટેલ 👨‍🎓
🎁🌺જ્ઞાન કી દુનિયા 🌺🎁

No comments:

Post a Comment