Tuesday 25 April 2017

◾ગુગ્લીલ્મો માર્કોની◾

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

◽૨૫ એપ્રિલ જન્મદિન ◽
◾ગુગ્લીલ્મો માર્કોની◾

📨➖મહાન વૈજ્ઞાનિક અને સંશોધક માર્કોનીનો જન્મ 25/4/1874 ના રોજ ઇટાલીમાં થયો હતો.

📨➖ અભ્યાસ દરમિયાન જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે પોતાનું નામ રોશન કર્યું હતું.

📨➖બાળપણથી જ તેમને વિદ્યુત સંશાધનોમાં અનોખો રસ હતો.

📨➖ઘરમાં જ પુસ્તકાલય હોવાથી તેઓ સતત વાંચતા રહેતા.

📨➖ માર્કોની અને તેના ભાઇ બંનેએ મળીને વીજળીના તરંગો મોકલવાના પ્રયાસો કર્યા અને એક દિવસ સફળતા મળી.

📨➖કોઇપણ જાતના તાર વગર અવાજ એક સ્થળેથી બીજે સ્થળેથી બીજે સ્થળે મોકલવાનું સંશોધન કર્યું.

📨➖માર્કોનીના આ આવિષ્કારે વિશ્વને હલબલાવી નાખ્યું.

📨➖ઇટાલીના સમ્રાટ અને સામ્રાજ્ઞીને પણ તેમનો પ્રયોગ જોવાની ઇચ્છા થઇ અને પ્રસન્ન થયાં.

📨➖માર્કોનીને હવે પ્રથમ કરતા વધારે મદદ મળવા લાગી.

📨➖ કેનેડાની સરકારે માર્કોનીને આમંત્રણ આપી સંદેશા-વ્યવહારનું સેન્ટર ઊભું કર્યું.

📨➖ત્યારબાદ તેમણે ‘અલ્ટ્રા શોર્ટ એન્ડ માઇલ વેવ્ઝ’ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું, જેની મદદથી રેડિયોની શોધ થઇ.

📨➖માર્કોનીને ભૌતિક વિજ્ઞાનનો ‘નોબેલ પુરસ્કાર’ મળ્યો. ઇટાલિયન સરકારે એનું ભારે સન્માન કર્યું.

📨➖ ઇટાલીના રાજાએ તેને માટે વારસાગત ઉમરાવપદ પણ આપ્યું.

📨➖સંદેશા-વ્યવહારમાં ક્રાંતિકારી શોધ કરી દુનિયાને ઉપયોગી થનાર માર્કોનીનું ઇ.સ.1937 માં 64 વર્ષની ઉંમરે અવસાન થયું.

📨➖રેડિયોના પ્રચાર અને પ્રસારથી જ વિશ્વને એક તાંતણે ગૂંથ્યું છે એ ચમત્કાર સર્જનાર માર્કોની જ હતા.

📽🍃સમીર પટેલ 🍃📽
📮👨‍🎓જ્ઞાન કી દુનિયા 👨‍🎓📮

No comments:

Post a Comment