Saturday 20 May 2017

*પટેલ ભોળાભાઈ શંકરભાઈ*

💐  *અવસાન* 💐

          *૨૦ મે ૨૦૧૨*

*પટેલ ભોળાભાઈ શંકરભાઈ*

👉🏿પટેલ ભોળાભાઈ શંકરભાઈ નિબંધકાર, વિવેચક, સંપાદક અનુવાદક.

👉🏿જન્મ વતન સોજા (જિ. મહેસાણા)માં. ૧૯૫૨માં એસ.એસ.સી.

👉🏿૧૯૫૭માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ.

👉🏿૧૯૬૦માં હિંદી-સંસ્કૃત વિષયોમાં એમ.એ.

👉🏿૧૯૭૦માં અંગ્રેજી - ભાષાવિજ્ઞાન વિષયોમાં પુનઃ એમ.એ.

👉🏿૧૯૭૮માં હિંદીમાં ‘અજ્ઞેય : એક અધ્ધયન’ વિષય પર પીએચ.ડી.

👉🏿૧૯૬૦થી ૧૯૬૯ સુધી સરદાર વલ્લભભાઈ આર્ટસ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. 

👉🏿ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ૧૯૬૯થી હિદીના વ્યાખ્યતા અને ૧૯૮૦થી રીડર.

👉🏿હિંદી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત.

👉🏿૧૯૮૩-૮૪માં વિશ્વભારતી, શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના વિઝિટિંગ ફેલો.

👉🏿‘પરબ’ નાં તંત્રી-સંપાદક તરીકે પચીસ વર્ષ સુધી સેવા આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી.

👉🏿ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વપ્રમુખ. ૨૦૧૨-૨૦૧૩ના વર્ષો માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે વરણી થઈ.

👉🏿આ કાર્યકાળ દરમ્યાન જ ૨૦ મે ૨૦૧૨ના દિવસે તેમનું અવસાન થયું. 

👉🏿તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાન લખનઉ દ્વારા *સૌહાર્દ પુરસ્કાર* (૧૯૮૮),

👉🏿ગુજરાત સાહિત્યસભા દ્વારા *રણજિતરામ સુવર્ણચંદ્રક* (૧૯૯૫)

👉🏿 હિન્દી સાહિત્યસેવી સન્માન, ગાંધીનગર ૨૦૦૦;

👉🏿શ્રી સ્વામી સચ્ચિદાનંદ સન્માન, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૦૦૫;

👉🏿સાહિત્ય ગૌરવ પુરસ્કાર ૨૦૦૫

👉🏿ભારત સરકાર તરફથી *‘પદ્મશ્રી’* ૨૦૦૮ અને

👉🏿 સાહિત્ય અકાદેમી દિલ્હી તરફથી તેનું સર્વોચ્ચ સન્માન ‘મહત્તર સદસ્યતા’ ‘Fellowship’ થી ૨૦૧૦માં બહુમાન કરવામાં આવ્યું છે.

👉🏿 તેમ જ શ્રી અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ, ૧૯૯૬; ‘ભારતીય ઉપન્યાસ પરંપરા ઔર ગ્રામ કેન્દ્રી ઉપન્યાસ’,

👉🏿હિન્દી ગ્રંથને રાષ્ટ્રીય પુરસ્કાર, કેન્દ્રીય હિન્દી નિદેશાલય, દિલ્હી ૨૦૦૨-૨૦૦૩;

👉🏿સારસ્વત ગૌરવ એવોર્ડ અમદાવાદ, ૨૦૦૩.

👉🏿મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશનનો સાહિત્ય એવોર્ડ ૨૦૦૭ વગેરે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમના અનેક પુસ્તકોને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યાં છે. 

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

No comments:

Post a Comment