Saturday 20 May 2017

✔ *રોજા*

✔ *રોજા*

👉🏿રોજા (અરબી ભાષા: صوم‎), એ ઉપવાસ માટેનો અરબી શબ્દ છે.

👉🏿 રોજા એ ઇસ્લામનાં પાંચ પાયાઓ માંનો એક ગણાય છે. મુસ્લિમ લોકોમાં વર્ષના મહિનાઓમાં, રમઝાન વધુ આદરણીય ગણાય છે. 

👉🏿મુસ્લિમ લોકો આ માસ દરમિયાન રોજા રાખે છે અને દિવસ દરમિયાન કશુંજ ખાવા,પીવા તથા અન્ય મોજશોખથી દુર રહી, ઇશ્વરની પ્રાર્થના (બંદગી)માં લીન રહે છે.

✔ *વ્યુત્પતિ*

👉🏿ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ઈરાન અને મધ્ય એશિયામાં તેને 'રોજા' (કે રોઝા) કહે છે. આ શબ્દ મુળ ઇન્ડો-ઇરાનિયન ભાષા 'ડારી' માંથી આવેલો છે.

👉🏿તુર્કિમાં તેને 'ઓરુક' (oruç) કહે છે. જ્યારે મલેશિયા, બ્રુનેઇ અને સિંગાપૂરમાં તેને 'પૌસા' કહે છે. જે સંસ્કૃત શબ્દ "ઉપવાસ" પરથી આવેલો છે.

👉🏿 ઇન્ડોનેશિયા, દક્ષિણ થાઇલેન્ડ અને દક્ષિણ ફિલિપાઇન્સમાં પણ તેને 'પૌસા' કહેવામાં આવે છે.

*વ્યાખ્યા*

👉🏿રોજા દરમિયાન મુસ્લિમોને માટે, સુર્યોદય (ફઝર)થી લઇ અને સુર્યાસ્ત (મઘરીબ) સુધી, ખાવું, પીવું, ધુમ્રપાન મનાઈ છે.

👉🏿 રોજા મુલતઃ અલ્લાહની નજીક રહેવા માટેનો અને પોતાની ધર્મપરાયણતા વધારવા માટેનો સનિષ્ઠ પ્રયાસ છે.

👉🏿રોજાનો અન્ય એક ઉદ્દેશ ગરીબો, કે જેઓ પાસે ખાવા પૂરતું અનાજ કે પીવા પૂરતું પાણી નથી, પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો પણ છે.

👉🏿બુરાઇ અને કુવિચારોથી બચવાની કોશિશ પણ છે. ઉપવાસ (રોજા)નો એક ઉદ્દેશ વ્યક્તિની ઇચ્છાઓ (ખાવું,પીવું,ક્રોધ,જાતીય ઇચ્છાઓ) પર કાબુ મેળવવાનો અને અલ્લાહની બંદગી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનો પણ છે..

   💐💐 *વારિશ* 💐💐

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

No comments:

Post a Comment