Tuesday 18 April 2017

💐💐 veer senani તાતયાટોપે💐💐

૧૮૫૭ના સ્વાધીનતા સંગ્રામ પહેલા તાત્યા ટોપે પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર નાના સાહેબના મિત્ર હતા. પોતાની યોગ્યતા અને સાહસથી તે ખુબ જ જલ્દી પેશવાની સેનાનાં સેનાપતિ બની ગયા. આ મહાન સેનાનાયકે પોતાના રણ કૌશલ્યથી અંગ્રેજ સેનાપતિઓને પણ આશ્ર્ચર્ય ચકિત કરી દીધા હતા. મરાઠાની કુશળ યુદ્ધનીતિ, છાપામાર યુદ્ધ પદ્ધતિનું તાત્યા ટોપેએ ખૂબજ કુશળતા અને સફળાતાપૂર્વક સંચાલન કર્યું. છત્રપતિ શિવાજીની ગેરિલા યુદ્ધનીતિના અંતિમ સેનાની તાત્યા ટોપે જ હતા. એમને પકડવા આવનાર અંગ્રેજ સેનાપતિઓને યુદ્ધમાં એમણે લગભગ નવ મહિના સુધી હંફાવ્યા હતા.

    બે વરસમાં એમના ક્રાંતિકાળમાં લગભગ દોઢસો મોરચાઓ પર તાત્યા ટોપેએ અંગ્રેજ સેનાનો સામનો કર્યો. આ સંગ્રામમાં તાત્યા ટોપે અને ભારતમાતાનાં બીજા અનેક વીરસપૂતોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું. એમના આ બલિદાને તેમના પ્રત્યેક દેશભક્તના હ્રદયમાં સ્વતંત્રતાની આગ ભરી દીધી.

    તાત્યા ટોપેનું નામ ઇતિહાસમાં આઝાદીના લડવૈયાઓની પ્રથમ પંક્તિમાં અંકિત છે. કર્મઠ, શિસ્તપાલક અને નેતૃત્વની ભાવનાવાળા તે એક સાચા દેશભક્ત હતા. અંગ્રેજો સાથેનાં અંતિમ સંઘર્ષમાં તેમનો જો કે પરાજય થયો હતો. પરંતુ તેમનાં પરાજયે જ છેવટે સ્વતંત્રતા માટે જશનું કાર્ય કર્યું હતું. તાત્યા ટોપે સ્વતંત્રતા પૂજારી, દેશના રક્ષક અને મહાન સેનાની હતા.

— રાજન પટણી

📚💐💐💐💐💐💐💐💐📚

No comments:

Post a Comment