Tuesday 18 April 2017

📨રામલાલ પરીખ📨

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

📨રામલાલ પરીખ📨
                       
🛍〰બુનિયાદી શિક્ષણમાં મહત્વનું પ્રદાન કરનાર અને પૌઢશિક્ષણને જીવનનું ધ્યેય બનાવનાર ગુજરાત વિધ્યાપીઠના કુલપતિ રામલાલભાઈ નો જન્મ તા.૧૮/૪/૧૯૨૭ના રોજ  અમદાવાદમાં થયો હતો.

🛍〰 તેઓ ‘ ઈતિહાસ અને પ્રાચીન સંસ્કૃતિ વિષય સાથે એમ.એ થયા. ત્યારપછી ‘ પત્રકારત્વ અને આક્યોલોજી’ના વિષયમાં ડીપ્લોમાં પ્રાપ્ત કર્યો.

🛍〰યુવાનવયે વિદ્યાર્થી કોગ્રેસ અને યુવક કોંગ્રેસના નેતા તરીકે તેમણે મહત્વની કામગીરી બજાવી હતી.

🛍〰યુવક પ્રવૃત્તિ માટે દેશભરમાં ફરવાની જવાબદારી આવતાં તેઓ ઈ.સ.૧૯૫૬માં દિલ્લી ગયા.

🛍〰પાંચ વર્ષ સુધી ભારતભરમાં પ્રવાસ કરીને તેમણે દરેક પ્રાંતમાં યુવક કોંગ્રેસના સંગઠનને મજબૂત કર્યું.

🛍〰દેશભરમાં યુવકો માટે યુવકો રાષ્ટ્રીય શિબિરો, શ્રમશિબિરો, મેલા જેવા સંખ્યાબંધ કાર્યક્રમો  યોજી તેના દ્વારા યુવક પ્રવૃતિઓમાં જુવાળ ઉભો કર્યો હતો.

🛍〰ઈ.સ. ૧૯૪૨માં ‘ હિંદ છોડો’ ચળવળથી ગાંધી  રંગે રંગાયેલ એ ખૂબ સક્રિય થયા.

🛍〰વડોદરાનું તેમનું નિવાસ સ્થાન ચળવળનું એક કેન્દ્ર બની રહ્યું.

🛍〰ઈ.સ. ૧૯૪૪માં મુંબઈમાં તેમણે ગાંધીજીનું પ્રવચન સાંભળ્યું ત્યારથી ખૂબ પ્રભાવિત થયેલા અને આજીવન ગાંધીભક્ત બની રહ્યા.

🛍〰ઈ.સ. ૧૯૫૨માં તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. પણ પાછળથી મોરારજીભાઈ દેસાઈએ તેમનેવિદ્યાપીઠનું સંચાલન સોપ્યું.

🛍〰 ત્યારથી વિદ્યાપીઠની વિદ્યાકીય પ્રવૃતિઓને ખૂબ વેગ મળ્યો.

🛍〰આ સમગ્ર કાર્યમાં રામલાલભાઈનો સિંહફાળો છે.

🛍〰વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ સાથે ગ્રામવિકાસ અને સમાજસેવાની પ્રવૃતિઓને પણ તેમણે મહત્વ આપી વેગ આપ્યો.

🛍〰ઈ.સ.૧૯૬૧માં ગુજરાત વિદ્યાપીઠમાં મગનભાઈ દેસાઈએ રાજીનામું આપતાં એ હોદ્દા પર મોરારજીભાઈ દેસાઈએ રામલાલ ભાઈને વિધ્યાપીઠના મહામાત્ર નીમ્યા હતા.

🛍〰ગાંધીજીની આ ઉજમાળી સંસ્થાના મહાપાત્ર અને ટ્રસ્ટીબનતા તેઓ વિદ્યાપીઠનાશિક્ષકકાર્યમાં ખૂપી ગયા.

🛍〰રામલાલભાઈનું વ્યક્તિત્વ વિશાલ અને વિકાસશીલ હતું.

🛍〰જગતના અનેક દેશોની યુવાક્પ્રવૃતી અને શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે તેઓ સંકળાયેલ હતા.

📮જ્ઞાન કી દુનિયા 📮
🎁👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🎁

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

🛍〰ઈ.સ. ૧૯૭૦ના અરસામાં કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે પણ તેઓ મોરારજીભાઈની સાથે જ રહેલા.

🛍〰 ઈ.સ. ૧૯૭૫માં તેઓ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

🛍〰તેમણે ઈ.સ.૧૯૮૧ સુધી આ સભ્યપદ  શોભાવ્યું હતું.

🛍〰શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ઈ.સ. ૧૯૭૫માં દેશમાં કટોકટી જાહેર કરીને મીસા હેઠળ વિરોધી રાજકીય અગ્રણીઓની ધરપકડ કરવાનું શરૂ કરેલું.

🛍〰 શ્રી રામલાલભાઈ ને તેમના પત્ની પદ્માબેન ૯ મી ઓગસ્ટ ૧૯૭૬ના રોજ ગુજરાત કોલેજમાં વિનોદ કોનારીવાલાના સ્મારક ઉપર પુષ્પાજલી અર્પણ કરવા ગયા ત્યારે ત્યાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.

🛍〰તેઓ ઈ.સ.૧૯૮૩ થી ૯૬ સુધી તેઓ ગુજરાત વિધ્યાપીઠના કુલનાયક રહેલા અને એ જ વર્ષે મોરાર્જીભૈનું અવસાન થતાં તેમની વરની કુલપતિપદે મેતી થઇ હતી.

🛍〰જે તેમણે આયુષ્યના અંત સુધી નિભાવી હતી. વિશ્વના લગભગ ૩૮ દેશોમાં ફરીને ગાંધીવિચાર વિષે વ્યાખ્યાનો આપ્યા હતા.

🛍〰 ‘ વિશ્વ ગુર્જરી એવોર્ડ સહિત અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર રામલાલભાઈ પરીખનું અવસાન ૨૯ નવેમ્બર ૧૯૯૯નારોજ થયું હતું.

📮જ્ઞાન કી દુનિયા 📮

No comments:

Post a Comment