Tuesday 18 April 2017

📮તારાબહેન મોડક 📮

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

📮તારાબહેન મોડક 📮

📨➖ભૂલકાંઓના સાથી અને લેખિકા શ્રીમતી તારાબહેન મોડકનો જન્મ 19/4/1892 ના રોજ થયો હતો.

📨➖અનેક મુશ્કેલીઓનો સામનો કરીને, પોતાની બધી શક્તિઓને એમણે બાલશિક્ષણમાં વાપરી, તેનો રચનાત્મક ઉપયોગ કરી, સમાજની સેવા કરી.

📨➖રાજકોટની બાર્લ્ટન ફીમેલ ટ્રેઇનીંગ કૉલેજની પ્રિન્સિપાલ પદની મોટા પગારની અને અધિકારની નોકરી છોડી તેઓ શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં જોડાયા.

📨➖તારાબહેને ગાંધીજીની પ્રેરણાથી કોસવાડમાં આદિવાસી બાળકો માટે પારણાઘર, બાલવાડી, પ્રાથમિક શાળા, રાત્રીશાળા એમ શિક્ષણ સંસ્થાઓની પરંપરા શરૂ કરીને કેળવણીનો યજ્ઞ શરૂ કર્યો.

📨➖તેઓ મોન્ટેસરી સંમેલનમાં ભાગ લેવા યુરોપ પણ ગયા હતા.

📨➖ તેમણે બાળસાહિત્યના પુસ્તકો ઉપરાંત શિક્ષણ અંગેના પુસ્તકો પણ લખ્યાં છે.

📨➖શિક્ષણક્ષેત્રે તેમણે આપેલી અનેકવિધ સેવાઓની કદરરૂપે ભારત સરકારે તેમણે ‘પદ્મભૂષણ’ ખિતાબ અર્પણ કરી તેમનું બહુમાન કર્યું હતું.

📨➖બાળકોને સમજવાની અને તેમને પ્રેમથી વશ કરી લેવાની તેમનામાં જન્મજાત શક્તિ હતી.

📨➖શિક્ષણ સંબંધી વિચારોને સાકારિત કરવા એ બધું જ કરી છૂટતાં. ગુજરાતમાં પૂર્વ પ્રાથમિક ક્ષેત્રે એમણે એટલું બધું રચનાત્મક કામ કર્યું છે કે ઇ.સ.1973 માં 81 વર્ષની વયે મુંબઇમાં જયારે એમનું અવસાન થયું ત્યારે આ સન્નારીને કેળવણીકારોએ ‘ગુજરાતના મોન્ટેસરી’ કહીને બિરદાવી આદરાંજલિ અર્પણ કરી હતી.

🍃🍂સમીર પટેલ 🍂🍃
🏵🌻જ્ઞાન કી દુનિયા 🌻🏵

No comments:

Post a Comment