Saturday 1 April 2017

🌿💐જયંત કોઠારી 💐🌿

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🌿💐જયંત કોઠારી 💐🌿
                    
🐝🎯ગુજરાતી સાહિત્ય  વિવેચક અને સંપાદક જયંત કોઠારીનું અવસાન પહેલી એપ્રિલ ૨૦૦૧ના રોજ થયું હતું.

🐝🎯આજે તેમની પૂણ્યતિથી છે. તેમનો જન્મ અઠ્ઠાવીસ જાન્યુઆરી ના રોજ રાજકોટમાં થયો હતો.

🐝🎯તેમણે  પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં મેળવ્યું હતું.

🐝🎯ઈ.સ. ૧૯૫૭ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી બી.એ. અને ઈ.સ. ૧૯૫૯ માં એમ.એ પાસ કર્યું. 

🐝🎯ઈ.સ. ૧૯૭૭ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી લિંગ્વિસ્ટિક્ટસનો ડિપ્લોમાં થયા.

🐝🎯ઈ.સ.૧૯૪૯-૫૪ રાજકોટમાં કટલરીની દુકાન હતી. સાથે સાથે રાજકોટમાં રેલવે ક્લેઈમ્સ એજન્ટ પણ હતા .

🐝🎯ઈ.સ.૧૯૫૯-૬૨ માં અમદાવાદની પ્રકાશ આર્ટસ કોલેજમાં અને ગુજરાત લૉ સોસાયટીની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી હતી.

🐝🎯ઈ,સ. ૧૯૮૦ થી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતાં ‘ગુજરાતી સાહિત્યકોશ’ના પ્રથમ ભાગ સાથે  જોડાયેલ હતા.

🐝🎯એમણે નટુભાઈ રાજપરા સાથે રહી લખેલો ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ ગ્રંથ મહત્વનો સંદર્ભગ્રંથ છે.

🐝🎯પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના અભ્યાસ-નિમિત્તે લખાયેલી બીજા ગ્રંથ ‘પ્લેટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા’ માં બે ગ્રીક સાહિત્યચિંતકોની કાવ્યવિચારણાની તપાસ છે.

🐝🎯આ ઉપરાંત  ‘ઉપક્રમ’, ‘અનુક્રમ’ , ‘વિવેચનનું વિવેચન’ , ‘અનુષંગ’ અને  ‘વ્યાસંગ’  વગેરે પુસ્તકો તેમણે લખ્યા હતા.

🐝🎯‘ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ’  એ ભાષા સાથે ગુજરાતી ભાષાનો વિશદ રીતે પરિચય કરાવતું સારું પાઠ્યપુસ્તક છે.

🐝🎯‘સુદામાચરિત્ર’, ‘નિબંધ અને ગુજરાતી નિબંધ’, ‘ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકીવાર્તા’, ‘એકાંકી અને ગુજરાતી એકાંકી’, ‘કાન્ત વિશે’, ‘જૈન ગુર્જર કવિઓ’ ઈત્યાદિ એમના સંપાદન તથા  સહ-સંપાદનના ગ્રંથો છે

👁‍🗨 સમીર પટેલ 👁‍🗨
🏵 જ્ઞાન કી દુનિયા 🏵

No comments:

Post a Comment