Tuesday 27 June 2017

🔴 *સંસદ (Parliament)*

🔴 *સંસદ (Parliament)*

👉🏿 સંસદ = રાષ્ટ્રપતિ + રાજ્યસભા + લોકસભા.

👇🏿🎓👇🏿🎓👇🏿🎓👇🏿🎓👇🏿🎓
[24/06, 7:04 p.m.] Akki786😘: 🎓👆🏿🎓👆🏿🎓👆🏿🎓👆🏿🎓👆🏿

🔴 *રાજ્યસભા* 〰

👉🏿 રાજ્યસભા એ રાજ્યોનું સંસદમાં પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે.

👉🏿 તે સ્થાયી(કાયમી) અને ઉપલું ગૃહ છે.

👉🏿 રાજ્યસભાનું પ્રથમ વખત ગઠન ૩ એપ્રિલ, ૧૯૫૨ના રોજ થયું હતું તથા પ્રથમ બેઠક ૧૩ મે, ૧૯૫૨ના રોજ મળી હતી.

👉🏿 તેનું ક્યારેય વિસર્જન થતું નથી, કારણ કે તેની કુલ સભ્ય સંખ્યાના ૧/૩ સભ્યો દર ૨ વર્ષે નિવૃત્ત થાય છે અને તેટલાજ સભ્યો ની નિમણુક થાય છે. આમ પ્રત્યેક સભ્યોનો કાર્યકાળ ૬ વર્ષનો હોય છે.

👉🏿 રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ૩૦ વર્ષની ઉંમર જરૂરી છે.

👉🏿 ઉપરાષ્ટ્રપતિ તેના સભાપતિ હોય છે. રાજ્યસભાના સભ્યોમાંથી કોઈ એકને ઉપસભાપતી તરીકે ચૂંટવામાં આવે છે.

👉🏿 અનુચ્છેદ - ૮૦માં રાજ્યસભાની રચના અંગે જોગવાઈ છે.

👉🏿 રાજ્યસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા ૨૫૦ છે, પરંતુ હાલમાં તે સંખ્યા ૨૪૫ છે.

👉🏿 રાજ્યસભાના બંને સત્ર વચ્ચેનો સમયગાળો ૬ મહિનાથી વધારે હોવો જોઈએ નહિ.

👉🏿 માત્ર રાજ્યસભા જ અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરી શકે છે.

👉🏿 રાજ્યસભાના પ્રથમ સભાપતિ ડૉ.રાધાકૃષ્ણન તથા પ્રથમ ઉપસભાપતી એસ.વી.કૃષ્ણમૂર્તિરાવ હતા.

*⚓રોહિત.....*

👇🏿🎓👇🏿🎓👇🏿🎓👇🏿🎓👇🏿🎓
[24/06, 7:04 p.m.] Akki786😘: 🎓👆🏿🎓👆🏿🎓👆🏿🎓👆🏿🎓👆🏿

🔴 *લોકસભા* 〰

👉🏿 લોકસભા સંસદનું પ્રથમ અને નીચલું ગૃહ છે.

👉🏿 અનુચ્છેદ -૮૧ માં લોકસભાની રચના અંગેની જોગવાઈ છે.

👉🏿 લોકસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા ૫૫૨ છે. હાલમાં લોકસભાની સભ્યસંખ્યા ૫૪૫ છે.

👉🏿 જેમાં ૫૩૦ સભ્યો રાજ્યોના મત વિભાગ ક્ષેત્રોમાંથી, ૨૦ કેન્દ્રશાસિત પ્રદેશોના મતવિભાગ ક્ષેત્રોમાંથી તથા ૨ સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા એન્ગ્લો- ઇન્ડિયન સમુદાયમાંથી નક્કી થાય છે.

👉🏿 લોકસભાની ચૂંટણી પ્રત્યેક ૫ વર્ષે ગુપ્ત મતદાન દ્વારા પુખ્ત મતદારો દ્વારા થાય છે.

👉🏿 આમ સામાન્ય રીતે લોકસભાની મુદત ૫ વર્ષની હોય છે. પરંતુ રાષ્ટ્રપતિ તે પહેલા મંત્રીમંડળ સાથે ચર્ચા- વિચારણા કરી લોકસભાની ભંગ કરી શકે છે.

👉🏿 રાષ્ટ્રીય કટોકટી વખતે લોકસભાની મુદ્દત ૫ વર્ષ કરતા વધારી શકાય છે, પરંતુ આ વધારો એક વખત ૧ વર્ષ કરતા વધુ શકે નહી.

👉🏿 અત્યાર સુધી કુલ આઠ વખત લોકસભા ભંગ થયેલી છે.

👉🏿 લોકસભાનો સભ્ય બનવા માટેની લઘુત્તમ વયમર્યાદા ૨૫ વર્ષ છે.

👉🏿 રાજ્યસભા ઉપરાંત લોકસભાના સત્ર પણ નિયત સમયાંતરે રાષ્ટ્રપતિ દ્વારા બોલાવવામાં આવે છે તથા સ્થગિત કરવામાં આવે છે.

👉🏿 બે સત્ર વચ્ચેનો સમયગાળો ૬ મહિનાથી વધુ હોવો જોઈએ નહિ એટલે કે વર્ષમાં ઓછામાં ઓછાં બે સત્ર થવા જોઈએ, પરંતુ સામાન્ય રીતે વર્ષમાં ત્રણ સત્રોનું આયોજન થતું હોય છે.

*⚓રોહિત.....*

📚 *We can do anything* 📚

No comments:

Post a Comment