Tuesday 27 June 2017

💥 *ઓમકારનાથ ઠાકુર* 💥

👳🏼👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👳🏼

📡 *૨૪ જૂન જન્મ*
💥 *ઓમકારનાથ ઠાકુર* 💥
          
📮➖ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાન જ્યોતિધર પંડિત ઓમકારનાથ ઠાકુરનો જન્મ તા. ૨૪/૬/૧૮૯૭ના રોજ ખેડા જીલ્લાના જહાજ નામના એક નાનકડા ગામમાં થયો હતો.

📮➖ તેમના પિતા ગૌરીશંકર ઠાકુર વડોદરા રાજ્યમાં કારકૂન તરીકે સરકારી નોકરી કરતા હતા.

📮➖માતાનું નામ ઝ્વેરીબા હતું.

📮➖તેમના પિતા ૐકાર મંત્રના સાધક હતા.

📮➖ઓમકારનું બાળપણ ગરીબી અને સંઘર્ષ વચ્ચે શરૂ થયું હતું.

📮➖બચપણથી જ સંગીતનો ખૂબ જ શોખ હતો.

📮➖ભરૂચના એક શ્રીમંત પારસી એ મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર પાસે શિક્ષણ માટે આર્થિક સહાય કરી હતી.

📮➖તેઓ ગુરુ પાસે સાતેક વર્ષ મુંબઈમાં રહીને સંગીતની સાધના કરી.

📮➖પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરએ લાહોર ખાતેની ગાંધર્વ સંગીત વિદ્યાલયના આચાર્યપદે તેમની નિમણૂંક કરી. ત્યાં ત્રણેક વર્ષ રહી વિદ્યાલયના કુલગુરૂ બન્યા.

📮➖ નર્મદાકાંઠે ઝૂંપડીમાં રહીને અંબુભાઈ પુરાણી સાથે તેમણે સાધના કરી.

📮➖ભરૂચમાં તેમણે ‘ ગાંધર્વ નિકેતન’ નામની એક સંગીત સંસ્થાની સ્થાપના કરી.

📮➖ઈ.સ.૧૯૨૨માં ઇન્દીરાબેન ભટ્ટ સાથે લગ્ન કર્યા.

📮➖દેશભરમાં જ્યાં પણ સંગીત સંમેલનો ભરાય ત્યાં તેમણે આદરપૂર્વક આમંત્રણ મળતા હતા.

📮➖ ઈ.સ. ૧૯૩૩માં ફ્લોરેન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદમાં તેમણે ભાગ લીધો અને ભારતીય સંગીતની ખ્યાતી વધારી હતી.

📮➖ તેમણે જર્મની, હોલેન્ડ, ઇટાલી , ઇંગ્લેન્ડ, ફ્રાંસ, સ્વિઝરલેન્ડ જેવા અનેક દેશોના પ્રવાસ કર્યો.

📮➖ ઈ.સ. ૧૯૩૩માં એક પ્રવાસ દરમ્યાન પ્રસુતિમાં પત્ની અને બાળકનું અવસાન થતાં તેઓ ખૂબ જ વ્યથિત થયા ત્યારપછી તેઓ ભરૂચ છોડી મુંબઈમાં વસવાટ કર્યો.

👳🏼👇🏿👇🏿

No comments:

Post a Comment