Tuesday 27 June 2017

👳🏼 *ગિજુભાઈ બધેકા* 👳🏼

📜👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📜

📡 *૨૩ જૂન અવસાન*
👳🏼 *ગિજુભાઈ બધેકા* 👳🏼

📮➖ગિજુભાઈ બધેકા (૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

📮➖ તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા.

📮➖તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા.

📮➖૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી.

📮➖૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી.

📮➖તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે.

〰〰💥 *જીવન* 💥〰〰

📮➖તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો.

📮➖ તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું.

📮➖ તેમનો ઉછેર ભાવનગરમાં થયો હતો.

📮➖૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા.

📮➖૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.

🦋🎙 *જ્ઞાન કી દુનિયા* 🎙🦋

📜👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📜

No comments:

Post a Comment