Tuesday 27 June 2017

🍫 *રમેશ મહેતા* 🍫

📜👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📜

📡 *૨૩ જૂન જન્મ*
🍫 *રમેશ મહેતા* 🍫
                
🦋➖ગુજરાતી ચલચિત્ર જગતના એક જાણીતા હાસ્ય કલાકાર હતા. તેમનો જન્મ તારીખ – ૨૩/૬/૧૯૩૪ ના રોજ  નવાગામમાં થયો હતો. 

🦋➖પિતાનું નામ ગિરધરલાલ ભીમજી મહેતા અને માતાનું નામ મુક્તાબેન હતું.

🦋➖નાનપણથી જ નાટકોનું લેખન અને અભિનયનો શોખ હતો.

🦋➖અમદાવાદના ભારતભૂષણ થિયેટરમાં છ મહિના નોકરી કરી ત્યારપછી  રાજકોટમાં પીડબલ્યૂડીમાં મહિનાના પાંસઠ રૂપિયાના પગારે વંથલી સાઈટ પર કામ કર્યું અને ડેરી વ્યવસાય કરવાની પણ કોશિશ કરી.

🦋➖ઈ.સ. ૧૯૪૯માં વિજયાબહેન સાથે લગ્ન કર્યા ત્યાર બાદ મુંબઈની કેસી કોલેજમાં એક વર્ષ માટે નાટ્યકલાનો અભ્યાસ કર્યો.

🦋➖અહીં તેઓ મેકઅપ, સ્ટેજક્રાફ્ટ, એક્ટીંગ, ડીરેક્શન, લાઈટીંગ, સ્પીચ આર્ટ જેવા ગુણો શીખ્યા.

🦋➖આ પછી તેમણે નાટકો લખવાના શરૂ કર્યા.

🦋➖આ સમયગાળા દરમ્યાન  તેઓ  અરવિંદ પંડ્યાના   સંપર્કમાં આવ્યા અને યોગાનૂયોગે તેમનાં દ્વારા ગુજરાતી ચલચિત્ર “હસ્ત મેળાપ”ની કથા લખવાનું બન્યું. તેમનાં દ્વારા લખાયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર છે.

🦋➖આ પછી તો તેમણે ચલચિત્રોની કથા, સંવાદ લખતાં લખતાં અભિનય પર પણ ધ્યાન આપ્યું.

🦋➖મોટાભાગે પોતાનું પાત્રાલેખન અને સંવાદો એ જાતે જ લખતા હતા.

🦋➖તેઓ અનેક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભુમિકાઓમાં કામ કરી ચૂક્યા હતા.

🦋➖તેમણે ‘ગાજરની પિપૂડી‘ નામના ગુજરાતી ચલચિત્રમાં મુખ્ય ભુમિકા પણ નિભાવી હતી.

🦋➖આ ઉપરાંત ‘ જેસલતોરલ’, ‘હોથલ પદમણી’, ‘મેના ગુજરી’, ‘સોન સંસારી’, ‘ સંતુ રંગીલી’, ‘ મણિયારો’, ‘ઢોલામારૂ’, ‘હિરણને કાંઠે’, જેવી અનેક લોકપ્રિય ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો છે.

🙏🏻💐૧૧ મે ૨૦૧૨ના રોજ રાજકોટમાં તેમનું અવસાન થયું.

💥 *સમીર પટેલ* 💥
📮🎓 *જ્ઞાન કી દુનિયા* 🎓📮

No comments:

Post a Comment