Thursday 22 June 2017

*💥આંતરરાષ્ટ્રીય યોગ દિવસ*

*💥Breaking News💥*21-6-17

*✍🏻નરેશકુમાર-🌹*

*🌴આજે ખાશ🌴*21 જુન

*💥આંતરરાષ્ટ્રીય યોગ દિવસ*

💥યોગ દિવસની શરૂઆતથી લઇને આ *ત્રીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ* ઉજવાયો

💥યોગ દીવસ-2017 ની થીમ
*👇THEME-2017👇*
*👉YOGA FOR HEALTH*

*🌴યોગનુ મહત્વ*
👉યોગ મનની શાંતી અને તન ની સ્ફ્રુર્તિ માટે કરવામા આવે છે
👉યોગ માત્ર એક કસરત ના રહેતા તન, મન, વિચાર, વાણી, લાગણી, પ્રેમ, આવેશ પર સંયમ મેળવવા માટેની યોગ્ય પ્રણાલી પણ કહી શકાય

*🌴શરૂઆત થી આજ સુધી*

*👇તા.27 સપ્ટેમ્બર 2014*
👉અમેરીકા ખાતે *સંયુક્ત રાષ્ટ્રની 69મી સામાન્ય સભા*મા સંબોધન કરતી વખતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તરે યોગ દિવસની ઉજવણી કરવાનુ સૂચન કર્યુ હતુ

*👇14 ઓક્ટોમ્બર 2014*
👉આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાના પ્રસ્તાવ પર ડ્રાફ્ટ તૈયાર કરવા માટે ભારતીય ડેલિગેશન દ્રારા યુએન ખાતે ચર્ચા, પરામર્સ કરવામા આયુ

*👇11 ડિસેમ્બર 2014*
👉યુએન મા 193 સભ્ય દેશોમાથી 177 દેશોએ યોગ દિવસ ઉજવવાના ભારતના પ્રસ્તાવને મંજુરી આપતા 21 જુન ના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનો ઠરાવ નક્કી કરવામા આયો

*નોંધ-યુએન મા ભારતનુ કાયમી પ્રતિનિધત્વ કરતા અશોક મુખર્જીએ યોગ દિવસને લગતો તૈયાર કરેલ ડ્રાફ્ટ યુએન સભામા રજુ કર્યો હતો*

*💥21 જુન જ કેમ*
👉યોગ એ ભારતની પ્રાચીન પરંપરાનો ભાગ છે
👉21 જુનના રોજ ભારત સહીત ઉત્તર ગોળાર્ધમા દિવસ લાંબો હોય છે અને રાત ટુંકી હોય છે
👉ભારતીય સંસ્કૃતિને ભારતીય ભૌગોલિક અસર સાથે જોડીને ભારતને એક નવી ઓળખ મળે તે પણ કારણ કહી શકાય કે 21 જ કેમ પસંદ કરવામા આવ્યુ

*👇21 જુન 2015*
👉પ્રથમવાર વૈશ્વિક સ્તર પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી
👉યુએન મુખ્યાલય સહીત વિશ્વની તમામ જાણીતા સ્થળો અને ભારતમા પણ પાટનગર દિલ્લી ખાતે ભવ્ય રીતે યોગ દિવસ ઉજવાયો હતો

*👇21 જુન 2017*

*🌴આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ*
👉યુએન મુખ્યાલય, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના સહીત વિશ્વભરની તમામ જાણીતી જ્ગ્યાએ યોગ દિવસની જોરદાર ઉજવણી  કરાઇ

*🌴ભારત મા યોગ દિવસ*
👉ભારતના રાષ્ટ્રીય સ્તરના વિશ્વ યોગ દિવસનુ આયોજન ઉત્તર પ્રદેશ ખાતે કરવામા આયુ
*👉વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમા ઉતરપ્રદેશની રાજધાની લખનૌ ના રમાબાઇ પાર્કમા યોગ દિવસ મનાવાયો*
👉ઉતરપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ, કેબિનેટ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા

*🌴ગુજરાત મા યોગ દિવસ*

👉અમદાવાદ જીએમડીસી મેદાનમા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી,ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમા યોગગુરૂ બાબા રામદેવના સહકારથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ
👉1.25 લાખ લોકોએ એકસાથે યોગ કરીને રેકોર્ડ બનાયો

*🌴મહેસાણા મા યોગ દિવસ*
👉ગુજરાતના સોલંકી કાળમા બનેલા એકમાત્ર મહેસાણાના મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિરમા પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી

No comments:

Post a Comment