Friday 21 April 2017

➖ *અધિનિયમ ૧૯૧૯*➖

🌺 *POST BY GK & IQ TEST*

          ➖ *અધિનિયમ ૧૯૧૯*➖

⚖➖૧૯૧૯ના ભારત શાસન અધિનિયમ (Govt of india act) દ્વારા સ્થાનિક સ્વરાજ્યના વિષયને રાજ્યની બાબત બનાવવામાં આવી એને હસ્તાંતરિત વિષય માનવામાં આવ્યો.

➖➖➖➖➖➖➖➖➖➖➖

          ➖ *અધિનિયમ ૧૯૩૫* ➖

⚖➖૧૯૩૫ના અધિનિયમ અનુસાર પ્રાંતીય સ્વરાજ્યના પ્રચલનથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વિશેષ ગતિ મળી.

⚖➖લોકપ્રિય પ્રાંતીય સરકારો નાણાકીય નિયંત્રણ કરતી હતી એટલે તેઓ સંસ્થાઓને વધારે આર્થિક રાશિ ઉપલબ્ધ કરાવી શકતી નથી.

➖➖➖➖➖➖➖➖➖➖➖

                  ➖ *અનુચ્છેદ ૪૦* ➖

⚖➖૧૯૪૯ સુધી પ્રવર્તમાન અધિનિયમોથી સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા સંતુષ્ટ નહોતા

⚖➖ એટલે ૧૯૪૯માં બંધારણમાં અનુચ્છેદ ૪૦ના સ્વરૂપે એક નિર્દેશનો સમાવેશ કરાયો જેમાં જણાવાયું કે ‘રાજ્ય ગ્રામ્ય પંચાયતોનું ગઠન કરવા કદમ ઉઠાવશે અને તે પંચાયતોને એવી સત્તાઓ અને અધિકારો પ્રદાન કરાવશે જે તેને સ્થાનિક સ્વશાસનના એકમોના રૂપે કાર્ય કરવા યોગ્ય બનાવવા માટે જરૂરી હોય.’

➖➖➖➖➖➖➖➖➖➖➖

No comments:

Post a Comment