Friday 21 April 2017

🏵 મોરિસ વિલ્સન 🏵

📨👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📨

📮૨૧ એપ્રિલ 📮
🏵 મોરિસ વિલ્સન 🏵

🌺➖હિમાલયના સર્વોતુંગ શિખર એવરેસ્ટને ચડવાનો નિશ્વય કરનાર પર્વતારોહક મોરિસ વિલ્સનનો જન્મ ઇંગ્લેન્ડમાં 21/4/1898 ના રોજ થયો હતો.

🌺➖બાળપણથી જ તેમનામાં પૂર્ણ આત્મવિશ્વાસ અને અદભુત સાહસશક્તિ હતી.

🌺➖ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન તો સૈનિક તરીકે જોડાઇને બહાદુરી માટે ‘મિલટરી ક્રોસ’ મેળવેલો.

🌺➖તેમને અચળ શ્રદ્ધા હતી કે દુનિયાના તમામ રોગ-સંતાપનું નિવારણ માત્ર પ્રાર્થના અને ઉપવાસમાં રહેલ છે.

🌺➖પોતાની આ શ્રદ્ધાનો પરચો જગતને બતાવવા માટે તેણે એવરેસ્ટના દુર્દાન્ત શિખર ઉપર એકલા પહોંચવાનું સાહસ કરવાનું નક્કી કર્યું.

🌺➖ એ માટે એમણે હિમાલયને લગતાં અનેક પુસ્તકો અને નકશાઓનો તેમણે અભ્યાસ કર્યો.

🌺➖ મોરિસે અમુક ઊંચાઇ સુધી એવરેસ્ટ પર વિમાનમાં જવાનું નક્કી કર્યું. એક  જૂનું વિમાન ખરીદી પોતાનો જવાનો દિવસ જાહેર કર્યો, પરંતુ સરકારે પરવાનગી ન આપી છતાં ત્રણ અનુભવી શેરપાઓની મદદથી તેઓ 5000 મીટરની ઊંચાઇએ પહોંચ્યા.

🌺➖થોડે ઊંચે જતાં જ તેની કસોટી શરૂ થઇ. એની શક્તિ હણાઇ ચૂકી હતી. તેમનો ઉત્સાહ અદમ્ય હતો.

🌺➖ઇ.સ.1934 ની 31 મે ગુરૂવારે વહેલી સવારે વિલ્સને પોતાની ડાયરીમાં નોંધ્યું છે ‘પુન:પ્રયાણ કેવો મહાન છે આ દિવસ’ વિલ્સનની ડાયરીનું આ અંતિમ લખાણ.

🌺➖મહામુશ્કેલીએ આગળ વધતાં રાત પડી એ રાતે સૂતા, પછી ફરી જાગવા પામ્યા નહીં.

🍂🍃સમીર પટેલ 🍃🍂
🛍🀄જ્ઞાન કી દુનિયા 🀄🛍

No comments:

Post a Comment