Sunday 23 April 2017

📨પંચાયત રાજ 📨

+🏵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏵

📨પંચાયત રાજ 📨

📮પંચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનું મૂળભૂત એકમ છે.

📮અહીં ત્રણ સ્તરો છે:
➖ગામ,
➖તાલુકો અને
➖ જિલ્લો

📮પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્ભવ્યો છે. "રાજ"નો શાબ્દિક અર્થ "શાસન" અથવા "સરકાર" થાય છે.

📮મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે "ગ્રામ સ્વરાજ" એવો શબ્દ પ્રયોજાયો હતો.

📮કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને ૧૯૫૦ થી ૬૦ના દાયકામાં અપનાવવામાં આવી હતી.

📮 ૨૪ એપ્રિલ, ૧૯૯૩ ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય (૭૩મો સુધારો) એક્ટ ૧૯૯૨ બંધારણીય દરજ્જો પૂરી પાડે છે.

📮૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો:
➖ આંધ્ર પ્રદેશ,
➖ ગુજરાત,
➖ હિમાચલ પ્રદેશ,
➖ મહારાષ્ટ્ર,
➖ મધ્ય પ્રદેશ,
➖ઓરિસ્સા અને
➖રાજસ્થાન.

📮 હાલમાં, પંચાયતી રાજ પ્રદ્ધતિ
➖નાગાલેન્ડ,
➖ મેઘાલય,
➖ મિઝોરમ અને,
➖બધા કેન્દ્રશાસિત પ્રદેશો(અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં પંચાયતી રાજ અમલમાં છે.

📮દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામા આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે બેઠકો અનામત રાખવામાં છે.

📮 પંચાયતી રાજમાં ત્રી સ્તરીય રચના થાય છે:
➖(૧) ગ્રામ પંચાયત,
➖(૨) તાલુકા પંચાયત, અને
➖(૩) જિલ્લા પંચાયત.

◾સમીર પટેલ ◾
👩‍🎨જ્ઞાન કી દુનિયા 👩‍🎨
🏵👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🏵

: 🏵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏵

◾ગ્રામ પંચાયત◾

📮ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે.

📮અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે.

📮ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

◾માળખું◾

📮સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે.

📮 ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, માજી સરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે.

📮ગ્રામ પંચાયત 7 થી 31 સભ્યોની બનેલી હોય છે.

📮 ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.

◾કાર્યો◾

📮ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહિવટી માળખુ, તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે.

📮ઓ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે.

📮જેવી કે:
➖સંપુર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના
➖ખાસ રોજગાર યોજના
➖ઇન્દિરા આવાસ યોજના
➖ગ્રામીણ સ્વચ્છતા યોજના
➖ગોકુળ ગ્રામ યોજના
➖સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના

📮ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે.

📮ગ્રામસભામાં ગ્રામજનો, મામલતદાર, પંચાયત મંત્રી, સરપંચ વગેરેની હાજરી રહે છે.

👨‍🎓જ્ઞાન કી દુનિયા 👨‍🎓
🏵👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🏵

🏵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏵

◾તાલુકા પંચાયત◾

📮તાલુકા પંચાયત એ તાલુકા મથકે આવેલ સરકારી કચેરી છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું બીજુ સ્તર છે.

📮અહીં તાલુકા વિકાસ અધિકારી તેમના સરકારી અધિકારી છે, જેના હસ્તક તાલુકા પંચાયતના કાર્યો થાય છે.

📮ગુજરાતમાં તાલુકા પંચાયતોની સંખ્યા કુલ ૨૪૯ (૨૫૧) છે

🏵👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🏵

🏵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏵

◾જિલ્લા પંચાયત◾

📮જિલ્લા પંચાયત એ જિલ્લા મથકે આવેલ સરકારી કચેરી છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું તૃતિય સ્તર છે.

📮અહીં જિલ્લા વિકાસ અધિકારી તેમના સરકારી અધિકારી છે, જેના હસ્તક જિલ્લા પંચાયતના કાર્યો થાય છે.

📮જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી તરીકે કલેક્ટર ફરજ બજાવે છે.

📨જ્ઞાન કી દુનિયા 📨

No comments:

Post a Comment