Sunday 14 May 2017

*રાજ્ય સભા*

*રાજ્ય સભા* 

✔ *૧૩ મે ૧૯૫૨*

👉🏿એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે. 

👉🏿ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે જેમાના ૧૨ સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે.

👉🏿આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે. આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે - કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી કરાય છે.

👉🏿 બાકીના સભ્યો ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે.

👉🏿 રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો દર ૨ વર્ષે ચૂંટાય છે.

👉🏿સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે.

👉🏿રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોક સભા જેટલીજ છે.

👉🏿જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે.

👉🏿 લોક સભાના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે. અત્યાર સુધી માત્ર ૩ વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે, છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી પોટા નો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.

👉🏿ભારતના બંધારણ પ્રમાણે 
ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે.

👉🏿 રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે.

👉🏿 રાજ્ય સભાની પ્રથમ બેઠક  *૧૩ મે ૧૯૫૨* માં યોજાઇ હતી.

📮📮 *વારિશ* 📮📮

No comments:

Post a Comment