Sunday 14 May 2017

📨મહેંદી નવાઝ જંગ📨

📝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📝

📝૧૪ મે 📝
📨મહેંદી નવાઝ જંગ📨
                  
📮➖ગુજરાતના અર્વાચીન સંસ્કાર જગતને પોતાની વિવિધલક્ષી પ્રવૃતિઓ કરનાર ગુજરાત રાજ્યના સ્થાપના સમયના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગનો જન્મ તા. ૧૪/૫/૧૮૯૪ના રોજ આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં થયો હતો.

📮➖તેઓ હૈદરાબાદની સનદી સેવા ઉપરાંત વિવિધ સરકારી હોદ્દાઓ પર કામગીરી બજાવી હતી.

📮➖ઈ.સ. ૧૯૩૭ થી ૧૯૪૨ દરમિયાન હૈદરાબાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી હતી.

📮➖ આ ઉપરાંત ઈ.સ. ૧૮૪૨માં વ્યાપાર અને ઉદ્યોગ ખાતાના સચિવ તરીકે ખૂબ જ પ્રશંસનીય કામગીરી તેમણે બજાવી હતી.

📮➖તેમણે વિવિધ સેવાઓની કદર કરીને ભારતસરકારે નવોદિત ગુજરાત રાજ્યના સ્થાપના દિનથી એટલે કે પહેલી મે ૧૯૬૦ના રોજ ગુજરાતના રાજ્યપાલશ્રી તરીકે નિમણૂંક કરી.

📮➖ગુજરાતની સેવાકીય, સામાજિક તેમજ આર્થિક પ્રવૃતિઓમાં ઊંડો અને સક્રિય રસ લઈને ગુજરાતને રાજકીય સ્ટાર પર ભારતના નકશામાં સ્થિર કરવાનું પાયાનું કામ તેમણે કર્યું હતું.

📮➖મહેંદી નવાઝ જંગને ભારત સરકારે તેમની વહીવટી સેવાઓની કદર કરીને ઈ.સ.૧૯૬૫માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવેલ છે.

📮➖ તેઓ લાલીત્ક્લા અકાદમીના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

📮➖આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, ગુજરાત કેન્સર સોસાયટી તથા કુંટુંબનિયોજન વગેરે સસ્થાઓમાં અને પ્રવૃતિઓને સફળ નેતૃત્વ પુરૂ પાડ્યું હતું.

📮➖ તેમનું અવસાન તા.૨૩/૬/૧૯૬૭ના રોજ હૈદરાબાદ ખાતે થયું હતું.

📮➖ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ ‘ મહેંદી નવાઝ જંગ હોલ’ તેમનું કાયમી સંભારણું અને સ્મારક બની રહેશે.

🍫સમીર પટેલ 🍫
⚫📝જ્ઞાન કી દુનિયા 📝⚫

No comments:

Post a Comment