Sunday 14 May 2017

*ðŸ’ĨBreaking NewsðŸ’Ĩ*13-5-17

*💥Breaking News💥*13-5-17

*💥GST Bill ગુજરાત વિધાનસભામા સર્વાનુમતે પ્રસાર*

👉ગુજરાત વિધાનસભાની મળેલી એકદિવસીય બેઠકમા નાયમ મુખ્યમંત્રી અને નાણા પ્રધાન નીતિન પટેલ દ્રારા રજુ કરાયેલ ગુજરાત માલ અને સેવા વેરા વિધેયક-2017(GST-Bill) સર્વાનુમતે પ્રસાર કરવામા આયુ

👉GST ના કેન્દ્ર સરકારના કાયદાને સમર્થન આપતુ આ *વિધેયક પ્રસાર કરનાર ગુજરાત દેશનુ 11 મુ રાજ્ય* બન્યુ

*👉GST-Goods and Services Tax*
              One Nation One Tax

*👉એક રાષ્ટ્ર એક કર* સુત્ર સાથેના આ GST Bill મા રાજ્ય સરકાર કોઇ ફેરફાર કરી શકે નહિ...આ એકાધિકાર માત્ર GST Council ને જ આપવામા આવેલો છે
👉સુધારેલા બંધારણના આર્ટિકલ *279 એ મુજબ જીએસટી કાઉન્સિલની રચના*

👉નવી દિલ્હીમાં ઓફિસ ધરાવતા જીએસટી કાઉન્સિલના સચિવાલયની રચના થયેલી છે

👉GST Bill ની જોગવાઇ મુજબ ગ્રાહકોને અગ્રિમતા આપતા આ કાયદામા વસ્તુઓની કિંમતમા દરેક રાજ્યમા જોવા મળતી વિસંગતા દુર થશે

*💥દેશના 25 રાજ્યોના સમર્થન બાદ  GST ના કાયદાને સમગ્ર દેશમા પહેલી જુલાઇથી લાગુ કરવામા આવશે*

💥ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર થયેલું *223 પાનાનું ગુજરાત માલ અને સેવા વેરા વિધેયક, 2017  વિધાનસભાના ઇતિહાસમાં સૌથી વધુ પાના ધરાવતું બીજા ક્રમાંકનું વિધેયક* બન્યું છે.
👉આ અગાઉ *1993માં ચીમનભાઇ પટેલની સરકારમાં સૌથી વધુ 392 પાનાનું ગુજરાત પંચાયત અધિનિયમ વિધેયક રજુ કરવામાં આવ્યું હતું*

*💥ગુજરાત જીએસટી વિધેયકની મુખ્ય બાબતો💥*

👉જીએસટી હેઠળ ફરજિયાત નોંધણી દાખલો મેળવવા માટે કુલ ટર્નઓવરની મર્યાદા રૂ. 20 લાખ.

👉ખેડૂતોને રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ.

👉આંતરરાજ્ય ખરીદીની વેરા શાખ મળવાપાત્ર થશે.

👉નાના વેપારીઓની સુવિધા માટે ઉચ્ચકવેરો ભરવાની જોગવાઇ.

👉ઉચ્ચકવેરો ભરવાના વિકલ્પ માટે ટર્નઓવરની મર્યાદા રૂા. 50 લાખ.

👉ઉચ્ચકવેરાનો દર ટ્રેડર્સ માટે 1 (એક) ટકો, ઉત્પાદકો માટે 2 (બે) ટકા અને હોટેલ રેસ્ટોરન્ટ માટે 5 (પાંચ) ટકા.

👉દ્વિતીય અપીલ માટે જી.એસ.ટી. ટ્રીબ્યુનલની રચના.

👉કરદાતાએ ફકત વેચાણની વિગતો અપલોડ કરવાની રહેશે. બાકીના પત્રકો આપોઆપ તૈયાર થશે.

👉રૂા. 1.50 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓ પૈકી 90 ટકા વેપારીઓને લગતી કામગીરી રાજ્ય સરકારના સત્તાધિકારી હસ્તક.

*✍🏻નરેશકુમાર-9408832850🌷*

No comments:

Post a Comment