Sunday 14 May 2017

📮 *પ્રણવ મિસ્ત્રી*

⚫ *જન્મ ૧૪ મે,૧૯૮૧* ⚫

    📮 *પ્રણવ મિસ્ત્રી*
  
*કોમ્પ્યુટર વૈજ્ઞાનિક અને સંશોધક*

👉🏿પ્રણવ મિસ્ત્રી ભારતીય-ગુજરાતી મૂળનાં કોમ્પ્યુટર વૈજ્ઞાનિક અને સંશોધક છે. ‘સિક્સ્થ સેન્સ’ ટેકનોલોજી એ તેમના સંશોધનનો વિષય છે.

👉🏿 શોધકો પૈકીની એક પ્રતિભા એટલે પ્રણવ મિસ્ત્રી.

👉🏿 સિક્સ્થ સેન્સ ટેકનોલોજીએ આખા જગતને ખુબ આકર્ષિત કર્યું છે. 

👉🏿તેઓ હાલમાં સેમસંગમાં થિંક ટેન્ક ટીમનાં વડા અને રિસર્ચ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે. 

👉🏿માઉસલેસ, સ્પર્શ, ટેલી ટચ અને સેમસંગ ગેલેક્સી ગીયર તેમના બીજા આવિષ્કારો. મિસ્ત્રીને વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ૨૦૧૩ ના 'યંગ ગ્લોબલ લીડર'માંથી એક તરીકે સન્માનિત કર્યા હતા.

👉🏿પ્રણવનો *જન્મ ૧૪ મે,૧૯૮૧* ના રોજ ઉત્તર ગુજરાત ના પાલનપુર શહેરમાં થયો હતો.

👉🏿તેમની માતાનું નામ નયનાબેન કિર્તીભાઈ મિસ્ત્રી અને પિતાનું નામ કિર્તીભાઈ કરશનદાસ મિસ્ત્રી છે.   

👉🏿‘ઝોમ્બી’ના હુલામણા નામે તેઓ ઓળખાય છે.

👉🏿તેમણે અમદાવાદની પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટી માંથી કૉમ્પયુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં બેચલરની ડિગ્રી મેળવી છે.

👉🏿 તેમણે ઇનડસ્ટ્રિયલ ડીઝાઇન સેન્ટર ,આઇઆઇટી-મુંબઈ માંથી માસ્ટર ઓફ ડીઝાઇનની ડીગ્રી મેળવી છે અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી) માંથી મિડિયા આર્ટ્સ એન્ડ સાયન્સમાં માસ્ટર ઓફ સાયન્સની ડીગ્રી લીધી છે. ત્યાર બાદ તેઓ એમઆઈટીની મીડિયા લેબમાં ડોક્ટરેટ(પીએચડી) કરવાની સાથે રીસર્ચ આસિસ્ટન્ટ બન્યા.

👉🏿તેમના સંશોધનના વિષયમાં વેરેબલ કમ્પયુટિંગ, ઓગમેન્ટેડ રીઆલીટી, યુબિક્ટોસ કમ્પયુટિંગ, જેસ્ચુરલ ઇન્ટરેક્સન અને ટેઞીબલ ઇન્ટર્ફેસ, આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ, મશિન વિઝન, કલેક્ટીવ ઇન્ટેલિજન્સ અને રોબોટીક્સ નો સમાવેશ થાય છે.

👉🏿૨૦૧૨માં પ્રણવ ડિરેક્ટર ઓફ રિસર્ચ તરીકે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડાયા.

👉🏿 તેઓ સેમસંગમાં થિંક ટેન્ક ટીમનાં વડા તેમજ રિસર્ચ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ છે.

👉🏿 સપ્ટેમ્બર ૨૦૧૩માં સેમસંગ ગેલેક્સી ગીયર સ્માર્ટ વોચ (હાથમાં પહેરી શકાય તેવી સ્માર્ટવોચ, જે સ્માર્ટફોનનું લગભગ બધું જ કામ કરે) પણ તેમણે જ રજૂ કરી હતી.

👉🏿સેમસંગ ઉપરાંત તેમણે માઈક્રોસોફ્ટ, ગૂગલ, નાસા, યુનેસ્કો, કાર્નેગી મેલોન યુનિવર્સિટી અને જાપાન સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવી જગવિખ્યાત સંસ્થાઓ સાથે કામ કર્યું છે.

✔ *ખ્યાતિ*

👉🏿પોપ્યુલર સાયન્સ દ્વારા સિક્સ્થ સેન્સની શોધને ૨૦૦૯ ઇન્વેનશન એવોર્ડ દ્વારા સન્માનીત કરવામાં આવી છે.

👉🏿તેમણે ટેકનોલોજી રીવ્યુ દ્વારા TR35 ૨૦૦૯ એવોર્ડ પણ જીત્યો છે. 

👉🏿૨૦૧૦માં ક્રિએટીવ મેગેઝીને તેમને ક્રિએટીવીટી૫૦ માં નામાંકીત કર્યા હતા. 

👉🏿ક્રિસ એન્ડરસનના મતે,પ્રણવ મિસ્ત્રી હાલના તબક્કાના 'વિશ્વના ૩ સર્વશ્રેષ્ઠ સંશોધકો' પૈકીના એક છે. 

👉🏿જીક્યુ ઈન્ડિયાએ પ્રણવને અત્યંત શક્તિશાળી ડિજિટલ ભારતીય ગણાવ્યાઅને ઈન્ડીયા ટુડેએ તેમને 'ભવિષ્યનાં ૩૭ ભારતીયો'માં સ્થાન આપ્યું. 

👉🏿કમ્પ્યુટર સાયન્સના ક્ષેત્રમાં આગવું યોગદાન આપવા બદલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ૨૦૧૩ ના 'યંગ ગ્લોબલ લીડર'માંથી એક તરીકે મિસ્ત્રીને સન્માનિત કર્યા છે.

💐 *વારિશ* 💐

No comments:

Post a Comment