Sunday 14 May 2017

*👩‍👧‍👦મધર્સ ડે👩‍👧‍👦*

*👩‍👧‍👦મધર્સ ડે👩‍👧‍👦*

*🌷મે મહિનાના બીજા રવિવારે 'મધર્સ ડે' ઉજવવામાં આવે છે.*

🌷આ વખતે 14 મે ના રોજ મધર્સ ડે છે.

આમ તો આપણે માં માટે એક દિવસ માટે કંઈક કરીએ એનાથી કશુ નથી થતુ. પરંતુ જેમ વર્ષમાં એક જ દિવસ જન્મદિવસ આવે છે અને આપણને એ દિવસે શુભેચ્છાઓ મળે તો કેટલુ સારુ લાગે છે, તો પ્રયત્ન કરો કે 'મધર્સ ડે' પર માં માટે કંઈક કરશો તો મમ્મીને કેટલો આનંદ થશે. બહુ નાના-નાના કામ છે જેને કરવાથી માંને ખૂબ સારુ લાગશે. જોઈએ તો ઘરના અન્ય સભ્યો કે પપ્પાની મદદ લો. આવો જોઈએ કે એવા કયા કામ છે જેને કરવાથી માં ને આ વાતનુ દિવસ પર સારુ લાગે.

💐 સવારે જો પાણી આવવાનુ હોય તો મમ્મીને પાણી ભરવામાં મદદ કરો.
💐જમવાનુ બનાવવામાં માંની મદદ કરો, જેટલુ બની શકે એટલી.
💐ઘરમાં કચરા-પોતુ કરવાની જવાબદારી આજના દિવસે તમારી પર લઈ લો.
💐તમારા મિત્રોની સાથે મળીને મમ્મીને ફૂલ ભેટ આપો, અને મિત્રોની ઘરે જઈને તેમની મમ્મીને ફૂલ ભેટ કરો.
💐આજે પપ્પાની સાથે માંની મનપસંદની કોઈ વસ્તુ બજારથી લઈને તેમને આપો.
💐સાંજનુ જમણવાર મમ્મીની પસંદગીનુ બનાવો
💐જૂનો આલબમ કાઢીને મમ્મી સાથે થોડીવાર બેસો
💐સાંજે મમ્મીની પસંદગીની કોઈ ફિલ્મ બધા સાથે મળીને જુઓ.
💐બની શકે સાંજે તેમને ક્યાંક ફરવા લઈ જાવ
💐મમ્મીની પસંદગીના ગીતો ભલે તમને ન ગમતા હોય તો એક દિવસ તેની સીડી વગાડો.
💐મમ્મીની કોઈ બહેનપણીને ફોન કરો અને તેમની વાત તમારી નાની (મમ્મીની મમ્મી) સાથે કરાવો.

💥મમ્મી આખો વર્ષ તમારી ખુશીનો ખ્યાલ રાખે છે. આ એક દિવસ તમે તેમને ખુશ કરીને જુ. તમને જરૂર મમ્મી કરતા વધુ ખુશી મળશે.
આ સિવાય તમારા મનથી કંઈક કરી શકો તો વધુ સારું. ખુશીનો આ બૂમરેંગ ચલાવી જુઓ તો ખરા.. તો પછી *હેપી મધર્સ ડે ટુ ઓલ મોમ્સ... મમ્મા... માં... બા... આઈ.... અમ્મી...*

No comments:

Post a Comment