Friday 12 May 2017

📝વિશ્વ આંતરરાષ્ટ્રીય નર્સ દિન📝

👩‍🔬👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👩‍🔬

⚫ ૧૨ મે  ⚫
📝વિશ્વ આંતરરાષ્ટ્રીય નર્સ દિન📝
                    

📮➖સમગ્ર વિશ્વમાં નર્સિંગ વ્યવસાયને ગૌરવ અપાવનાર મહિલા બ્રિટન ફ્લોરેન્સ નાઈટીગેઈલનો જન્મ ૧૨ મે ૧૮૨૦ના રોજ ઈંગ્લેન્ડના ગર્ભશ્રીમંત પરિવારમાં થયો હતો.

📮➖બચપણથી  બિમાર લોકોની સેવા કરવાની અદમ્ય ઈચ્છા રહેતી હતી.

📮➖તેમણે પોતાના માતાપિતાથી અજાણ ચોરીછૂપીથી નર્સિંગનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

📮➖ત્યારપછી તેઓ એક મોટી હોસ્પીટલના સુપરવાઈઝ તરીકે નિમણૂંક થઇ હતી.

📮➖ ઈ.સ. ૧૮૫૪માં કોમીયા (રશિયા) ની લડાઈ થઇ ત્યારે તેઓ ૩૮ નર્સોની એક ટૂકડી લઇ ઘાયલ સૈનિકોની સેવા  અને આરોગ્યપ્રદ ભોજન આપી સેવા કરી.

📮➖ બ્રિટનના નાગરીકોએ અને સૈનિકોએ તેમની આ કામગીરીની કદર કરી ૪૪૦૦ પાઉન્ડ એકઠા કરી તેમનું સન્માન કર્યું હતું.

📮➖પરંતુ ફ્લોરેન્સ નાઈટીંગેઈલને ઈચ્છાને માં આપી તેમણે એક નર્સિંગ સ્કૂલની સ્થાપના કરી હતી.

📮➖ઈ.સ. ૧૮૬૦માં આ સ્કૂલનું નામ ‘ સેટ થોમસ સ્કૂલ ઓફ નર્સિંગ’ રાખવામાં આવ્યું હતું.

📮➖ ઈ.સ. ૧૮૪૬માં મદ્રાસ ખાતે સૌપ્રથમ સરકારી હોસ્પીટલની સ્થાપના થઇ ત્યારબાદ ઈ.સ.૧૮૮૮માં આધુનિક નર્સિંગની શરૂઆત થઇ.

📮➖ઈ.સ. ૧૯૨૬માંભારતમાં મિલેટ્રી નર્સિંગ શરૂ કરવામાં આવી હતી.

📮➖ ફ્લોરેન્સ નાઈટીંગેઈલ જીવન દરમ્યાન સખત પરિશ્રમ અને કષ્ટમય જીવનને પછાડ આપી તેમણે પાછલી અવસ્થામાં રાત્રે પણ હાથમાં ફાંસ લઈને સૈનિકોની સેવા માટે ખૂણે ખૂણે ભમી વળતા હતા.

📮➖આ મહાન સન્નારી સેવિકા ઘાયલ સૈનિકોએ તેમને ‘ લેડી વિથ ધ લેમ્પ’ એવા વ્હાલસોયા નામથી જ ઓળખતા હતા.

📮➖તેમનું અવસાન તા.૧૮/૮/૧૯૧૦માં થયું હતું. તેમનો જન્મદિન ૧૨ મે સમગ્ર વિશ્વ ‘ આંતરરાષ્ટ્રીય નર્સ – પરિચારિકા દિન’ તરીકે ઉજવાય છે.

📮➖કિશ્ચયન મિશનરીઓએ આ વ્યવસાયને ભારતમાં વેગ આપવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

📮➖ભારતીય નર્સો માટે ઈ.સ. ૧૮૭૨માં તેના વર્ગોની શરૂઆત થઇ.

📮➖ઈ.સ. ૧૯૦૭માં તેમણે નર્સિંગ પરીક્ષા માટે બોર્ડની સ્થાપના કરવામાં આવી.

📮➖ ભારતમાં સૌપ્રથમ ઈ.સ. ૧૯૪૧માં દિલ્લીમાં નર્સિંગ કોર્સની શરૂઆત કરવામાં આવી હતી.

📮➖ત્યારપછી ઈ.સ. ૧૯૪૬માં નર્સિંગ કોલેજની શરૂઆત થઇ હતી.

📮➖ગુજરાત રાજ્યમાં આ કોર્સ રાજ્ય સરકાર  તથા પ્રાઈવેટ સંસ્થાઓ આ અભ્યાસ કરાવે છે.

📮➖ આ દિવસે નર્સોની સારી કામગીરી બદલ સન્માન કરવામાં આવે છે.

📨 સમીર પટેલ 📨
👨‍❤‍👨👩‍🔬જ્ઞાન કી દુનિયા 👩‍🔬👨‍❤‍👨

No comments:

Post a Comment