Friday 12 May 2017

💐💐 મીરાંબાઈ 💐💐

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

💐💐 મીરાંબાઈ 💐💐

✍🏿મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતાં અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે.

✍🏿આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. 

✍🏿મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું.

✍🏿 મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે.

✍🏿મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે.

📮 જીવન પરિચય 📮

✍🏿મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી)ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો. 

✍🏿તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં.

✍🏿જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી.

✍🏿શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દૃષ્ટી પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ.

✍🏿 જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી.

✍🏿 મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો.

✍🏿 પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.

🙏 મીરાંબાઈના ગુરુ 🙏

✍🏿ઘણા લોકોનું માનવું છે કે મીરાંબાઈના કોઈ ગુરુ નહોતા.

✍🏿 પરંતુ મીરાંબાઈએ ગુરુની શોધ આદરી હતી અને તેઓ અનેક સંતો-ભક્તોને મળ્યાં.

✍🏿 આખરે સંત રૈદાસજી (ઉત્તર ભારતમાં જેઓ સંત રવિદાસજીના નામે સુખ્યાત છે) ઉપર તેમનું મન વિરમ્યું.

✍🏿 મીરાંબાઈએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રૈદાસજીનો ઉલ્લેખ કરેલો છે,

👉🏿"નહિ મૈં પીહર સાસરે, નહિ પિયાજી રી સાથ.
મીરાંને ગોબિંદ મિલ્યા જી, ગુરુ મિલ્યા રૈદાસ."

ખોજત ફિરૂં ભેદ વા ઘર કો, કોઇ ન કરત બખાની,
રૈદાસ સંત મિલે મોહિં સતગુરુ, દીન્હી સુરત સહદાની.

ગુરુ રૈદાસ મિલેં મોહિં પૂરે, ધૂર સે કલમ ભિડી,
સતગુરુ સૈન દઇ જબ આકે, જોત મેં જોત રલી.

ગુરુ મિલ્યા મ્હાને રૈદાસ, નામ નહીં છોડું.

કાશી નગરના ચોકમાં, મને ગુરુ મિલા રૈદાસ.

ગુરુ મિલિયા રૈદાસજી, દીન્હી જ્ઞાન કી ગુટકી.

📜 રચિત ગ્રંથો 📜

👉🏿મીરાંબાઈએ ચાર ગ્રંથોની રચના કરી હતી:

✍🏿બરસી કા માયરાગીત
✍🏿 ગોવિંદ ટીકા
✍🏿રાગ ગોવિંદ
✍🏿રાગ સોરઠ કે પદ

✍🏿આ સિવાય મીરાબાઈના ગીતોનું સંકલન 'મીરાબાઈ કી પદાવલી' નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે...

💐✍🏿 વારિશ ✍🏿💐

No comments:

Post a Comment