Friday 12 May 2017

💐 *આન્ધ્ર પ્રદેશ* 💐

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

💐 *આન્ધ્ર પ્રદેશ* 💐 

👉🏿ભારતની દક્ષીણ-પૂર્વ માં આવેલ રાજ્ય છે.

👉🏿આન્ધ્ર પ્રદેશની સીમાએ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, તમિલનાડુ અને કર્ણાટક આવેલા છે.

👉🏿તે ભારત મા ક્ષેત્રફળ ની રીતે ચોથો અને

👉🏿વસતી ની રીતે પાંચમો ક્રમાંક ધરાવે છે.

👉🏿તેનું પાટનગર અને સૌથી મોટુ શહેર હૈદરાબાદ છે.

👉🏿 આન્ધ્ર પ્રદેશ નો વિસ્તાર ક્રૃષ્ણા અને ગોદાવરી નદીઓથી ફળદ્રુપ છે.

👉🏿આ રાજ્ય ભારત માં ૯૭૨ કિમી(૬૦૪ માઇલ) લાંબો દરિયાકિનારો ધરાવે છે,જે બધા રાજ્યો માં બીજો ક્રમાંક ધરાવે છે.

👉🏿ફેબ્રુઆરી ૨૦૧૪માં, ઉત્તર-પશ્ચિમ આંધ્રપ્રદેશના દસ જિલ્લાઓને ભેળવી અને તેલંગાણા રાજ્યની રચના માટે, આંધ્રપ્રદેશ પુનઃરચના કાનૂન, ૨૦૧૪ (Andhra Pradesh Reorganisation Act, 2014) નામે કાયદો ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. 

👉🏿દસ વર્ષ માટે બંન્ને રાજ્યની સહિયારી રાજધાની તરીકે હૈદરાબાદને રાખવામાં આવ્યું છે.

👉🏿 નવું રાજ્ય તેલંગાણા ૨ જૂન ૨૦૧૪ના રોજ, ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી પછી અસ્તિત્વમાં આવ્યું.

👉🏿બંધારણમાં ફેરફાર કરવાથી બચવા માટે, બેઉ રાજ્યોના નામ "તેલંગાણા" અને "આંધ્રપ્રદેશ" રાખવામાં આવ્યા.

👉🏿આંધ્ર પ્રદેશ રાજ્યમાં કુલ ૨૩ જિલ્લાઓ આવેલા હતા, ૨ જૂન ૨૦૧૪ના રોજ બે રાજ્ય, આંધ્રપ્રદેશ (સિમાંધ્ર) અને તેલંગાણામાં વિભાજન પછી આંધ્રપ્રદેશમ નીચેના ૧૩ જિલ્લાઓ આવેલા છે.

➖અનંતપુર જિલ્લો
➖ચિત્તૂર જિલ્લો
➖પૂર્વ ગોદાવરી જિલ્લો
➖ગુન્ટૂર જિલ્લો
➖કડપ્પા જિલ્લો
➖કૃષ્ણા જિલ્લો
➖કુર્નૂલ જિલ્લો
➖નેલ્લોર જિલ્લો
➖પ્રકાસમ જિલ્લો
➖શ્રીકાકુલમ જિલ્લો
➖વિશાખાપટનમ જિલ્લો
➖વિજયનગર જિલ્લો
➖પશ્ચિમ ગોદાવરી જિલ્લો

👉🏿જ્યારે નીચેના ૧૦ જિલ્લાઓ હવે તેલંગાણા રાજ્યમાં આવેલા છે.

➖અદિલાબાદ જિલ્લો
➖કરીમનગર જિલ્લો
➖ખમ્મમ જિલ્લો
➖મહેબૂબનગર જિલ્લો
➖મેદક જિલ્લો
➖નાલગોંડા જિલ્લો
➖નિઝામાબાદ જિલ્લો
➖વારંગલ જિલ્લો
➖રંગારેડ્ડી જિલ્લો
➖હૈદરાબાદ જિલ્લો..

💐 *વારિશ* 💐

No comments:

Post a Comment