Wednesday, 1 February 2017

🗽🗽આઠ પ્રકાર ના વિવાહ🗽🗽

🗽🗽આઠ પ્રકાર ના વિવાહ🗽🗽

🐰૧.બ્રહ્મ વિવાહ:પોતાની જ્ઞાતિમાં દહેજ ઈચ્છા મુજબ આપી કરાતાં વિવાહ

🐰૨.દૈવ વિવાહ:યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ સાથે વિવાહ

🐰૩.પ્રાજાપત્ય વિવાહ: દહેજ વગર યોગ્ય વ્યક્તિ સાથે કરાતાં વિવાહ

🐰૪.આર્ષ વિવાહ:એક જોડી ગાય અને બળદ આપીને થતાં વિવાહ

🐰૫.ગાંધર્વ વિવાહ:કન્યા સાથે વરની ઈચ્છા મુજબના વિવાહ

🐰૬.આસુર વિવાહ:કન્યાના પિતાને પૈસા આપીને થતાં વિવાહ

🐰૭.રાક્ષસ વિવાહ:કન્યાનું અપહરણ કરી તેની ઈચ્છા વિરુદ્ધ કરાતાં વિવાહ

🐰૮.પિશાચ વિવાહ:કન્યાને નશાયુકત પદાર્થ પિવડાવી તેમજ નિદ્રાધીન અવસ્થામાં શારીરિક સંબંધ બાંધીને કરાતાં વિવાહ

Tuesday, 31 January 2017

📚📚ગુજરાતી પુસ્તકો 📚📚

📚📚ગુજરાતી પુસ્તકો 📚📚

📮સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી

📮સત્ય ની શોધ માં - ઝવેરચંદ મેઘાણી

📮સોરઠી બહારવટિયાઓ - ઝવેરચંદ મેઘાણી

📮માણસઈ ના દીવા - ઝવેરચંદ મેઘાણી.

📮અપરાધી - ઝવેરચંદ મેઘાણી.

📮ઓથાર - અશ્વિની ભટ્ટ

📮અંગાર -અશ્વિની ભટ્ટ

📮આખેટ - અશ્વિની ભટ્ટ

📮ફાંસલો – અશ્વિની ભટ્ટ

📮કસબ - અશ્વિની ભટ્ટ

📮કરામત - અશ્વિની ભટ્ટ

📮કમઠાણ - અશ્વિની ભટ્ટ

📮અર્ધી રાતે આઝાદી - અશ્વિની ભટ્ટ

📮પ્રીત કિયે સુખ હોય - જય વસાવડા

📮યુવા હવા - જય વસાવડા

📮સાહિત્ય અને સિનેમા -- જય વસાવડા

📮માહિતી નો મહાસાગર - જય વસાવડા

📮નોલેજ નગરીયા - જય વસાવડા

📮જય હો - જય વસાવડા

📮સાયન્સ સમંદર - જય વસાવડા

📮જી.કે. જંગલ - જય વસાવડા

👁‍🗨સમીર પટેલ 👁‍🗨
📇👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📇
📇👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📇

📮પીળા રૂમાલ ની ગાંઠ - હરકિશન મહેતા

📮મુક્તિબંધન - હરકિશન મહેતા

📮સત્ય ના પ્રયોગો - ગાંધીજી

📮મારી આત્મકથા - મહાત્મા ગાંધીજી

📮કન્યાને પત્રો - ગાંધીજી

📮અર્ધી સદી ની વાંચન યાત્રા - મહેન્દ્ર મેઘાણી

📮સળગતાં સૂરજમુખી - મહેન્દ્ર મેઘાણી

📮વાંચન યાત્રાનો પ્રસાદ - મહેન્દ્ર મેઘાણી

📮મળેલા જીવ - પન્નાલાલ પટેલ

📮માનવી ની ભવાઈ - પન્ના લાલ પટેલ

📮ગુજરાત નો નાથ - કનૈયા લાલ મુનશી

📮પાટણ ની પ્રભુતા - કનૈયા લાલ મુનશી

📮પૃથ્વી વલ્લભ - કનૈયા લાલ મુનશી

📮મુન્શીનો વૈભવ - કનૈયા લાલ મુનશી

📮જય સોમનાથ - કનૈયા લાલ મુનશી

📮કૃષ્ણાવતાર - કનૈયા લાલ મુનશી

👁‍🗨જ્ઞાન કી દુનિયા 👁‍🗨
📇👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📇

Friday, 27 January 2017

💐 About 26th jan💐

💐💐💐💐💐💐💐

🏅ભારતના સ્વતંત્રતા દિવસ એટલે 15મી ઓગસ્ટે દેશના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.

💥જ્યારે કે, 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દિલ્હીમા ધ્વજ ફરકાવે છે.

💐આજે 26મીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાજપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારે તમને જરૂરથી એવુ થતું હશે કે આવું કેમ.

🍂 *15મીએ વડાપ્રધાન અને 26મીએ કેમ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે*.

🌻 આ
સવાલનો જવાબ જાણવાતમને જરૂર ગમશે.

🏅સ્વતંત્રતા દિવસ પર પોલિટિકલ હેડ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. દિલ્હીમાં હિસ્ટોરિક લાલ કિલ્લા પર વડાપ્રધાન ધ્વજવંદન કરે છે. આ દિવસે રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરતા નથી.

🍂 કારણ કે, તે સંવિધાનિક હેડ છે અને 1950 સુધી ભારતનું બંધારણ પણ ઘડાયું ન હતું અને કોઈ રાષ્ટ્રપતિ પણ બન્યા ન હતા. તેથી સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન જ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.

🌻જ્યારે કે, ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી, 1950ના રોજ ઘડાયું હતું. આ દિવસે ભારત પાસે બંધારણીય પ્રમુખ હતા, જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કહેવાયા હતા. ત્યારથી દર 26મી જાન્યુઆરીએ ભારતના બંધારણીય પ્રમુખ એટલે કે, રાષ્ટ્રપતિ જ રાજપથ પર ત્રિરંગો લહેરાવે છે.

😘akkii😘

Sunday, 22 January 2017

💐💐2 રાજધાની ધરાવતા ભારતીય રાજ્યો💐💐

💐💐2 રાજધાની ધરાવતા ભારતીય રાજ્યો💐💐

🌻હિમાચલપ્રદેશના મુખ્યમંત્રીશ્રી વિરભદ્રસિંઘ દ્વારા ‘શિમલા’ બાદ ‘ધરમશાળા’ ને  પોતાના રાજયની બીજી રાજધાની જાહેર કરવામાં આવી,

🍂🍂આમ ભારતમાં  2 રાજધાની ધરાવનાર રાજયોની સંખ્યા 3 થઈ ગઈ

😘આ પેહલા 2 ભારતીય રાજ્યો મહારાષ્ટ્ર (રાજધાની–નાગપુર અને મુંબઈ) અને જમ્મુ અને કશ્મીર (રાજધાની–શ્રીનગર અને જમ્મુ) 2 રાજધાની ધરાવનાર રાજયો હતા.

🙏🏼🙏🏼akki🙏🏼🙏🏼

Saturday, 21 January 2017

💐💐કવિ દલપતરામ💐💐

💐💐કવિ દલપતરામ💐💐
January 21
                       

😘 ગુજરાતી કવિ દલપતરામનો જન્મ તા. ૨૧/૧/૧૮૨૦ના દિવસે વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં થયો હતો.  તેમના પિતા ડાહ્યાભાઈ પાસે કુળ-પરંપરા પ્રમાણે વેદ શીખવાનો પ્રારંભ કર્યો, પરંતુ પિતાના ક્રોધી સ્વભાવને લીધે શીખી ન શક્યા. પ્રાથમિક કેળવણી ત્યાંની ગામઠી શાળામાં લીધું બાળપણથી પ્રાસતત્વવાળી હડૂલા જેવી કવિતા કરવાનો શોખ હતો.

🌻🌻શામળની પદ્યવાર્તાઓ સાંભળી એ પ્રકારની ‘હીરાદન્તી’ અને ‘કમળલોચની’ જેવી વાર્તાઓ પદ્યમાં લખી, પરંતુ ચૌદ વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામીનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો એટલે એ વાર્તાઓ બાળી નાખી. પછી દેવાનંદ સ્વામી પાસે પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું. ચોવીસ વર્ષની ઉંમરે અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા. તે દરમિયાન ભોળનાથ સારાભાઈ સાથે પરિચય થયો.

🍂🍂ઈ.સ.૧૮૪૮માં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ ઍલેકઝાંડર કિન્લૉક ફૉર્બસનું નિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે ફૉર્બસના શિક્ષક બન્યા. ફૉર્બસ સાથેનો આ મેળાપ ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો. પાંચેક વર્ષ ફૉર્બસ સાથે ગુજરાતનાં વિવિધ રાજ્યોમાં ‘રાસમાળા’ ની સામગ્રી ભેગી કરવા માટે પર્યટન કર્યું તેમ જ શિક્ષણ અને નવજાગૃતિ સારુ ફૉર્બસે આદરેલા પુરુષાર્થમાં સહભાગી બન્યા. ઈ.સ.૧૮૫૪માં ફૉર્બસ ઈંગ્લૅન્ડ ગયા ત્યારે એમની ભલામણથી સાદરામાં સરકારી નોકરી સ્વીકારી.

🌻પરંતુ ઈ.સ. ૧૮૫૫માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી કટિંસ સાહેબના સૂચનથી અને ફૉર્બસની વિનંતિને માન આપી સારા પગારવાળી સરકારી નોકરી છોડી અમદાવાદ પાછા આવી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ‘બુદ્ધિપ્રકાશ’ માસિકની જવાબદારી સંભાળી હતી. ઈ.સ.૧૮૫૮માં ‘હોપ વાચનમાળા’ ની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી. તેમનું ઉપનામ ‘ત્રવાડી’ હતું. 
                   

💐   ગુજરાતી કવિતાને અર્વાચીનતાના વહેણમાં મૂકવામાં નર્મદની કવિતા જેટલી જ દલપતરામની કવિતા મહત્વની છે. એમની મોટા ભાગની કવિતા પ્રાસંગિક, દ્રષ્ટાંતાત્મક, ઉપદેશાત્મક, સુધારાવાદી વલણવાળી, શબ્દ અને અર્થની ચાતુરીવાળી, લોકગમ્ય, સભારંગની અને લોકપ્રિય બની.

💥અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય ‘બાપાની પીંપર’ ૧૮૪૫ માં લખનાર આ કવિનું કાવ્યસર્જન વિપુલ છે. ગરબીપદ જેવી ટૂંકી રચનાઓથી માંડી મધ્યકાલીન આખ્યાન જેવી લાંબી રચનાઓની વચ્ચે અનેક નાનીમોટી કૃતિઓ એમણે રચી છે. ‘વેનચરિત્ર’ ને બાદ કરતાં કવિની લાંબી રચનાઓને કોઈ નિશ્ચિત કાવ્યપ્રકાર તરીકે ઓળખાવી શકાય એમ નથી.

🍂‘દલપતકાવ્ય’-ભા.૧, ૨માં સંગૃહીત કાવ્યો પૈકીનાં ઘણાં અગાઉ નાની પુસ્તિકાઓ રૂપે પ્રકાશિત થયેલાં, પરંતુ એ દરેકની પહેલી પ્રકાશનસાલ ચોક્કસપૂણે અત્યારે ઉપલબ્ધ નથી.

🌻 ‘કવિતાવિલાસ અથવા ફાર્બસવિલાસ’ અને ‘વિજ્યવિનોદ’ એ દલપતરામ પર પડેલા વ્રજભાષાની કાવ્યરીતિના સંસ્કારોને પ્રબળ રીતે પ્રગટ કરતી ગદ્યપદ્યમિશ્રિત રચનાઓ છે. શબ્દ અને અર્થની શ્લેષયુક્ત રમતો, ચિત્રપ્રબંધો, બોધક દ્રષ્ટાંતકથાનકોની આતશબાજી ઉડાવતી આ કૃતિઓનું લક્ષ્ય કાવ્યવિનોદ છે. દલપતરામનું ગદ્યસર્જન પણ વૈવિધ્યપૂર્ણ છે. ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસના ‘પ્લુટસ’ પરથી રચાયેલું ‘લક્ષ્મી નાટક’  એમનું રૂપાંતરિત નાટક છે. એમનું, અલબત્ત, ચિરંજીવ નાટક ‘મિથ્યાભિમાન’ છે.

🍂 સંસ્કૃત અને લોકનાટ્યની શૈલીના સમન્વયમાંથી રચાયેલા આ અભિનયક્ષમ પ્રહસનમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્વારા મિથ્યાભિમાની માનસવાળાં મનુષ્યોની મજાક ઉડાવી છે ‘સ્ત્રીસંભાષણ’ , ‘તાર્કિકબોધ’ ,‘દૈવજ્ઞદર્પણ’, સંસ્મરણલેખો તેમની કૃતિઓ છે. એમણે ‘ભૂતનિબંધ’ , ‘જ્ઞાતિનિબંધ’ , ‘પુનર્વિવાહપ્રબંધ’ , ‘શહેરસુધરાઈનો નિબંધ’  વગેરે સુધારાલક્ષી નિબંધો પણ લખ્યા છે.

🌻‘ગુજરાતી પિંગળ/‘દલપતપિંગળ’ અને ‘અલંકારાદર્શ’  એમના છંદ અને અલંકારની ચર્ચા કરતા ગ્રંથો છે.

😰તેમનું ૨૫ માર્ચ ૧૮૯૮ના રોજ અમદાવાદમાં અવસાન થયું.

Monday, 16 January 2017

💐CONFUSING DAYS :-💐

💐CONFUSING DAYS :-💐

•• National Youth Day : January 12

•• International Youth Day : August 12

•• National Teachers' Day : September 5

•• International Teachers' Day : October 5

•• National Tourism Day : January 25

•• International Tourism Day : September 27

•• National Children's Day : November 14

•• International Children's Day : November 20

•• National Consumer Day : December 24

•• International Consumer Day : March 15

•• National Postal Day : October 10

•• International Postal Day : October 9

•• National Blood Donation Day : October 1

•• World Blood Donors Day : June 14

Saturday, 14 January 2017

💐*ગુજરાતી ભાષાના અમૂલ્ય* *મોતીઓનો ખજાનો !!!*💐

*ગુજરાતી ભાષાના અમૂલ્ય*
*મોતીઓનો ખજાનો !!!*

સૌન્દર્યો વેડફી દેતા ના ના સુંદરતા મળે !
સૌંદર્યો પામતા પહેલા, સૌંદર્ય બનવું પડે !
- *કલાપી*

આમ તો છું એક પરપોટો સમય નાં હાથમાં
તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં
- *રમેશ પારેખ*

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક
ફુગ્ગો ફુટતા વાયરે ભળીજાય થૈ મૂક.
- *અનીલ જોશી*

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !
- *ઓજસ પાલનપુરી*

અમે હસીએ છીએ પણ આંસુ રોકાઈ નથી શક્તાં,
તૂટેલું સાજ હો તો સૂર પરખાઈ નથી શક્તાં
- *સૈફ પાલનપુરી*

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ
- *હરીન્દ્ર દવે*

તમે મન મૂકી વરસો, ઝાંપટું આપણને નહીં ફાવે
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે
– *ખલીલ ધનતેજવી*

આપણા ઘરમાં જ હો ચાલે નહીં
એમના ઘરમાંય બારી જોઈએ
– *મુકેશ જોશી*

યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા
ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું
- *બી.કે. રાઠોડ ‘બાબુ’*

બેઠ કબીરા બારીએ, સૌનાં લટકાં લેખ,
સૌની ગતિમાં સૌ ચલે, ફાધર, બામણ, શેખ !
– *રમેશ પારેખ*

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
– *રાજેન્દ્ર શુક્લ*

ઉભરા હૃદયના કાઢ, પરંતુ બધા નહિ,
ફરિયાદની મજા તો ફક્ત કરકસરમાં છે…
– *મરીઝ*

દિલ હો ઉછાંછળું તો ઘણો ફેર ના પડે,
બુધ્ધિ હો વિપરીત તો નક્કી વિનાશ છે.
– *અદી મીરઝાં*

સ્મિત કરો છો ત્યારે દિલને અવસર જેવું લાગે છે,
મુજને બે ચાર પળમાં જીવતર જેવું લાગે છે.
– *સૈફ પાલનપુરી*

અહિંયા બધું અધૂરું, અધૂરું, છતાં શું મધુરું, મધુરું. પિયારે !
હજી કાન માંડી હજી સાંભળી જો,ન સંગીત જગનું બસૂરું પિયારે !
- *પ્રજારામ રાવળ*

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.
- *મરીઝ*

રંગ મહેલમાં દીપ જલાવ્યા,
બાંધ્યા હિંડોળાખાટ જી.
સ્જ્જ મારા સહુ તાર સિતારના,
એક વાદકની રહી વાટ જી.
–  *સુંદરમ*

મૈત્રીના વર્તુળોમાં જનારાની ખૈર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
- *બરકત વિરાણી ‘બેફામ’*

દુનિયા છે ગોળ એની આ સાબિતી છે,
બેસું જ્યાં નિરાંતે કોઈ ખૂણો ન મળ્યો
– *મરીઝ*

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે, કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ
–  *રમેશ પારેખ*

નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે કુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
- *ડો. વિનોદ જોષી*

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ
–  *મનોજ ખંડેરિયા*

નથી નથી મુજ તત્વો વિશ્વ્ થી મેળ લેતાં !
હૃદય મમ: ઘડાયું અન્ય કો વિશ્વ્ માટે !
- *કલાપી*

આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈ.
– *રિષભ મહેતા*

સાથે મળીને સ્વપ્નામાં બાંધેલ એક મહેલ,
કંકર એ મહેલ નો હજી એકે ખર્યો નથી.
– *લલિત ત્રિવેદી*

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
- *મરીઝ*

યારી ગુલામી શું કરું ? તારી સનમ !
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને સનમ !
- *કલાપી*

વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં,
સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં.
–  *જલન માતરી*

તમારાં આજ અહીં પગલાં થવાનાં,
ચમનમાં બધાં ને ખબર થઇ ગૈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઇ છે.
–  *ગની દહીંવાલા*

પૈદા થયો છું ઢૂંઢવા તુંને સનમ !
ઉંમર ગુજારી ઢૂંઢતા તુંને સનમ !
- *કલાપી*

સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,
જાણી જતે એ જેમનું આ શબ્દચિત્ર છે.
–  *ડૉ. હરીશ ઠક્કર*

બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે !
–  *બેફામ*

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.
- *રઈશ મણીયાર*

તારા વિરહ માં ફૂલ જે ખીલ્યાં નથી હજી,
સ્વપ્નામાં એને મહેકની માળાઓ પરોવું છું.
- *ભગવતીકુમાર શર્મા*

સ્નેહને સીમા ન હો તો સાથ છૂટી જાય છે,
મૈત્રી મર્યાદા મૂકી દે છે તો તૂટી જાય છે,
તું પીવામાં લાગણી દર્શાવ કિન્તુ હોશ માં,
કે વધુ ટકરાઇ પડતાં જામ ફૂટી જાય છે.
- *બેફામ*

ઘટમાં શિવ, નજરમાં સુંદર, મનમાં સત્યનું અક્ષય ઠામ,
આજ તમારા પુણ્યપ્રતાપે તન છે અમારું તીરથધામ.
- *શૂન્ય*

ભરોસો ન કરજે કદી ફૂલનો તું,
ફૂલો તો ચૂંટાઇને ચાલ્યાં જવાનાં,
ચમનને વફાદાર કંટક રહેશે,
ચમનને કદી પણ નથી છોડવાના.
- *મુકબિલ કુરેશી*

કિસ્સો કેવો સરસ મઝાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને; મુજને આનંદ ઊંચે ગયાનો છે
–  *મુકુલ ચોકસી*

છે ભૂલા પડવાનો એકજ ફાયદો ,
કેટલા રસ્તા પરિચિત થાય છે
–  *અમિત વ્યાસ*

તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.
- *હરીન્દ્ર દવે*

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને !
અહેસાનમાં દિલ જુકતું રહેમત ખડી ત્યાં આપની !
- *કલાપી*